Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

એસ્પરજર સિન્ડ્રોમઃ આપણા માટે એનો અર્થ શું છે
Asperger syndrome: what it means to us

એસ્પરજર સિન્ડ્રોમ શું છે?

એસ્પરજર સિન્ડ્રોમ શું છે? તે વિષે નેશનલ ઓટીસ્ટીક સોસાયટીનું ચોપાનિયું તમે વાંચ્યુ જ હશે. લંડનમાં અમારા સામાજીક સંપર્કથી અનુભવ્યું કે કોઇ રીતે પુખ્તવયવાળા વર્ગને પ્રતિબિંબિત કરતું નથી, અને તેથી આ ચોપાનિયામાં અમે વર્ણવ્યું છે કે કઈ રીતે એસ્પરજર સિન્ડ્રોમ (લક્ષણો) આપણને દિવસો-દિવસ અસર કરે છે, અને આપણને શું મદદ કરે છે.

અમોએ અમારા અનુભવો વર્ણવ્યા, પરંતુ ચોક્કસ એસ્પરજર સિન્ડ્રોમ સાથેના દરેક વ્યક્તિગત છે, અને વિભિન્ન પ્રમાણમાં વિભિન્ન ભેટો અને મુશ્કેલીઓ ધરાવતા હોઇ શકે.

એસ્પરજર સિન્ડ્રોમ એક અસમર્થતા છે જે ઓટીસ્ટીક સ્પેક્ટ્રમનો ભાગ છે. આનુ નિદાન એવા લોકને કરાય છે જેઓ અવારનવાર સ્પેક્ટ્રમના ‘ઉચ્ચ’ અંત સુધી માનવામાં આવે છે.

સ્પેક્ટ્રમ ઉપરના અન્ય. નિદાનો ઓટીઝમ અને ઉચ્ચ કાર્યકરતાં ઓટીઝમ છે. એસ્પરજર સિન્ડ્રોમ અને ઉચ્ચ કાર્યકરતાં ઓટીઝમ અવારનવાર ફેરબદલ રીતે વપરાય છે. એસ્પરજર સિન્ડ્રોમનો સર્વવ્યાપિ વિકાસ અસામાન્યતા પરવેસીવ ડેવલપમેન્ટ ડિસઓર્ડર (PPD) માં વર્ગીકૃત કરાય છે. આનો અર્થ એ કે આ આપણાં જીવનના દરેક ભાગને અસર કરે છે.

જ્હોનની કહાણી

જ્યારે લોકો પ્રથમ વાર જ્હોનને મળે, તેઓ તેને કોઇ મુશ્કેલીઓ હોવાનું સમજી ન શકે. જ્હોન શાળામાં બંધ બેસતા થવા ખૂબ જ ઈચ્છતો, અને હતાશ થતો કે તે ભાગ લઈ શકતો નથી. તેને ક્યારેય શાળાની ટુકડીઓમાં ચૂંટાતો નહિ, અને જ્યારે રમતના મેદાનમાં હોય ત્યારે કઇ રીતે જોડાવુ તે જાણતો ન હતો જો કે તે ગણિત અને ગણતરીમાં ખૂબ જ સારો હતો, તે તેના સાથીઓને તેની ટુચકાઓ માટેની લાજબાવ યાદદાસ્તથી મનોરંજન કરી શકતો જણાએલ. 18 ની વયે તેને એસ્પરજર સિન્ડ્રોમ હોવાનું નિદાન કરાએલું. પાછળથી તેને ડાયસ્પ્રાકસીઆનું નિદાન કરાએલ, અને હતાશાથી પણ પીડાતો હતો.

જ્યારે તે પુખ્ત વયનો થયો ત્યારે, તેના GCSE અને એ લેવલમાં સારા ગ્રેડ્સ હોવા છતાં, જ્યાં સુધી તેને કોઇક નિષ્ણાંતની મદદ અપાઇ ત્યાં સુધી તેને કોલોજમાં કાર્ય કરવામાં મુશ્કેલી થઈ તેને જ્યાં સુધી ઈન્ટરવ્યુ તકનીકોમાં અને તેના કાર્યના દિવસને વ્યવસ્થિત કરવામાં નિષ્ણાંતની મદદ ન મળી ત્યાં સુધી નોકરી શોધવામાં ખૂબ જ મુશ્કેલી થઈ, અને જાણ્યું કે તેના માટે ઘણી બધી અધિક તકો છે. તેના એમ્પ્લોયર્સ (કામ ઉપર રાખનારાઓ) એ શોધી કાઢયું કે તે મહેનતુ છે અને ખૂબ જ યોગ્ય છે, કારણ કે તે ઝીણવટથી કામ કરનાર છે.

જેનની કહાણી

જેનને શાળામાં ઘણા બધા મિત્રો ન હતા, અને તેણી રમતના મેદાનમાં કાલ્પનિક રમતોમાં ગુંચવાઈ જતી હોવાનું જણાયું. તેણીના વર્ગના સાથીઓએ તેને ઘણીવાર કહયું કે તે ઉધ્ધત છે, કારણકે તે એવી વસ્તુઓ ઉપર ટિપ્પણી કરી દેતી જેના વિશે અન્ય લોકો વિચારે, પણ કહે નહિ. પુખ્ત વયના થતાં તે બહાર જવા અને સામાજીક રીતે અસહજ જણાઇ, પરંતુ શતરંજ માણતી અને તેના પતિને શતરંજની ક્લબમાં મળી. તેણીના પતિ અને બાળકો સમજ્યાં કે તેને નિયમિત પણે રહેવુ પસંદ છે, અને એ કે જો વસ્તુઓ અચાનક બદલાઇ જાય ત્યારે તે અસહજ થઇ જાય છે, તેથી તેઓ એ તેમની ઘરેલુ જીંદગી તેણીને બંધ બેસે તે રીતે કરી લીધી.

તેણીને એકાઉન્ટન્ટ તરીકેનું કામ મળ્યું અને જ્યાં સુધી વ્યવસ્થાપનનો ઢાંચો પુનઃગઠીત ન થયો. અને ત્યાં ઘણાં બધા કર્મચારીગણની ફેરબદલ ન થઇ ત્યાં સુધી સારી રીતે કામ કરતી રહી. જેન ઉત્તરોત્તર વ્યગ્ર થતી ગઇ, અને તે તેણના ચિકિત્સક પાસે ગઈ. તેણીએ જેનને સાઇકીઆટ્રીસ્ટની ભલામણ કરી, જેણે અનુક્રમે તેને એસ્પરજર સિન્ડ્રોમ હોવાનું નિદાન કર્યું.

એસ્પરજર સિન્ડ્રોમ સાથેના લોકોને શું સમસ્યાઓ હોય?

એસ્પરજર સિન્ડ્રોમ ગૂઢ પરિસ્થિતિ છે - એક ‘અદૃશ્ય’ અને પરિણામે ક્યારેક લોકો આપણા માટે ગેરસમજ કરે. કેમકે તે ગૂઢ છે, તેથી તે નિદાન કરવી મુશ્કેલ છે. તે અવારનવાર ‘ટ્રાએડ ઑફ ઈમ્પેરમેન્ટ’ તરીકે વર્ણવાય છે - ત્રણ મુશ્કેલીઓની જોડઃ

  • સામાજીક સંબંધોમાં મુશ્કેલી
  • વાતચીત કરવામાં મુશ્કેલી
  • કલ્પના કરવામાં મુશ્કેલી.

એસ્પરજર સિન્ડ્રોમ ખાસ રસ હોવાને, અને જો નિત્યક્રમ તૂટે તો વ્યગ્ર થઇ જવાને અવારનવાર સમાવિષ્ટ કરે છે.

આ ત્રણ મુશ્કેલીઓના અમારા અનુભવો નીચે પ્રમાણે છે.

સામાજીક સંબંધોમાં મુશ્કેલી

  • “મને પાર્ટીઓ કરવાનો શોખ છે, પણ તે કઇ રીતે સંચાલિત કરવી તેની આવડત નથી.”
  • “મને અન્ય લોકની સરખામણીએ મિત્રો બનાવવામાં મુશ્કેલી પડે છે.”
  • “સામાજીકતા કુદરતી રીતે નથી આવતી – આપણે તે શીખવી પડે છે.”
  • “આપણે ક્યારેક પરિસ્થિતિઓ અને ચિન્હોની ગેરસમજ કરીએ છીએ.”
  • “તે અદૃશ્ય દિવાલની પછવાડે હોવા જેવુ છે.”
  • “તે જેમ જાર (બંધ બરણી) માં ગણગણવા જેવુ છે.”
  • “હું ફિલ્મો જોઇ સંબંધો વિશે શિખ્યો છું. મને ખબર છે કે આ દૃષ્ટિકોણ વાસ્તવિક નથી.”
  • “હું સામાજીક સંકેતો સમજવામાં મુશ્કેલી ધરાવું છું, અને એ જાણવામાં કે ક્યારે હું વસ્તુઓ ને ખોટી પામુ છું.”
  • “મારી ભાગ લેવાની અક્ષમતાને કારણે હતાશ થાઉં છું.”
  • “અમે ક્યારેક કોઇકને ફક્ત જોઇને જ તેની ઉંમરનો અથવા મોભાનો ક્યાસ કાઢવામાં મુશ્કેલી અનુભવીએ છીએ.”
  • “ક્યારેક અમે વાતચીતને ચાલુ રાખવાની કઠીનતા અનુભવીએ છીએ.”
  • “અમે ક્યારેક અન્ય દેશોના લોકો સાથે ભળવામાં સરળતા અનુભવીએ છીએ.”

વાતચીત કરવામાં મુશ્કેલી

  • “ક્યારેક આપણે અન્ય વ્યક્તિએ શું કહ્યું તે સમજવાંમા ધીમા હોઇએ છીએ.”
  • “કેટલીક વાર આપણે હાવભાવને સમજવા કઠીનતા અનુભવીએ જેમકે ‘તે બે અને બેને સાથે મેળવી શકતો નથી’.”
  • “આપણે વસ્તુઓને જેમ છે તેમ લેવાની વૃત્તિ રાખીએ.”
  • “ક્યારેક આપણે કોઇક વસ્તુ વિશે સળંગ બોલતા જઇએ અને અન્ય વ્યક્તિને તેમાં રસ નથી તેની નોંધ ન લઇએ.”
  • “આપણે સામાને બોલવા દેવાની મુશ્કેલી અનુભવીએ.”
  • “ઘણીવાર આપણા વિચારોને સમજાવી શકવાનું કઠીન પામીએ.”
  • “જો તમને એસ્પરજર સિન્ડ્રોમ હોય, તો વાતચીતને સમજવાનું વિદેશી ભાષાને સમજવા જેવુ હોય.”
  • “કેટલીક વાર આપણે નજરો નજર સંપર્ક કરવાનું મુશ્કેલ અથવા દુઃખદાયક અનુભવીએ, અને લોકો આપણને ગેરસમજ કરે, એવું વિચારે કે આપણે અસ્થિર અને અપ્રમાણિક છીએ.”

કલ્પનામાં મુશ્કેલી

  • “આપણામાંના ઘણાંની મુશ્કેલીનો વિસ્તાર અન્યોની લાગણીઓની કલ્પના કરવાનો છે.”
  • “બાળક તરીકે આપણે કેટલીક વાર રમતના મેદાન ઉપર કાલ્પનિક કથાઓમાં કે ટુચકાઓમાં જોડાવા મુશ્કેલી અનુભવીએ. આ એવુ કાંઇ છે જે અમારામાંના ઘણાં ઉંમર વધવાની સાથે શીખી જાય છે.”
  • “અન્ય લોકો જે જાણતા હોય છે તેની ઉપર કાર્ય કરવામાં અમને મુશ્કેલી થાય છે. લોકો શું વિચારે છે તેનો ક્યાસ કાઢવામાં અમને વધુ મુશ્કેલી થાય છે.”
  • “અમે નાટકો અને કહાણીઓને સમજવામાં અધિક મુશ્કેલી અનુભવીએ છીએ.”
  • “ક્યારેક અમે અન્ય લોકોની લાગણીઓને ઓળખવામાં મુશ્કેલી અનુભવીએ છીએ.”
  • “લાગણીઓ અને ચહેરાના હાવભાવોની ગૂઢતા સમજવા અમારે માટે ખૂબ જ કઠીન છે - જો કોઇક ખૂલ્લી રીતે મલકાય તો, તે સ્પષ્ટ છે, પરંતુ ઓછી સ્પષ્ટ લાગણીઓ અધિક મુશ્કેલ છે.”

“લોકોએ યાદ રાખવું જોઇએ કે તે ફક્ત એસ્પરજર સિન્ડ્રોમ સાથેના જ લોકો નથી જેઓ વાતચીત કરવામાં અને સામાજીક સંબંધો સાથે સંઘર્ષ કરે છે. દરેક જણ આ વસ્તુઓમાં કેટલીક હદે અને કેટલીક પરિસ્થિતિઓમાં મુશ્કેલી અનુભવે છે, પરંતુ એસ્પરજર સિન્ડ્રોમવાળા લોકો ખાસ કરીને તેમના જીવનની સ્થિતિને કારણે વધુ મુશ્કેલીઓ અનુભવે છે.”

ખાસ રસ (પસંદગીઓ)

  • “જે આપણા જીવન પર નિયમન કરે છે તેવામાં આપણને ખાસ રસ હોય છે.”
  • “મને જ્યારે તેની આવશ્યકતા હોય ત્યારે મને તે બંધ કરી દેવામાં મુશ્કેલી પડે છે.”
  • “ક્યારેક ખાસ રસો વિકસાવી શકાય, જેથી આપણે આપણા મનપસંદ રસ પર કાર્ય કે અભ્યાસ કરી શકીએ.”
  • “મને વાવટા-ઝંડાઓમાં જે રસ છે તે બીજાઓમાં નથી જોવા મળતો.”
  • “હું વિદ્યુત માળખા અને તેઓની રચના તરફ જોવામાં સમય ગાળવાનુ ખરેખર માણું છું.”

નિત્યક્રમો

  • “સામાન્ય વસ્તી કરતાં નિત્યક્રમના ફેરફાર સાથે બંધ બેસાડવામાં અમે અધિક મુશ્કેલી અનુભવીએ છીએ. રજા ઉપર જવાનુ, કે નવી નોકરી ઉપર સમય પર જવાનુ તે અધિક મુશ્કેલ હોઇ શકે.”
  • “જો મને ચેતવણી અપાઈ હોય તો મને ફેરબદલ કરવામાં કાંઇ વાંધો નથી, પંરતુ તેનુ અગાઉથી આયોજન કરવાની આવશ્યકતા રહે છે અને મારા ઉપર એકાએક લદાવું ન જોઇએ.”

કારણો

એસ્પરજર સિન્ડ્રોમ માટેના કારણોની ઘણી બધી થિઅરીઓ છે, જેમકે પર્યાવરણીય પાસુ, મગજને નુકશાન, મુશ્કેલ જન્મ કે શિશુ તરીકે માંદગી. હાલમાં કોઇ પણ કારણો માટે સંપૂર્ણ રીતે ચોક્કસ નથી. સંશોધન ચાલુ છે, પરંતુ એ.વી માન્યતા છે કે વારસો આમાં મોટો ભાગ ભજવી જાય છે.

વર્ચસ્વ

એસ્પરજર સિન્ડ્રોમ સંસ્કૃતિ અને ભાષાના બંધનોની પાર ઉદભવે છે. તે સ્ત્રીઓ કરતાં પુરૂષોને અધિક અસર કરે છે. એસ્પરજર સિન્ડ્રોમ વાળી સ્ત્રીઓની સામાજીક મુશ્કેલીઓ પારખવાનું લોકોને મુશ્કેલ લાગે છે.

“સામાન્ય વસ્તી કરતાં એસ્પરજર સિન્ડ્રોમ વાળા લોકોમાં ડિસ્લેક્સિઆ, ડિસ્પ્રાક્સિઆ, પાચન શક્તિની સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સંભવ વધુ હોય છે.”

આપણે ક્યાં સારા હોઇએ છીએ?

એસ્પરજર સિન્ડ્રોમ હોવાનું ચિંતાજનક અને ઉદ્વેગ કરનારૂં હોઇ શકે છે, પરંતુ જ્યાં સામાન્ય લોકો મુશ્કેલી અનુભવતા હોય ત્યાં આપણે સારા હોઇ શકીએ તેમ પણ હોય છે. આપણાંમાં ઘણાં તેજસ્વી અને ઉચ્ચ IQ સ્તરો ધરાવતા હોય છે. નીચે કેટલાક દાખલાઓ છે જેમાં આપણા સમૂહના લોકો સારા હોય છે.

હકીકત અને આંકડાઓમાં મારી યાદદાસ્ત અદભૂત છે - દાખલા તરીકે, કારની નંબર પ્લેટો અને સમયપત્રકો. મારે ક્યારેય ટેલીફોન નંબર લખવાની આવશ્યકતા હોતી નથી. હું ટૂચકાઓ, રમૂજી પ્રસંગો અને પૂરા ચલચિત્રની કહાણીઓને યાદ રાખવાની અદભૂત યાદદાસ્ત ધરાવું છું.

હું દસ વર્ષો અગાઉ થએલ મારી વાતચીતને ખાસી વિગતપૂર્વક યાદ રાખી શકુ છું. (આ અસહમતિ તરફ દોરે છે જ્યારે અન્ય વ્યક્તિ કાંઇક કહેવાનું યાદ નથી રાખી શકતો !)”

મારી ન્યાય કરવાની ઈન્દ્રીય ખૂબજ મજબૂત છે.

હું કોમ્પ્યુટરના પેકેજીસમાં સારો છું.

હું વિદેશી ભાષાઓમાં સારો છું.

આપણને શું સહાયક છે?

  • “લોકોએ એસ્પરજર સિન્ડ્રોમ વાળા લોકોને સમજવા સમય કાઢવો જોઇએ.”
  • “ અમને શીખવામાં ટેકાની આવશ્યકતા છે - દાખલા તરીકે કૉલેજમાં એક ખાસ કાર્યકરે મને બતાવ્યું કે અમુક કાર્યો કઇ રીતે કરવા.”
  • “અમને વસ્તુઓ શીખવા માટે મહાવરાની આવશ્યકતા છે.”
  • “અમને ઘરઘથ્થુ વસ્તુઓ શીખવામાં, અને લાગણીઓ અને મિત્રતાઓ સાથે કઈ રીતે વર્તવું તે શીખવા સહાયની આવશ્યકતા છે.”
  • “લોકો સ્પષ્ટ વાતચીત દ્વારા અમને સહાય કરી શકે છે - કાર્યને સારી રીતે સમજાવીને જેથી તે સમજવામાં સરળ રહે, અને કેટલાક કાર્યો કરવામાં મદદ કરીને.”
  • “લોકોને રોજગાર શોધવામાં મદદની જરૂર હોય છે. નોકરીએ હોઉં ત્યારે મદદ કરીને મારૂં જીવન સુખી બનાવ્યું છે.”
  • “અમે સ્વ-રોજગારમાં હોઇએ ત્યારે પણ અમને ટેકાની આવશ્યકતા છે.”
  • “લોકોએ વસ્તુઓને સ્પષ્ટરીતે સમજાવવી અને કટાક્ષને ટાળવો. લોકોએ અમને શું કહ્યું છે તેનો સુમેળ કરીને યાદ રાખવું.”
  • “જો લોકો પરિસ્થિતિને સ્વીકારે અને અને ક્યારેક અમારી તરંગી વર્તણૂંકને સહન કરે તો તે મદદરૂપ થશે.”
  • “લોકો સમજે કે અમે સામાજીક વ્યવહારમાં પ્રથમ પગલું નહિ લઇએ, પરંતુ અમે અમારી પોતાની શરતે ‘તેમાં જોડાઇશું’ તો તે મદદરૂપ બનશે.”
  • “અમારે સ્પષ્ટ નિયમોની આવશ્યકતા છે. સામાજીક સ્થિતિઓમાં શું કરવું અને શું ન કરવું તે કહેવાની જરૂર રહે છે.”
  • “જો તમે પ્રેમથી સ્પષ્ટતા અને દિશાસૂચન કરો તો તે સહાયક થશે.”
  • “અમારી સારી ગુણવત્તાઓ અને કુશળતાઓ પર ધ્યાન આપો.”

ભલામણ કરાએલ વાંચન

અનુવાદ કરવો નિરર્થક છે તેથી નામ, મથાળા જેવી વિગતો અંગ્રેજીમાં જ આપેલ છે.

Tony Attwood Asperger’s Syndrome a guide for parents and professionals Jessica Kingsley Publishers 1998*

Gunilla Gerland A Real Person: life on the outside Souvenir Press 2003*

Temple Grandin Thinking in Pictures Vintage Books 1996*

Temple Grandin and Margaret Scariano Emergence Labelled Autistic Warner Books 1986*

Martine Ives What is Asperger Syndrome and how will it affect me? The National Autistic Society 2001*

Luke Jackson Freaks, Geeks and Asperger Syndrome Jessica Kingsley Publishers 2002*

Wendy Lawson Life Behind Glass Jessica Kingsley Publishers 2000*

Clare Sainsbury Martian in the Playground Lucky Duck Publishing Ltd 2000*

Gisela and Christopher Slater-Walker An Asperger Marriage Jessica Kingsley Publishers 2002*

Digby Tantam and Sue Prestwood A Mind of One’s Own The National Autistic Society 1999*

Donna Williams Nobody Nowhere Jessica Kingsley Publishers 1992*

A useful reference work for use on computer – a CD ROM or DVD ROM developed by the University of Cambridge: Mind Reading: the interactive guide to emotions Human Emotions 2002* - કમ્પ્યુટર ઉપર ઉપયોગ માટે ઉપયોગી - CD ROM અથવા DVD ROM યુનિવર્સીટી ઑફ કેમ્બ્રિજ દ્વારા વિકસીતઃ

* NAS Publications દ્વારા ઉપલબ્ધ. મેળવવા માટે નીચે બતાવેલ ફોન પર સંપર્ક કરવો:

ટેલી: 020 7903 3595

ઈમેલ: [email protected]

પ્રકાશનોની પૂરી સૂચી માટે અને ઑન લાઇન ઓર્ડર કરવા જુઓ NAS વેબસાઇટ: www.autism.org.uk

નીચેની વિગતો સંપર્ક કરવા મદદરૂપ થઈ શકે:

રાષ્ટ્રીય ઓટીસ્ટીક સોસાયટીની હેલ્પલાઇન UK માં ઓટીઝમ કે એસ્પરજર સિન્ડ્રોમથી અસરગ્રસ્તોને માહિતી સેવા પુરી પાડે છે. દાખલા તરીકે, ઇન્ફર્મેશન પૅક, તમારા વિસ્તારમાં મદદ કરનાર સંસ્થાની વિગતો અથવા ખાસ વિષય પર ફૅક્ટશીટ માટે પૂછી શકો છો. તપાસ કરનારને વધુ વિગતવાર માહિતીની જરૂર હોય તો હેલ્પલાઇનના કાર્યકર્તા સાથે સંપર્ક કરાવશે.

Autism Helpline

ઓટીઝમ હેલ્પલાઇન 0845 070 4004 સોમ – શુક્ર સવારે 10.00-સાંજે 4.00

હેલ્પલાઇનો સંપર્ક પત્ર અથવા ઈ-મેલ દ્વારા કરી શકાશેઃ

Autism Helpline

393 City Road

London EC1V 1NG

ફેક્સ: 020 7833 9666

ઈમેલ: [email protected]

એસ્પરજર સિન્ડ્રોમ વાળા લોકો દ્વારા એસ્પરજર સિન્ડ્રોમ વાળા લોકો માટે લખાએલ સમાચાર પત્રઃ

Asperger United

c/o The National Autistic Society

393 City Road

London EC1V 1NG

ટેલી: 020 7903 3541

ઈમેલ: [email protected]

Prospects Employment Consultancy – એસ્પરજર સિન્ડ્રોમ વાળા પુખ્ત વયના માટે નેશનલ ઓટિસ્ટીક સોસાયટીના ટેકાયુક્ત રોજગાર સેવાઃ

Prospects London

Studio 8

The Ivories

6-8 Northampton Street

London N1 2HY

ટેલી: 020 7704 7450

ફેક્સ: 020 7359 9440

ઈમેલ: [email protected]

Prospects Glasgow

1st Floor

Central Chambers

109 Hope Street

Glasgow G2 6LL

ટેલીઃ 0141 248 1725

ફેક્સ: 0141 221 8118

ઈમેલ: [email protected]

Prospects Manchester

Anglo House

Chapel Road

Manchester M22 4JN

ટેલી: 0161 998 0577

ફેક્સ: 0161 945 3038

ઈમેલ: [email protected]

Prospects Sheffield

Sheffield Hallam University

School of Education

35 Broomgrove Road

Sheffield S10 2NA

ટેલી: 0114 225 5695

ફેક્સ: 0114 225 5696

ઈમેલ: Prospects-Sheffield.org.uk

૧૬ વર્ષથી ઉપરની વયના કોઇપણ અસમર્થતા ધરાવતા વિદ્યાર્થીઓ માટેઃ

Skill (National Bureau for Students with Disabilities)

Chapter House

18 Crucifix Lane

London SE1

ટેલી: 020 7450 0620

ફેક્સ: 020 7450 0650

હેલ્પલાઇન: 0800 328 5050

ઈમેલ: [email protected]

વેબસાઇટ: www.skill.org.uk

This document was provided by The National Autistic Society. www.nas.org.uk