Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

વૃદ્ધ લોક માટે ખાસ NHS સેવાઓ
Special NHS Services for older people

સ્વાસ્થ્ય પ્રોત્સાહન અને માંદા સ્વાસ્થ્યનો બચાવ સ્વાસ્થ્યકાળજીના મહત્વપૂર્ણ હિસ્સા છે. વૃદ્ધ લોકોને સ્વસ્થ, સ્વતંત્ર જીવન જીવવાનું ચાલુ રાખવા સહાય અને ટેકો કરવા સંખ્યાબંધ પ્રારંભિગ પગલાં ખુલ્લા મુકાયા છે.

60ઉપરાંતનાને – મફત પ્રિસ્ક્રિપ્શનો

60 કે તેથી ઉપરાંતની વયના કોઇપણે મફત NHS પ્રિસ્ક્રિપ્શનો માટે ચૂકવવાનું હોતું નથી. તમને તમારી પાત્રતા માન્ય કરવા પ્રિસ્ક્રિપ્શન ની પછવાડે સહી કરવાનું કહેવામાં આવે.

60ઉપરાંતના – મફત NHS દૃષ્ટિ પરીક્ષણો

60 કે તેથી ઉપરની વયના કોઇપણ મફત NHS દૃષ્ટિ પરીક્ષણો માટે પાત્ર છે. એવું સામાન્ય પણે સૂચવવામાં આવે છે કે વ્યસ્કોએ દર બે વર્ષે દૃષ્ટિ પરીક્ષણ કરાવવું જોઇએ. યુવાન વયસ્કો એ દર બે વર્ષે અને જેઓ 70 અને તે ઉપરાંતના છે એ દર 12 મહિને તેની ભલામણ કરાય છે. ઓપ્ટિશીયન્સ તેઓના વ્યાવસાયીક જજમેન્ટને વ્યક્તિગત કિસ્સાઓમાં દૃષ્ટિ પરીક્ષણની અવારનવારતાનો નિર્ણય કરવા ઉપયોગમાં લઈ શકે છે.

કેટલાક ઓપ્ટિશીયન્સ ફકત ‘ખાનગી’ દૃષ્ટિ પરીક્ષણો ની પ્રસ્તુતિ કરે છે. જ્યારે તમે તમારી મુલાકાત નોંધવો ત્યારે તમારો ‘NHS’ દૃષ્ટિ પરીક્ષણ થાય તેની ખાતરી કરો. તમારે એ પણ તપાસવુ કે તેઓ પરીક્ષણોની પૂરી શ્રેણીનો સમાવેશ કરે.

એવી પરિસ્થિતિઓના પરીક્ષણો જેવીકે ગ્લુકોમાં અને અન્ય આંખોમાં રોગો જે વૃદ્ધ લોકોમાં થવાની શક્યતા વધુ હોય છે ખાસ કરીને મહત્વપૂર્ણ છે. આફ્રિકન-કેરિબિયન મુળના કે મધુપ્રમેહ સાથેના કે જેમના સગાં ગ્લોકોમાં સાથેના હોય તેઓ દૃષ્ટિ સમસ્યા વિકસવાના ઊંચા જોખમ ઉપર હોય છે.

જો તમને ચશ્માની આવશ્યકતા હોય તો તમારે જેણે તમારા દૃષ્ટિ પરીક્ષણો કર્યાં છે તેની જ પાસેથી ખરીદવાં આવશ્યક નથી. તમે તમારા પ્રિક્સ્કિપ્શન માટે કહીં શકો અને અન્ય ઓપ્ટિશીયન પાસે તે લઇ જાવ જે ચશ્માની બહોળી પસંદગી શ્રેણી કે સસ્તા ચશ્મા પ્રસ્તુત કરે.

NHS દષ્ટિ પરીક્ષણો અથવા કોઇ દૃષ્ટિ સંબંધી મુદ્દા વિશે અધિક માહિતી માટે ધ રૉયલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ધ બ્લાઇન્ડ (RNIB)નો સંપર્ક કરો. જુઓ વિભાગ “વિષેશ માહિતી”.

75ઉપરાંતનાઓ સ્વાસ્થ્ય તપાસ

જો તમે 75 ઉપરાંતના હો અને કાર્ય કરતી ટુકડીને વર્ષ કે એથી અધિક સુધી જોવાની આવશ્યકતા ન પડી હોય, તો તમે ઈચ્છો તો તમારી સાધારણ તંદુરસ્તી કે કોઇ સ્વાસ્થ્ય સંબંધી કાંઇ તમને હોય તો ચર્ચા કરવા તમે સલાહ સૂચન માટે વિનંતી કરી શકો.

જો, ચિકિત્સકીય કારણોસર, તમે કાર્ય કરનાર પાસે જવામાં મુશ્કેલી અનુભવો તો, તમને ઘર પર મુલાકાતની પ્રસ્તુતિ થવી જોઇએ.

75ઉપરાંતના ચિકિત્સકીયતા ઉપયોગ મંતવ્યો

નેશનલ સર્વીસ ફ્રેમવર્ક ફોર ઓલ્ડર પીપલ 75 ઉપરાંતના બધા જ માટે મફત વાર્ષિક ચિકિત્સકીય તપાસની ભલામણ કરે છે, ચાર કે અધિક ચિકિત્સકીય સાથેના લોકોને આ મંતવ્યો દર છ મહિને લેવા સાથે. ઘણાં PCT ઝ ચિકિત્સકીય ઉપયોગના મંતવ્યો માટે સ્થાનિક માર્ગદર્શક રેખાઓ પર સહમત છે. તમારા GP કે ફાર્માસિસ્ટને સ્થાનિક માર્ગદર્શક રેખા વિશે પુછો.

જો તમે મંતવ્ય માટે આમંત્રિત હો તો, તમે “ફોકસ ઑન યૉર મેડિસીન્સ” ચોપાનિયાની પ્રતિ ધરાવી શકાવા માટે પુછો. તે તમારી તપાસ માટે તમને તૈયાર કરવા અને તમે લેતા ચિકિત્સા વિશેના પૂછવા ચાહો તેવા પ્રશ્નો સૂચવવા માટે બનાવાએલ છે.

65ઉપરાંતના માટે – મફત ફ્લૂ પ્રતિરોધક

ન્યુમોનિયા કે તીવ્ર બ્રોન્કાઇટીસ જેવી સમસ્યાઓ ફ્લૂના ડોઝને અનુસરે. તેથી સરકારની એ નીતિ છે કે બધાજ 65 અને ઉપરાંતની વયના લોકોને ફ્લૂ વિરોધી વાર્ષિક પ્રતિરોધક પ્રસ્તુત કરવું તે યુવા લોકોને પણ ખાસ લાંબા –ગાળાની પરિસ્થિતિઓ કે નિમ્ન પ્રતિરોધ પધ્ધતિ બાકી રહેલ દાખલા તરીકે કેન્સર ચિકિત્સાને કે સ્ટીરોઇડ ચિકિત્સા લેતાઓને પ્રસ્તુત કરાય છે. તમને સામાન્યરીતે ફ્લૂ જૅબ લેવા માટે તમારા સ્થાનિક કાર્ય કરનાર દ્વારા ઊનાળાના અંતે / પાનખરની શરૂઆતમાં આમંત્રણ અપાય.

65ઉપરાંતનાને – ન્યુમોનિયા સામે મફત પ્રતિરોધક

ન્યુમોનિયા, સેપ્ટીસિમીયા અને બેક્ટેરીયલ મેનીન્જાઇટીસ, સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિયાઝ તરીકે ઓળખાતા બેક્ટેરીયા ના કારણો દ્વારા થતી માંદગીઓ સામે તમને આ પ્રતિરોધક સંરક્ષણ આપે. જૅબ સામાન્ય રીતે ન્યુમો જૅબ તરીકે બોલાય છે 2003 થી 80 અને ઉપરાંતની વયના લોકોને પ્રસ્તુત કરાય છે, જેઓ 2004 થી 75 ઉપરાંતના છે અને જેઓ 2005 માં 65 અને તે ઉપરાંતના હોય ને પ્રસ્તુત કરાશે. ન્યુમો જૅબ દર વર્ષે લેવાનું આવશ્યક નથી. જો આપ આ જૅબ વિશે અધિક જાણવા ઈચ્છો તો, તમારા પ્રેક્ટીસને પૂછો કે NHS ડાયરેક્ટને ફોન કરો અને ખાસ ચોપાનિયા માટે પૂછો.

સ્તન કેન્સર અને અન્ય કેન્સરો માટે સ્ક્રીનીંગ

50 અને 70 ની વચ્ચેની વયની સ્ત્રીઓને NHS સ્તન સ્ક્રીનીંગ કાર્યક્રમ. દ્વારા સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરાય છે. જો તમે 70 ઉપરાંતના હો તો તમને આપોઆપ આમંત્રણ નહીં આવે પરંતુ વિનંતી કરવાથી તમને દર ત્રણ વર્ષે સ્ક્રીનીંગ કરાવવાનો હક્ક મળે છે. તમારા સ્થાનિક એકમ ની માહિતી માટે અને/અથવા સ્તન સ્ક્રીનીંગ કાર્યક્રમ વિશે અધિક માહિતી માટે NHS ડાયરેક્ટનો સંપર્ક સાધો.

50 અને 64 ની વચ્ચેની વયની સ્ત્રીઓને દર પાંચ વર્ષોએ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરાય છે.

સરકાર એપ્રિલ 2006 થી તેમના 60 માં પુરૂષો અને સ્ત્રીઓના બાઉલ કેન્સર માટેના સ્ક્રીનીંગ કાર્યક્રમમાંના વિભાગની આશા રાખે છે.

સ્વસ્થ જીવવાની ગતિવિધિઓ

ઘણાં સ્થાનિક પ્રાધિકરણો તેઓના PCTઝ સાથે સંયોજનમાં નિરાંત માટેના કેન્દ્રો પર અને અન્ય સ્થાનોએ ખાસ કરનીને વૃદ્ધ લોકો જેઓ તેઓના સ્વાસ્થ્ય અને ફીટનેસ ને સુધારવા અને તેઓના લચીલાપણાને જાળવવા ઈચ્છતા હોય તેમને માટે ગતિવિધિઓની શ્રેણી પ્રસ્તુત કરે છે. ઓછી-વધતી શક્તિ યા સમર્થતા ધરાવનાર સૌ કોઇને તેઓ આવરી લે છે અને કોઇને લાંબા સમય માટે ઊભા રહેવામાં તકલીફ હોય તો તેને માટે ખુરશી-આધારિત ગતિવિધિઓ પ્રસ્તુત કરે છે. કાર્ય માટે શુલ્ક હોઇ શકે. સ્થાનિક સ્વયંસેવી વ્યવસ્થાપનો જેવા કે એજ કન્સર્ન પણ આવી ગતિવિધિઓ પ્રસ્તુત કરે.

વિષેશ માહિતી

ઉપયોગી વ્યવસ્થાપનો

બ્રિટીશ રેડ ક્રોસ, 9 Grosvenor Crescent, London SW1X 7EJ, ટેલી: 020 7235 5454, વેબસાઇટ: www.redcross.org.uk. બ્રિટીશ રેડ ક્રોસ સામુદાયીક પરિવહન યોજનાઓ અને એક ટુંકા-ગાળાની વ્હીલચેર ધિરાણ સેવા સહિતની સામુદાયીક સેવાઓની શ્રેણી પ્રસ્તુત કરે છે. તમારા સ્થાનિક કાર્યાલયના સંપર્કના નંબર માટે ઉપરના નંબર પર ફોન કરો કે તેઓની વેબસાઇટ માટે જુઓ, વેબસાઇટમાં સમુહો અને વ્યક્તિગત સમુહો દ્વારા પ્રસ્તુત કરાતી સેવાઓની સૂચી હોય છે.

Community Transport Association, Highbank, Hatton Street, Hyde Cheshire SK14 2NY, કાર્યાલય ટેલી: 0870 774 3586 (રાષ્ટ્રીય કોલ દર), સલાહ સેવા ટેલી: 0845 130 6195 (સ્થાનિક કોલ દર) વેબસાઇટ: www.communitytransport.com . આ સંગઠન તમને કહી શકશે કે તમારા વિસ્તારમાં સામુદાયીક પરિવહન યોજના છે કે કેમ અને તમને સંપર્ક નંબર આપશે. તેઓ દરેક યોજના દ્વારા પ્રસ્તુત સેવાઓની વિગતો રાખતા નથી.

રૉયલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ધ બ્લાઇન્ડ (RNIB), ગ્રાહક સેવાઓ PO Box 173 Peterborough PE2 6WS, હેલ્પલાઇન: 0845 766 99 99 (સ્થાનિક કોલ દર). ટાઇપટોક સેવા માટે 18001 0845 766 99 99 ડાયલ કરો, વેબસાઇટ: www.rnib.org.uk. RNIB દૃષ્ટિ સમસ્યાઓ સાથેનાઓ માટે ઉપયોગી માહિતીની શ્રેણી પુરી પાડે છે. હેલ્પલાઇન તેઓની બધી સેવાઓ અને ચળવળો ઉપર સલાહ આપી શકે છે.

રૉયલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડેફ પીપલ(RNID), 19 - 23 Featherstone Street, London EC1Y 8SL, હેલ્પલાઇન નંબર 0808 808 0123 (મફત કોલ); ટેક્સ્ટફોન 0808 808 9000 (મફત કોલ). ઉપરાંત, ટીન્નીટસ હેલ્પલાઇન 0808 808 6666 (મફત કોલ); ટેક્સ્ટફોન 0808 808 0007 (મફત કોલ), વેબસાઇટ: www.rnid.org.uk શ્રાવ્ય સમસ્યાઓ સાથેના લોકો માટે માહિતીની બહોળી શ્રેણી ઉત્પાદિત કરે છે અને NHS શ્રાવ્ય સહાય માહિતી અને એવા જેઓ હિયરીંગ એઇડ ખાનગી રીતે ખરીદવા સહમત હોયને માહિતી પુરી પાડી શકે છે.

સ્વાસ્થ્ય વ્યવસાયીક સંગઠન

Health Professional Council (HPC), Park House, 184 Kennington Park Road, London SE11 4BU, tel: 020 7582 0866, વેબસાઇટ: www.hpc-uk.org. HPC નવી સ્વતંત્ર યુકે ભરમાં ફેલાએલ 12 કિરોપાડીસ્ટ/પોડીઆટ્રીસ્ટ, ડાયેટીશીયન. ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, ફીઝીયોથેરાપિસ્ટ અને સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપિસ્ટ સહિતના હેલ્થકેર વ્યવસાયો સાથેની નિયામક સંસ્થા છે. જે તમે આમાંના એક થેરાપિસ્ટસની સલાહ ખાનગીમાં લેવા ઈચ્છો તો, તેઓ પાકુ કરી શકે કે વ્યક્તિ નોંધાએલ છે કે કેમ નોંધણી માહિતી પણ તેઓની વેસસાઇટ ઉપર ઉપલબ્ધ છે.

Chartered Society of Physiotherapy, 14 Bedford Row, London WC1R 4ED, ટેલી: 020 7306 6666, વેબસાઇટ: www.csp.org.uk. વેબસાઇટ સેક્શન physio2u તમને તમારા વિસ્તારમાં ખાસ ક્ષેત્રમાં નિષ્ણાંત ખાનગી નોંધાએલ પ્રેક્ટીશનર ઓળખવાની છૂટ આપે છે, દા.ત. પેઇન મેનેજમેન્ટ, ઓર્થોપેડિક તે પરિસ્થિતિઓની શ્રેણી જેના પર ફિઝીયોથેરાપિસ્ટ ચિકિત્સા કરી શકેની માહિતી પુરી પાડે છે.

સોસાયટી ઑફ ચિરોપોડિસ્ટ એન્ડ પોડિઆટ્રીસ્ટ, 1 Fellmonger’s Path, Tower Bridge Road, London SE1 3LY, tel: 020 7234 8620, વેબસાઇટ: www.scpod.org.uk. સોસાયટી ફૂટકેર ઉપર માહિતી ઉત્પાદિત કરે છે. તેઓની વેબસાઇટ: www.feetforlife.org. પગ તંદુરસ્ત રાખવા વિશેની અને સામાન્ય પગ સમસ્યાઓની માહિતી ધરાવે છે. તે સ્થાનિક રૂપે નોંધાએલ ચિરોપોડિસ્ટ શોધવાની છૂટ આપે છે.

વેબસાઇટો

www.nhsdirect.nhs.uk

આ NHSની મુખ્ય સ્વાસ્થ્ય સલાહ અને માહિતી વેબસાઇટ છે.

www.nhs.uk

તમને સ્થાનિક સેવાઓ શોધવા દે છે, હોસ્પિટલના કાર્યકુશળતા વર્ણવે છે. અને તમારા સ્થાનિક હોસ્પિટલ ટ્રસ્ટના રેટીંગ્સ જોવા શક્ય બનાવે. તે ટુંકમાં NHS ઇતિહાસ અને NHS માળખાના તાજેતરના ફેરબદલ દેખાડે છે.

www.dh.gov.uk/PolicyAndGuidance/HealthAndSocialCareTopics/OlderPeoplesServices/fs/en

એ નેશનલ સર્વીસ ફ્રેમવર્ક (NSF) વૃધ્ધ લોકો માટેની વેબસાઇટ છે.

www.healthcarecommission.org.uk/Homepage/fs/en

હેલ્થકેર કમીશનની વેબસાઇટ ઈગ્લેન્ડમાં હેલ્થકેરની ગુણવત્તા સુધારવાની જવાબદારીઓની બહોળી શ્રેણી વર્ણવે છે. તે સ્થાનિક NHS સેવાઓના મંતવ્યોને પરિણામે ઉત્પન્ન થએલ અહેવાલો, રોગી મોજણીઓ અને ઈંગ્લેન્ડમાં NHS સંગઠનો માટે સ્ટાર રેટીંગ્સ ધરાવે છે. આ કમીશનનું સરનામું છે Finsbury Tower, 103 – 105 Bunhill Row, London EC1Y 8TG, ટેલીઃ 020 7448 9200.

નોંધ: કમીશન ફોર હેલ્થકેર ઑડિટ એન્ડ ઈન્સ્પેક્શન (CHAI) તેઓનું કાનુની નામ છે.

www.nice.org.uk/

NHS નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર ક્લિનિકલ એક્સેલેન્સ વેબસાઇટ સમજાવે છે કે દર્દીઓની સારવાર અને સંભાળ દેશવ્યાપી માર્ગદર્શન પૂરૂં પાડવા માટે NICE ની કમિટીઓ કેવી રીતે કાર્યરત છે. સાથે જ, NICE ની શરૂઆત 1999માં થઇ ત્યારથી NICE દ્વારા તૈયાર થયેલ અહેવાલોનો સમાવેશ પણ કરે છે.

www.ombudsman.org.uk

સ્વાસ્થ્ય સેવાઓ ઓમ્બ્યુસમેન માટેની વેબસાઇટ – સરનામું Millbank Tower, Millbank London SW1P 4QP, ટેલી: 020 7217 4051.

This document was provided by Age Concern, April 2005. www.ageconcern.org.uk