Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

કોમ્યુનિટી કેર – એક રૂપરેખા
Community Care - an overview

સંક્ષેપ

કોમ્યુનિટી કેર, આકારણી, સંભાળના આયોજન તથા સમીક્ષા વિશેની માહિતી આ પત્રિકામાં આપેલી છે.

કોમ્યુનિટી કેર એટલે શું?

કઈ કઈ સેવાઓ મળી શકે છે?

કોમ્યુનિટી કેર હેઠળ કોને મદદ મળી શકે?

મારી જરૂરિયાતો કેવી રીતે આંકવામાં આવશે?

હું કેવી રીતે આકારણી મેળવી શકું?

કેરર્સ એસેસમેન્ટ (પરિચારકની આકારણી) એટલે શું?

કેર પ્લાન એટલે શું?

સેવાઓ અને સીધી ચૂકવણી

આકારણી, સમીક્ષા અને નવેસરથી આંકણી

ફરિયાદ

વર્ણન

કોમ્યુનિટી કેર એટલે શું?

જરૂરતમંદ લોકોની સહાય અર્થે મળતી સેવાઓના સમૂહને કોમ્યુનિટી કેર કહેવાય છે. કોમ્યુનિટી કેર હેઠળ સેવાઓ પ્રદાન કરવા માટે તમારા લૉકલ સોશિયલ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ જવાબદાર હોય છે.

કઈ કઈ સેવાઓ મળી શકે છે?

નીચે બતાવેલ બાબતોમાં સહાય અર્થે કોમ્યુનિટી કેર હેઠળ સેવાઓ મળી શકે છે:

આવાસ/રહેઠાણ– કોઈને આશરે રહેવાનું, યા સ્વાધીનતાપૂર્વક રહેવાનું યા કાળજીગૃહમાં રહેવાનું યા ટૂંકા ગાળા માટેના ખાસ રહેઠાણ (કયારેક એને રેસ્પાઇટ કેર સેવા કહે છે).

સ્વાસ્થ્ય કાળજી– નર્સની સેવાઓ તેમ જ માનસિક સ્વાસ્થ્યને લગતી જરૂરિયાતો.

પોતાની કાળજી– ખાવાપીવામાં, નહાવા ધોવામાં અને લૂગડાં પહેરવામાં જરૂર પડતી મદદ.

સામાજિક જરૂરિયાતો– ફુરસદના સમયની પ્રવૃત્તિઓ, દિવસના સમયની પ્રવૃત્તિઓ, તથા સામાજિક કાર્યોમાં સહાય.

રોજગાર– નોકરીની તૈયારી માટે મદદ યા ખાસ સહાયરૂપ નોકરી.

શિક્ષણ– ઉચ્ચ અભ્યાસ યા પુખ્ત વયના માટેનું શિક્ષણ.

આર્થિક– ગ્રાન્ટ અને બીજી આર્થિક સહાય બારામાં મદદ.

કોમ્યુનિટી કેર હેઠળ કોને મદદ મળી શકે?

નીચે બતાવેલ કોઈ પણ કારણથી જેને વધારે મદદની જરૂર પડતી હોય તેવા લોકોને કોમ્યુનિટી કેર હેઠળ મદદ મળી શકે છે:

  • લર્નીંગ ડિસેબિલિટી – મંદ ગ્રહણશક્તિ
  • શારીરિક ખામી યા અંધાપો-બહેરાપણું જેવી મજ્જાતંત્રની ડિસેબિલિટી
  • માનસિક સ્વાસ્થ્ય
  • વૃધ્ધ જનો.

કોમ્યુનિટી કેર હેઠળની સેવાઓ સગીર વયના તેમ જ પુખ્ત વયના લોકોને મળી શકે છે. જો કે દરેકે દરેક વ્યક્તિને તો ના જ મળે. સોશિયલ સર્વિસીસ દ્વારા વ્યક્તિની જરૂરિયાતો ચકાસવામાં આવશે જેથી નક્કી કરી શકાય કે એ આવી સેવાઓ માટે યોગ્ય છે કે કેમ.

તાકીદનો મામલો હોય તો પૂરી ચકાસણી/આકારણી કર્યા વગર પણ કદાચ સેવાઓ આપવામાં આવે પણ જેમ બને તેમ જલદી આ આકારણી/ચકાસણી થઈ જ જવી જોઈએ.

મારી જરૂરિયાતો કેવી રીતે આંકવામાં આવશે?

કોમ્યુનિટી કેર માટેની આકારણીએ વ્યક્તિની બધી જરૂરિયાતોને ધ્યાનમાં લેવી જોઈએ, આ સૌ સમેત:

  • આવાસ/રહેઠાણ
  • સ્વાસ્થ્ય કાળજી
  • પોતાની કાળજી
  • સામાજિક જરૂરિયાતો
  • રોજગાર
  • શિક્ષણ
  • આર્થિક

આ આકારણી તમારા ઘરમાં, હેલ્થ સેન્ટરમાં યા સોશિયલ સર્વિસીસ સેન્ટરમાં થઈ શકે છે. સાધારણ રીતે આ આકારણી સોશિયલ વર્કર યા કેર મેનેજર કરશે પણ સાથે સાથે ડૉકટર, નર્સ કે ઑક્યુપેશનલ થેરાપિસ્ટ પણ કદાચ ભાગ ભજવશે.'વેલ્યુઈંગ પીપલ' નામના શ્વેત પત્ર(2001) માં ભલામણ છે કે આ આકારણીમાં પરિચારક અને એડવૉકેટ ને પણ સમાવિષ્ટ કરવા જોઇએ.

આકારણી વખતે વ્યક્તિને નીચેની બાબતો વિશે પૂછવામાં આવશે:

  • એ શું શું કરવા સમર્થ છે અને શું શું નથી કરી શકતા
  • શું શું કરવામાં મુશ્કેલી પડે છે
  • ખાસ, વિશિષ્ટ જરૂરિયાતો, જેમ કે આહાર અને ધર્મને લગતી

હું કેવી રીતે આકારણી મેળવી શકું?

તમને લાગે કે તમને સેવાઓની જરૂર છે તો તમારા લૉકલ સોશિયલ સર્વિસીસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી આ કોમ્યુનિટી કેર એસેસમેન્ટ આકારણીની માગણી કરો.

પરિચારક, મિત્ર, પરિવારજન યા કોઈ વ્યાવસાયીને એમ લાગે કે વ્યક્તિને સેવાઓની જરૂર છે તો એ આકારણી માટે કહી શકે છે.

કોઈ વ્યક્તિને એમ લાગે કે એને આવી સંભાળસેવાની જરૂર છે તો એની આકારણી કરવાની સોશિયલ સર્વિસીસની ફરજ બને છે. આકારણીના ઉમેદવારોને સોશિયલ સર્વિસીસ વિભાગ શરૂઆતમાં કદાચ ઉપર-ઉપરથી તપાસશે – એટલે કે સંભવ છે કે ફોન ઉપર પહેલા વાતચીત કરે, અને એના ઉપરથી નક્કી કરે કે મામલો કેટલોક ગંભીર કે તાકીદનો છે.

નીચે બતાવેલ બાબત તમને પોતાને કે તમારા કોઈ પરિચિતને લાગુ પડતી હોય તો આ આકારણી માગી શકાય છે:

  • સમાજલક્ષી કાળજી/સંભાળ તથા સહારાની જરૂર હોય
  • નવા (અજાણ્યા) વિસ્તારમાં રહેવા જવાનું થાય

લોકલ ઑથોરિટીના પોતાના માર્ગદર્શનમાં છે કે આ આકારણીઓ ‘વાજબી’ સમય સુધીમાં થઈ જવી જોઈએ, પરંતુ ‘વાજબી’ સમય કોને કહેવાય તે પ્રત્યેક મામલાની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. આકારણીમાં વિલંબ થવા પાછળ સોશિયલ સર્વિસીસ એવું કારણ ન આપી શકે કે કર્મચારીગણ અપૂરતો છે.

કોમ્યુનિટી કેર એસેસમેન્ટ આકારણી કરવા માટે સોશિયલ સર્વિસીસ નન્નો ભણી શકે છે. ના પાડવાનું કારણ એણે તમને જણાવવું જોઈએ.

એના આ નિર્ણયથી તમો નાખુશ હો તો ફરિયાદ નોંધાવી શકો છો. આકારણી કરવાનો કોઈ ચાર્જ નથી લાગતો. તમારી પાસે ગમે તેટલા પૈસા હોય તો પણ તમે આકારણી માગી શકો છો. જો કે, કોમ્યુનિટી કેર સર્વિસીસના માળખા હેઠળ એ લોકો તમને જે સેવા પ્રદાન કરે એના માટે સોશિયલ સર્વિસીસ તમને ચાર્જ લગાવી શકે છે. જો એમ થાય તો તમારી આવકને ધ્યાનમાં લેવામાં આવશે.

કેરર્સ એસેસમેન્ટ (પરિચારકની આકારણી) એટલે શું?

ડિસેબિલિટી વાળી કોઈ વ્યક્તિની સેવાચાકરી તમે નિયમિત રીતે અને ચાર્જ લીધા વગર કરતા હો તો એક પરિચારક તરીકેની તમારી પોતાની જરૂરિયાતોની આકારણી તમે માગી શકો છો.

પરિચારક જેની સેવાચાકરી કરે તે આકારણી ન માગે તો પણ પરિચારકની આકારણી થઇ શકે છે.

કેર પ્લાન એટલે શું?

આકારણી થાય એની લેખિત નોંધને કેર પ્લાન (સંભાળ માટેનું આયોજન) કહે છે. કેર પ્લાનમાં નીચેની બાબતો આવી જવી જોઈએ:

  • લક્ષ્યો; વિશિષ્ટ તેમ જ સામાન્ય
  • લક્ષ્યોના ક્યાસ માટેના માપદંડ
  • કઈ કઈ સેવાઓ પૂરી પાડવાની છે
  • કઈ કઈ સંસ્થાઓ/સંકુલોનું યોગદાન
  • ઉપભોક્તા કેટલી કિંમત ચૂકવશે
  • બીજા કયા કયા વિકલ્પોની વિચારણા કરી છે
  • કઈ કઈ જરૂરિયાતોને નહીં પહોંચી શકાય
  • આયોજનના અમલની જવાબદારી જેને શિરે હોય તે વ્યક્તિના નામઠામ
  • પહેલી સમીક્ષાની તારીખ

કેર પ્લાનમાં લખેલ સેવાઓ પૂરી પાડવાની સોશિયલ સર્વિસીસની ફરજ બની રહે છે. વાજબી સમયની અંદર સેવાઓ ઉપલબ્ધ થઈ જ જવી જોઈએ. જો મોડું થવાનું હોય તો સોશિયલ સર્વિસીસ કદાચ ટૂંકી મુદતની – હંગામી ધોરણે – સેવા આપશે. જો અતિશય વિલંબ થવાનો હોય તો તપાસ કરી લેવી કે કેટલી વાર લાગશે અને વિલંબના શું કારણો છે. કેર પ્લાનની કોપી તમને મળવી જોઈએ.

સેવાઓ અને સીધી ચૂકવણી

કેર પ્લાનમાં જે જે જરૂરી સેવાઓ સૂચવેલી હોય તે મોટે ભાગે સોશિયલ સર્વિસીસ દ્વારા અથવા સેવા પ્રદાન કરનાર કોઈ સ્વતંત્ર સંકુલ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જો આવા કોઈ સ્વતંત્ર સંકુલ પાસેથી સેવા લેવાય તો પણ વ્યક્તિની કોમ્યુનિટી કેર જરૂરિયાતો સંતોષવાની આખરી જવાબદારી સોશિયલ સર્વિસીસની જ હોય છે. સેવા સ્વીકારવાને બદલે પૈસાની સીધી ચૂકવણી માગી શકાય છે, શરત એટલી કે તે વ્યક્તિ જાતે યા કોઈની સહાય લઈને એ પૈસાનો વહીવટ કરવા શક્તિમાન હોય.

આકારણી, સમીક્ષા અને નવેસરથી આંકણી

વ્યક્તિની આકારણી ફરી નવેસરથી કર્યા વગર સેવાઓમાં કાપ ના મૂકી શકાય કે એમાં ફેરફાર ન લાવી શકાય. જો કે, એની જરૂરિયાતો સંતોષાઈ રહી હોય તો એવા ફેરફાર કરી શકાય છે.

નીચે બતાવેલ કોઈ કારણ લાગુ પડે તો આકારણીની સમીક્ષા યા નવેસરથી આકારણી માગવી જોઈએ:

  • કેર પ્લાનના કોઈ પણ પાસા વિશે નાખુશ હો
  • બીજી અલગ યા વધારે સેવાઓની જરૂર હોય
  • જીવનમાં કોઈ પરિવર્તન આપ્યું હોય, દા.ત. ઘર બદલ્યું હોય યા ઘરમાં નવા બાળકનો જન્મ થયો હોય
  • નીચે બતાવેલ બાબતો લાગુ પડે તો એવા અમુક કેસમાં ફરીથી આકારણી કર્યા બાદ સોશિયલ સર્વિસીસ સેવાઓ પાછી ખેંચી લેશે, યા એમાં કાપ મૂકશે યા એને બદલશે:
  • વ્યક્તિની જરૂરિયાતો બદલાઇ ગઈ હોય
  • વ્યક્તિની જરૂરિયાતો બીજી રીતે સંતોષી શકાય
  • યોગ્યતા નક્કી કરવાના લોકલ ઑથોરિટીના માપદંડ બદલાઇ ગયા હોય અને એ કારણથી વ્યક્તિને અમુક સેવાઓ માટે અયોગ્ય ગણવામાં આવે
  • વ્યક્તિ પોતે જ સેવાઓ સ્વીકારવાને ઈચ્છુક ન હોય
  • વ્યક્તિની વર્તણૂંક ગેરવાજબી હોય

ફરિયાદ

આકારણીના યા સંભાળ આયોજનની કાર્યવાહીના કોઈ પણ પાસાથી વ્યક્તિ નાખુશ હોય તો ફરિયાદ કરી શકે છે. કાયદો દરેકે દરેક સોશિયલ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ ઉપર ફરજ પાડે છે કે તેઓએ ફરિયાદના નિવારણ માટેની પ્રક્રિયા પ્રસ્થાપિત કરેલી હોય; તમારા લોકલ સોશિયલ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ પાસેથી તમે એની કોપી મેળવી શકો છો.

મુખ્ય શબ્દો:

1. યોગ્યતાના માપદંડ – સેવાઓ કોને મળી શકે એ નક્કી કરવા માટેની લોકલ કાઉન્સિલની કાર્યપદ્ધતિ.

2. મીન્સ ટેસ્ટ – આર્થિક સહાયની જરૂર છે કે કેમ તે નક્કી કરવા માટે વ્યક્તિની આવકની ચકાસણી.

3. એડવોકેટ – મંદ ગ્રહણશક્તિ વાળા પોતાની જરૂર પ્રમાણે મેળવી શકે અને પોતાના અધિકારો વિશે અવાજ ઉઠાવી શકે એવી મદદ કરનાર વ્યક્તિ.

4. કેર મેનેજર – મંદ ગ્રહણશક્તિ વાળી વ્યક્તિ માટેની સેવાઓની નોંધ લખનાર, એ સેવાઓનું આયોજન કરનાર અને એનો વહીવટ કરનાર કર્મચારી.

5. આવક – ટૅક્સ કપાયા પછી કુટુંબમાં આવતા નાણાં. એમાં પગાર, ટૅક્સ ક્રેડિટ, બેનિફિટ તેમ જ અન્ય જે કોઈ નાણાં આવતા હોય તેને પણ ગણવામાં આવે છે.

6. શ્વેત પત્ર – સરકાર જે કાંઈ ફેરફારો લાવી રહી હોય તેની વિગતો આપતો અહેવાલ.

વેબસાઇટ

પરિચારકના અધિકારોની કાનૂની માર્ગદર્શિકા – પરિચારકના અધિકારો વિશે વધારે માહિતી માટે

http://www.carersnet.org.uk/acts/acts.html

‘ડાયરેક્ટ ગવ’ – કોમ્યુનિટી કેર વિશે વધારે માહિતી માટે

http://www.direct.gov.uk/DisabledPeople/HealthAndSupport/HealthAndS

ocialCareAssessments/fs/en

‘ડાયરેક્ટ ગવ’ (પરિચારકો અને ચાકરી) – ચાકરી/સંભાળ વિશે વધારે માહિતી માટે

http://www.direct.gov.uk/CaringForSomeone/fs/en

‘ડાયરેક્ટ પેમેન્ટ્સ ગાઇડન્સ’ – સીધી ચૂકવણીનું માર્ગદર્શન – સીધી ચૂકવણી વિશે વધારે માહિતી માટે

http://www.dh.gov.uk/assetRoot/04/06/92/62/04069262.pdf

This document was provided by Mencap, http://www.mencap.org.uk