Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

સમાન તકોઃ અન્ય પ્રકારના ભેદભાવ સામેની કાર્યવાહી
Equal Opportunities (5): Dealing with other types of discrimination

અન્ય પ્રકારના ભેદભાવ સામેની કાર્યવાહી

જો તમારી સાથે તમારી જાતીયતાને કારણે ભેદભાવ કરવામાં આવ્યો હોય અને તે નીચે બતાવેલ બાબતે હોય તો તમારે કાઉન્ટી કોર્ટમાં દાવો કરવો જોઇએ:

  • ઘર અથવા ફ્રલેટ ખરીદવા કે ભાડે લેવા;
  • શાળા અથવા યુનિવર્સિટીમાં જવા; અથવા
  • સામાન અથવા સેવાઓ ખરીદવા અને ઉપયોગ કરવા.

ઇક્વલ ઓપોર્ચ્યૂનિટીઝ કમિશન તમને સહાય અને સલાહ આપી શકશે. તે તમને કેવી રીતે ફરિયાદ કરવી તે, ટ્રાયબ્યુનલ અથવા કોર્ટમાં જવા સહિતની સલાહ પણ આપી શકે છે.

સંપર્કની વિગતો જાણવા 'વિશેષ સહાય' જુઓ.

કોર્ટમાં જવાનું

જો તમે કોર્ટમાં દાવો લઇ જવા ઇચ્છતા હો તો ભેદભાવ થવાના છ મહિનાથી એક દિવસ ઓછાની અંદર તમારે દાવો શરૂ કરવો જોઇએ. દાવાપત્રક N1 ની નકલો અને કાર્યવાહી અંગની અધિક માહિતી તમને કોર્ટ આપી શકે છે.

તમારા દાવા માટે કેવી રીતે ચૂકવણી કરવી

તમારો દાવો £5,000 થી વધારે રકમ માટે હોય તો એની ચૂકવણી કેવી રીતે કરશો તે કાળજીપૂર્વક વિચારી લેવું કેમ કે એની કિંમત ધણી વધારે હોઇ શકે છે. કોર્ટની પ્રક્રિયાઓ માટે તમને જાતે ચૂકવણી કરવાનું ન પોસાય તો, એ ચૂકવવા માટે અન્ય રસ્તા છે:

  • જો તમારો દાવો જાતીય ભેદભાવ અથવા સમાન ચૂકવણી માટેનો હોય તો, ઇક્વલ ઓપોર્ચ્યૂનિટીઝ કમિશનતમારો દાવો લઈ શકે, ઉદાહરણ તરીકે 'ટેસ્ટ કેસ'રૂપે.
  • તમે અમુક ચોક્કસ શરતોને આધીન હો તો કદાચ કોમ્યુનિટી લીગલ સર્વિસ (અગાઉ લીગલ એઇડ તરીકે ઓળખાતી) પાસેથી આર્થિક સહાય મેળવી શકશો. આ વિશે અધિક જાણકારી માટે વિશેષ સહાય જોઇએ તો 'ધ કોમ્યુનિટી લીગલ સર્વિસ' જુઓ.
  • 'નો-વીન, નો-ફી' ના સિધ્ધાંત ઉપર તમારો કેસ હાથમાં લે એવો સોલિસિટર તમને કદાચ મળી જાય. આ વિશે અધિક જાણવા માટે કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટની 'નો-વીન, નો-ફી એક્શન્સ' નામની પત્રિકા જુઓ.

માનવ અધિકાર ધારો (હ્યુમન રાઇટ્સ એક્ટ)

હ્યુમન રાઇટ્સ એક્ટ 1998 ઘણાં વિવિધ પ્રકારોના ભેદભાવોને આવરે છે - અન્ય ભેદભાવ કાનૂનો દ્વારા ન આવરી લેવાયા હોય એવા કેટલાંક સહિત. જો કે, આ કાનૂનનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરી શકાય જ્યારે એ ધારાની અન્ય કલમ (કોઇ ખાસ સિદ્ધાંત) લાગુ પડતી હોય, જેમકે, 'ખાનગી તેમજ પારિવારિક જીવનનું માન જાળવવા'નો અધિકાર.

ઉપરાંત, આ ધારા હેઠળના અધિકારોનો ઉપયોગ માત્ર જાહેર પ્રાધિકરણ સામે જ કરી શકાય (ઉદાહરણ તરીકે પોલીસ, સ્થાનિક કાઉન્સિલ અથવા જોબ સેન્ટર પ્લસ), ખાનગી કંપની સામે નહી. જો કે, ભેદભાવ બારામાં નિર્ણય લેતી વખતે કોર્ટ હ્યુમન રાઇટ્સ એક્ટ શું કહે છે તેને સામાન્ય રીતે ધ્યાન પર લે છે. આના ઉપર અધિક માટે જુઓ કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટની પત્રિકા, 'ધ હ્યુમન રાઇટ્સ એક્ટ'.

તમારી વયને કારણે ભેદભાવ

તમારી વયને કારણે તમારી સામે લોકો અથવા સંસ્થાઓને ભેદભાવ કરતાં રોકવા કોઇ કાયદા અત્યારે નથી. ઉદાહરણ તરીકે, કાર્ય પર, જ્યારે કર્મચારીઓને ભરતી કરવા અથવા બઢતી આપવા કે રિડન્ડન્ટ બનાવવા માટે પસંદ કરાતા હોય ત્યારે લોકોની વયને ધ્યાનમાં રાખવાની એમ્પ્લોયરને છૂટ છે. જો તમે 65 થી નીચેના હો અને કોઇ એક સંસ્થામાં ઓછામાં ઓછા બે વર્ષ માટે નોકરી કરી હોય તો, રિડન્ડન્સીના પગારનો તમારો હક્ક થાય છે. પરંતુ અમુક ચોક્કસ વય પર (સામાન્ય રીતે 60 કે 65) તમે પહોંચો ત્યારે તમે નિવૃત્તિ લો એવો આગ્રહ એમ્પ્લોયર રાખી શકે છે.

'કોડ ઓફ પ્રૅક્ટિસ ઓન એજ ડાયવર્સિટી ઇન એમ્પ્લોયમેન્ટ' એ વયને આધારે થતા ભેદભાવને અટકાવવા માટેની સરકારની માર્ગદર્શિકા છે. તે કાયદો નથી, પંરતુ નીચે બતાવેલ બાબતોમાં એમ્પ્લોયરે બધી જ વયના લોકો સાથે ન્યાયીક કેવી રીતે રહેવું તે માટેના અમુક મુદ્દાઓ છે:

  • ભરતી;
  • બઢતી;
  • પ્રશિક્ષણ/તાલીમ;
  • કર્મચારીગણને રિડન્ડન્ટ બનાવવામાં; અને
  • નિવૃત્તિ બારામાં.

તે નોકરીની જાહેરાત કઇ રીતે થઇ અને ઇન્ટર્વ્યૂ કઇ રીતે લેવાયા એવી બાબતોને એ આવરી લે. એ માર્ગદર્શિકા અંગે અધિક કેવી રીતે જાણવું એ માટે જુઓ 'વિશેષ સહાય'.

તમે અગાઉથી જ નોકરીમાં હો તો, વય પર આધારિત ભેદભાવને આવરી લે એવી સમાન તકોની નીતિ તમારા એમ્પ્લોયરે કદાચ રાખેલી જ હોય. જો હોય, અને તેઓ તેને અનુસરતા ન હોય તો, તે તમારા રોજગારના કરારનો ભંગ લેખી શકાય, અને તમે એમ્પ્લોયમેન્ટ ટ્રાઇબ્યુનલ અથવા કોર્ટ દ્વારા દાવો કરી શકો છે.

2001 ના પ્રારંભમાં સરકારે જાહેર કરેલું કે કાર્યસ્થાનમાં પર વયને આધારે ભેદભાવ બારામાં યુરોપીયન યુનિયન ઇક્વલ ટ્રીટમેન્ટ ડાયરેક્ટીવ (યુરોપનો એક ) ને અનુસરતા કાયદાઓને લાગુ કરશે. આ આદેશપત્ર યુરોપીયન યુનિયનના બધા જ દેશોમાં ભેદભાવ અટકાવવા માટે બનેલ. પરંતુ આ નવા કાયદાઓ ઓક્ટોબર 2006 પહેલા લાગુ થવાના નથી.

જો કે, તમને થાય કે વયને કારણે તમને અન્યાયી રીતે છૂટા કર્યા છે યા રિડન્ડન્ટ કર્યા છે તો, એમ્પ્લોયમેન્ટ રાઇટ્સ એક્ટ હેઠળ તમે એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં યા કોર્ટમાં હજી પણ દાવો કરી શકો છો. (જુઓ 'ગોઈંગ ટુ એન એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ'). તમે જાહેર-ક્ષેત્રના કર્મચારી હો (ઉદાહરણ તરીકે સરકારી નોકરી હોય અથવા સ્થાનિક કાઉન્સિલ માટે કાર્ય કર્યું હોય) તો તમે હ્યુમન રાઇટ્સ એક્ટ (માનવાધિકાર ધારો) હેઠળ દાવો કરી શકો (જુઓ 'ધ હ્યુમન રાઇટ્સ એક્ટ').

વિશેષ સહાય

કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટ

સામાન્ય કાનૂની મુદ્દાઓ ઉપર મફત માહિતી, સહાય અને સલાહ જનતાને સીધી પૂરી પાડે છે.

ફોનઃ 0845 345 4 345

કાર્યકુશળ કાનૂની સલાહકાર સાથે લાભો અને ટેક્સ ક્રેડિટ્સ, કરજ, શિક્ષણ, આવાસ અથવા રોજગાર અંગે વાત કરો અથવા અન્ય સમસ્યાઓ માટે સ્થાનિક સલાહ સેવાઓ શોધી કાઢો.

www.clsdirect.org.uk ઉપર ક્લિક કરીને

સારી ગુણવત્તા વાળો સ્થાનિક કાનૂની સલાહકાર અથવા વકીલ શોધો અને ઓનલાઇન માહિતી અને સહાયતા આપે એવા અન્ય સંસાધનો માટે જોડાણ કરો.

ઇક્વલ ઓપોર્ચ્યૂનિટીઝ કમિશન

ફોનઃ 08456 015 901

www.eoc.org.uk

એડવાઇઝરી સેન્ટર ફોર એજ્યુકેશન (ACE)

શાળામાં ભેદભાવ ઉપર સલાહ માટે

સોમવાર થી શુક્રવાર બપોરના 2 થી સાંજે 5 ચાલુ રહેતી હેલ્પલાઇન

ફોનઃ 0808 800 5793

www.ace-ed.org.uk

ધી એડવાઇઝરી, કોન્સિલિએશન એન્ડ આર્બિટ્રેશન સર્વિસ (ACAS)

તમારા નિકટના જાહેર પૂછપરછ કેન્દ્રને શોધી કાઢવા માટે

ફોનઃ 08457 474747

www.acas.org.uk

એજ કનર્સન

ફોનઃ 0800 00 99 66

www.ace.org.uk

એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ સર્વિસ

એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલની પૂછપરછ માટેની લાઇન

ફોનઃ 08457 95 9775

www.employmenttribunals.gov.uk

ધ જેન્ડર ટ્રસ્ટ

ટ્રાન્સજેન્ડર (લિંગ-પરિવર્તન કરાવ્યું હોય તેવા) લોકો માટે

ફોનઃ 0700 0790 347

www.gendertrust.org.uk

સ્ટોનવૉલ

લેસ્બિયન, GAY પુરુષો અને બાઇસેક્સુઅલ (દ્વિલિંગી) લોકો માટે

ફોનઃ 020 7881 9440

www.stonewall.org.uk

ટેરેન્સ હિગિન્સ ટ્રસ્ટ

HIV અથવાAIDS વાળા લોકો માટે

ફોનઃ 0845 1221 200

www.tht.org.uk

થર્ડ એજ એમ્પ્લોયમેન્ટ નેટવર્ક

ફોનઃ 020 7843 1590

www.taen.org.uk

'કોડ ઑફ પ્રેક્ટિસ ઓન એજ ડાયવર્સિટી ઇન એમ્પ્લોયમેન્ટ' માટે, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સની અંદર એજ પોઝીટીવ ટીમનો સંપર્ક કરો.

ફોનઃ 08457 330 360

www.agepositive.gov.uk

આ પત્રિકા લીગલ સર્વિસીસ કમિશન (LSC) નું પ્રકાશન છે. લેસ્લીઓવેન વાળા સારા લેસ્લીના સહયોગમાં એ લખાએલ હતી.

This document was provided by Community Legal Service Direct, December 2005, www.clsdirect.org.uk