multikulti

સમાન તકોઃ ભેદભાવ અંગે તમે શું કરી શકો

Equal Opportunities (4): What you can do about discrimination

ભેદભાવ અંગે તમે શું કરી શકો

તમે ભેદભાવના ભોગ બન્યા હો તો સૌ પ્રથમ એ વિચારો કે તમને શું જોઇએ છે. તમે કદાચ નીચે બતાવેલ કોઇ ઇચ્છા ધરાવતા હશો, કઇ રીતે ભેદભાવ પામ્યા તેના આધારે:

  • તમારી નોકરી પાછી મળે;
  • વળતર મળે;
  • માફી મળે; અથવા
  • સંસ્થા ભવિષ્યમાં આ પ્રકારે ભેદભાવ નહીં કરે એવા સ્પષ્ટ એંધાણ મળે.

તમે જે કાંઇ ઇચ્છો તે, તમારી સાથે જેણે ભેદભાવ કર્યો તે વ્યકિત કે સંસ્થા (ઉદાહરણ તરીકે, તમારા એમ્પ્લોયર) સાથે સૌ પ્રથમ મામલાનો ઉકેલ લાવી જુઓ.

આ રીતે ફરિયાદ કરવાથી ધાર્યું પરિણામ ન આવે તો આગળ શું પગલાં લેવા એ

તમે ભોગવેલ ભેદભાવનો પ્રકાર અને તે બિના ક્યાં બની તેના ઉપર આધાર રાખશે.

કાર્ય પરના ભેદભાવનું નિવારણ

તમારી સાથે કાર્ય પર ભેદભાવ થયો હોય તો, તમે તમારો કિસ્સો એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં લઇ જઇ શકો છો.

જો કે, ઓક્ટોબર 2004 થી અમલમાં આવેલ નવા કાયદા કહે છે કે તમે અને તમારા એમ્પ્લોયર તમારો કિસ્સો ટ્રાયબ્યુનલમાં લઈ જાઓ તે અગાઉ સ્ટેચ્યુટરી ગ્રીવન્સ પ્રોસીજર (કાયદેસર ઘડાયેલી કાર્યવાહી) ને અનુસરવાનું જરૂરી છે. મતલબ કે તમારે એમ્પ્લોયરને લેખિત ફરિયાદ નોંધાવવાની હોય કે શા કારણથી તમને ભેદભાવ થયો હોય એવું લાગે છે. જે ઘટના વિશે તમે ફરિયાદ કરી રહ્યાં હો તે ઘટના ઘટવાના ત્રણ મહિનાની અંદર એ કરવાની હોય છે. આ સમય મર્યાદા જો કે સમાન પગાર અંગેની ફરિયાદ માટે લાગુ પડતી નથી. આ કિસ્સામાં

  • એમ્પ્લોયરને ત્યાં તમારી નોકરી ચાલુ હોય તે દરમ્યાન ગમે તે સમયે; અથવા
  • એ નોકરી છોડ્યા બાદ છ મહિનાની અંદર,

તમે લેખિત ફરિયાદ મોકલી શકો છો.

એમ્પ્લોયરે ફરિયાદની ચર્ચા કરવા તમારી સાથે મુલાકાત ગોઠવવી જ જોઇએ. મુલાકાત બાદ તમારા એમ્પ્લોયરે કહેવું જ જોઇએ કે તમારી ફરિયાદ અંગે તે શું કરશે. તેના નિર્ણય સાથે તમે સહમત ન હો તો કેવી રીતે અપીલ કરવી એ પણ તેણે તમને જણાવવું જ પડશે.

એકવાર તમોએ ફરિયાદ નોંધાવી હોય ત્યાર પછી તમારે ટ્રાયબ્યુનલમાં દાવો દાખલ કરતા અગાઉ 28 દિવસો સુધી રાહ જોવી પડશે. એમ્પ્લોયર તમારી ફરિયાદની પ્રતિક્રિયા આપે કે ન આપે તો પણ આ સમય મર્યાદા લાગુ પડશે.

ફરિયાદની નવી કાર્યવાહી એ કાનૂન છે અને અમુક ખાસ પરિસ્થિતિના અપવાદ સિવાય એને સંપૂર્ણ રીતે અનુસરવા જોઇએ જ. ઉદાહરણ તરીકે, નીચે બતાવેલ સંજોગોમાં નવી કાર્યવાહીઓ લાગુ પડશે નહીં:

  • તમારી ફરિયાદ પાર્ટ-ટાઇમ વર્કર્સ રેગ્યુલેશન્સ અને ફિક્સ્ડ-ટર્મ એમ્પ્લોયી રેગ્યુલેશન્સ હેઠળ ઓછી પક્ષપાતી વર્તણૂંક અંગેની હોય (જુઓ 'પાર્ટ-ટાઇમ વર્ક');
  • તમે જ્યાં કામ કરતાં હતાં તે સંસ્થાના તમે એમ્પ્લોયી નથી, કારણકે તમે, ઉદાહરણ તરીકે, પોતિકો ધંધો કરતાં હો; અથવા
  • તમારી ફરિયાદ બરતરફી અંગેની હોય, અને તમારા એમ્પ્લોયરે તમને બરતરફ કરી દીધાં હોય અથવા બરતરફ કરવાનું વિચારી રહ્યાં હોય.

તમોએ નોકરી છોડી દીધી હોય તો, તમે અને તમારા એમ્પ્લોયર ફરિયાદની પતાવટ રૂબરૂ મુલાકાત વગર જ ફક્ત પત્રો દ્વારા કરવા સહમતી સાધી શકો છો. પરંતુ તમારા એમ્પ્લોયર તમને એમ કરવા દબાણ ન કરી શકે.

જો વિવાદ એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં પહોંચે અને ટ્રાયબ્યુનલ નિર્ણય કરે કે તમે ફરિયાદ નિવારણની કાર્યવાહીને સંપૂર્ણ રીતે અનુસર્યા નથી તો, તે તમને અપાતા વળતરને ઘટાડી શકે છે. તમારા કિસ્સામાં આ નવા નિયમો લાગુ પડવા અંગે તમને ખાતરી ન હોય તો તમારે સલાહ લેવી જોઇએ.

તમારા એમ્પ્લોયર તમારી સામે શિસ્ત-ભંગ માટેની કાર્યવાહી અથવા બરતરફી ઇચ્છતા હોય તો તેણે પ્રથમ શિસ્તપાલનની નિયત કાર્યવાહીને અનુસરવી જોઇશે. તેઓ કાર્યવાહીને પૂરી રીતે અનુસર્યા વગર તમને બરતરફ કરે તો એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ આપોઆપ તમારી બરતરફીને અન્યાયી ગણશે, અને તમને ઓછામાં ઓછા ચાર સપ્તાહનો પગાર નુકસાની પેટે અપાવશે.

તમને બરતરફ કર્યા હોય યા તમે રિડન્ડન્સીનો સામનો કરી રહ્યા હો તો તમારા અધિકારો અંગે અધિક માહિતી માટે કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટની 'એમ્પ્લોયમેન્ટ' નામની પત્રિકા જુઓ.

એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં જવાનું

નીચે બતાવેલ કોઇ બાબત લાગુ પડે તો તમે તમારા દાવાને એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં લઈ જઈ શકો છો:

  • તમે ફરિયાદની યા શિસ્ત-ભંગ માટેની કાર્યવાહી અનુસર્યા હો પરંતુ પરિણામથી નાખુશ હો;
  • તમારા એમ્પ્લોયર ફરિયાદની યા શિસ્ત-ભંગ માટેની કાર્યવાહીને ઉચિત રીતે અનુસર્યા ન હોય; અથવા
  • તમારા કિસ્સામાં ફરિયાદની યા શિસ્ત-ભંગ માટેની કાર્યવાહી લાગુ પડતી ન હોય.

આ બધા જ કિસ્સાઓમાં, તમારી ફરિયાદ ઓછામાં ઓછા 28 દિવસ અગાઉ તમારા એમ્પ્લોયર સમક્ષ નોંધાવેલી હોવી જોઇએ.

ટ્રાયબ્યુનલમાં જવાની કિંમત નીચી હોઇ શકે છે. તમે કેસ હારો તો પણ તમારે એમ્પ્લોયરના ખર્ચનું વળતર ન આપવું પડે, સિવાય કે ટ્રાયબ્યુનલ તમારા દાવાને ગેરવ્યાજબી ગણે.

ટ્રાયબ્યુનલમાં દાવો નોંધાવવા માટે તમારે ET1 તરીકે ઓળખાતું એક આવેદન પત્ર, ભરવાનું હોય છે. આ ફોર્મ તમારા સ્થાનિક જૉબસેન્ટર પ્લસ પાસેથી કે સિટિઝન્સ એડવાઇસ બ્યુરો પાસેથી અથવા એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ સર્વિસ પરથી ઓનલાઇન મળી શકે છે. (જુઓ 'વિશેષ સહાય').

ભેદભાવ થવા અંગેની સૌ પ્રથમ જાણ થાય ત્યારથી ગણતા ત્રણ મહિનામાં એક દિવસ બાકી હોય ત્યાં સુધીમાં એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં દાવો નોંધાવવો જોઇએ. આમ છતાં, ભેદભાવ નિરંતર ચાલુ હોય તો આ સમય મર્યાદા લાગુ પડતી નથી.

સમાન પગાર અંગે તમે ફરિયાદ કરી રહ્યાં હો તો પણ આ સમય મર્યાદા લાગુ પડતી નથી. આ કિસ્સામાં ટ્રાયબ્યુનલમાં દાવો નોંધાવવામાં નીચેની બાબત લાગુ પડશે:

  • એમ્પ્લોયર માટે તમારી નોકરી ચાલુ હોય ત્યાં સુધી કોઇપણ સમયે; અથવા
  • એ નોકરી છોડી દીધા બાદ છ મહિનામાં એક દિવસ બાકી હોય ત્યાં સુધીમાં.

જો તમે ફરિયાદ અથવા શિસ્ત-ભંગ માટેની કાર્યવાહીમાંથી પસાર થઇ રહ્યાં હો તો, જ્યાં સુધી નીચેની બાબત લાગુ પડે ત્યાં સુધી દાવો નોંધાવવા માટે વિશેષ ત્રણ મહિના મળી શકે છે:

  • તમારી અસંતોષ ફરિયાદ તમે એમ્પ્લોયરને ખરી સમય મર્યાદાની અંદર મોકલી હોય; અથવા
  • બરતરફી અથવા શિસ્ત-ભંગ માટેની કાર્યવાહી ચાલુ હોય, અથવા તમારી પાસે તે ચાલતી હોય એમ માનવાને સબળ કારણ છે.

પ્રશ્નાવલી કાર્યવાહીનો ઉપયોગ

તમે એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં દાવો કરવા ઇચ્છતા હો તો, સામાન્ય રીતે, તમારા એમ્પ્લોયરને તમારે ક્વેશ્ચનેર (પ્રશ્નાવલી) નામે ઓળખાતું એક ફોર્મ મોકલવાનું હોય છે. આ ફોર્મ નીચે બતાવેલ સ્થળેથી મળી શકશે:

  • જૉબસેન્ટર પ્લસ; અથવા
  • તમારો દાવો લિંગ ભેદભાવ અથવા સમાન પગાર અંગેનો હોય તો ઇક્વલ ઓપોર્ચ્યૂનિટીઝ કમિશન.

આ ફોર્મમાં, તમારી સાથે થયેલ વર્તાવ બારામાં અધિક માહિતી માટે તમારા એમ્પ્લોયરને તમે પૂછી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે માનો છો કે તમો એ તમારા લિંગને કારણે તમને નોકરી નથી આપી તો, તમે નીચે મુજબ વિગતો માગી શકો છો:

  • તમારા એમ્પ્લોયરની પસંદગી કરવાની પદ્ધતિ; અને
  • જે વ્યક્તિને નોકરી આપવામાં આવી તેની યોગ્યતાઓ અને અનુભવ, તે જોવા કે તમારી સરખામણીમાં એ કેટલે આવે છે.

તમે માનતા હો કે તમને સમાન પગાર નથી મળતો તો, આ ફોર્મ થકી તમે એ બાબત ચોક્કસ કરી શકશો અને એની પાછળ કોઇ કારણ હોય તો તે કળી શકશો.

તમારે ફોર્મ નીચે બતાવેલ સમયગાળામાં એમ્પ્લોયરને મોકલવું પડશે:

  • ભેદભાવ થયો ત્યારથી ત્રણ મહિનાની અંદર; અથવા
  • એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં તમારી ફરિયાદ પહોંચે તેનાથી 21 દિવસની અદંર.

પ્રશ્નાવલી કાર્યવાહીનો ઉપયોગ કરવાનું ફરજીયાત નથી, પરંતુ સામાન્ય રીતે તે તમારા કિસ્સાને સહાય કરશે. તે જ રીતે, એમ્પ્લોયરે ફોર્મ ભરવાનું હોતું નથી, પરંતુ જો તે એમ ના કરે તો તેનો કેસ નબળો બનશે. અને જો તમે આનો ઉપયોગ કરો તો, ટ્રાયબ્યુનલ તમારો કેસ હાથમાં લે તે અગાઉ તમે તમારી ફરિયાદ પાછી ખેંચી શકો છો.

વળતરનો હિસાબ કેવી રીતે થાય

જો ટ્રાયબ્યુનલ એમ નિર્ણય લે કે તમારી સામે અન્યાયી રીતે ભેદભાવ થયો છે તો તમને નીચે પ્રમાણે વળતર અપાવી શકે:

  • આવકમાં ઘટાડો (ભેદભાવ ન પામ્યાં હોત તો તમે કમાઇ શક્યા હોત તે રકમ સહિત);
  • તમારી લાગણીને લાગેલી ઠોકર;
  • તમને પોતાને થયેલ ઇજા, જો તે ભેદભાવને કારણે થઇ હોય તો.

ટ્રાયબ્યુનલના નિર્ણયથી તમે નાખુશ હો તો

ટ્રાયબ્યુનલે કેવી રીતે નિર્ણય લીધો તે અંગે તમે અથવા તમારા એમ્પ્લોયર નાખુશ હો તો તમે એમ્પ્લોયમેન્ટ અપીલ્સ ટ્રાયબ્યુનલમાં અપીલ કરી શકો છો. પરંતુ ફક્ત કાયદાનું અનુસરણ બરાબર થયું કે નહીં તે વિશે જ અપીલ કરી શકશો, નહીં કે ટ્રાયબ્યુનલનો નિર્ણય તમને અન્યાયી લાગતો હોય તે વિશે. નિર્ણય પછી અપીલ નોંધાવવા માટે તમારી પાસે 42 દિવસ હોય છે.

વિશેષ સહાય

કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટ

સામાન્ય કાનૂની મુદ્દાઓ ઉપર મફત માહિતી, સહાય અને સલાહ જનતાને સીધી પૂરી પાડે છે.

ફોનઃ 0845 345 4 345

કાર્યકુશળ કાનૂની સલાહકાર સાથે લાભો અને ટેક્સ ક્રેડિટ્સ, કરજ, શિક્ષણ, આવાસ અથવા રોજગાર અંગે વાત કરો અથવા અન્ય સમસ્યાઓ માટે સ્થાનિક સલાહ સેવાઓ શોધી કાઢો.

www.clsdirect.org.uk ઉપર ક્લિક કરીને

સારી ગુણવત્તા વાળો સ્થાનિક કાનૂની સલાહકાર અથવા વકીલ શોધો અને ઓનલાઇન માહિતી અને સહાયતા આપે એવા અન્ય સંસાધનો માટે જોડાણ કરો.

ઇક્વલ ઓપોર્ચ્યૂનિટીઝ કમિશન

ફોનઃ 08456 015 901

www.eoc.org.uk

એડવાઇઝરી સેન્ટર ફોર એજ્યુકેશન (ACE)

શાળામાં ભેદભાવ ઉપર સલાહ માટે

સોમવાર થી શુક્રવાર બપોરના 2 થી સાંજે 5 ચાલુ રહેતી હેલ્પલાઇન

ફોનઃ 0808 800 5793

www.ace-ed.org.uk

ધી એડવાઇઝરી, કોન્સિલિએશન એન્ડ આર્બિટ્રેશન સર્વિસ (ACAS)

તમારા નિકટના જાહેર પૂછપરછ કેન્દ્રને શોધી કાઢવા માટે

ફોનઃ 08457 474747

www.acas.org.uk

એજ કનર્સન

ફોનઃ 0800 00 99 66

www.ace.org.uk

એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ સર્વિસ

એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલની પૂછપરછ માટેની લાઇન

ફોનઃ 08457 95 9775

www.employmenttribunals.gov.uk

ધ જેન્ડર ટ્રસ્ટ

ટ્રાન્સજેન્ડર (લિંગ-પરિવર્તન કરાવ્યું હોય તેવા) લોકો માટે

ફોનઃ 0700 0790 347

www.gendertrust.org.uk

સ્ટોનવૉલ

લેસ્બિયન, GAY પુરુષો અને બાઇસેક્સુઅલ (દ્વિલિંગી) લોકો માટે

ફોનઃ 020 7881 9440

www.stonewall.org.uk

ટેરેન્સ હિગિન્સ ટ્રસ્ટ

HIV અથવાAIDS વાળા લોકો માટે

ફોનઃ 0845 1221 200

www.tht.org.uk

થર્ડ એજ એમ્પ્લોયમેન્ટ નેટવર્ક

ફોનઃ 020 7843 1590

www.taen.org.uk

'કોડ ઑફ પ્રેક્ટિસ ઓન એજ ડાયવર્સિટી ઇન એમ્પ્લોયમેન્ટ' માટે, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સની અંદર એજ પોઝીટીવ ટીમનો સંપર્ક કરો.

ફોનઃ 08457 330 360

www.agepositive.gov.uk

આ પત્રિકા લીગલ સર્વિસીસ કમિશન (LSC) નું પ્રકાશન છે. લેસ્લીઓવેન વાળા સારા લેસ્લીના સહયોગમાં એ લખાએલ હતી.

This document was provided by Community Legal Service Direct, December 2005, www.clsdirect.org.uk

Document Links

www.clsdirect.org.uk
The Community legal Service Direct web site.
http://www.clsdirect.org.uk
www.multikulti.org.uk