Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

બાળકોની ‘પડકાર રૂપ’ વર્તણૂક
childrens "challenging" behaviour

બાળ-ઉછેરને લગતી મુશ્કેલીઓના નિવારણ માટે તમને આત્મવિશ્વાસ આપવા અર્થે; બાળક સાથેના સંબંધો સુધારવા માટે કયા માર્ગ અખત્યાર કરવા તે માટેના માર્ગદર્શન અર્થે; તેમ જ, બાળકનું વર્તન તમને યોગ્ય લાગે છે કે કેમ એ નક્કી કરવા માટે જરૂરી માહિતી આપવા અર્થે, આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે.

બાળકનું વર્તન પોતાને કે અન્ય કોઇને હાનિ ના પહોંચાડે એ અગત્યનું છે.

માવતર પાસેથી શું અપેક્ષા રખાય છે તે સમજી લો

બાળકનો ઉછેર કરવો એ કોઇને કાયમ માટે સરળ તો નથી જ લાગતું.

સમય અને શક્તિનો અભાવ યા પૈસાની ખેંચ તમને ચિંતાતુર કરી મૂકશે, અને ઘણી વાર તો તમે તણાવ પણ અનુભવશો. એમાં જો બાળકની વર્તણૂક બગડે તો તો બાજી હાથમાંથી સરી જતી હોય એવું લાગે.

આવું બને ત્યારે કુટુંબજીવન ખોરવાઇ જતું લાગે અને બાળકનું ભવિષ્ય કથળતું લાગે.

માવતર તરીકેની તમારી આવડતમાં તમને પૂરતો વિશ્વાસ ના હોય તો એની પાછળ અનેક કારણ હોઇ શકે છે – જેમ કે, તમારા મા-બાપ સાથેના તમારા પોતાના સંબંધોમાં કોઇ ખામી રહી ગઇ હોય.

આ બધા પરિબળો તમારા બાળકને લગતી મુશ્કેલીઓને ઉકેલવામાં અવરોધ ઊભા કરી શકે છે.

બાળકોની ‘પડકાર રૂપ’ વર્તણૂક

બાળકો નિયમોને કસોટીની એરણ પર મૂકશે

દરેક ઉંમરે બાળકો નિયમોને કસોટીની એરણ પર મૂકશે જ મૂકશે. આમ કરીને તેઓ તમારો તેમ જ તમે નક્કી કરેલ મર્યાદાનો વિશ્વાસ કરવાનું શીખશે.

ગુસ્સે થઇને રીસાવું કે વાયડા થવું, યા વારંવાર નન્નો ભણતા રહેવું, કે “મને જોઇએ જ જોઇએ”નું રટણ કરતા રહેવું, આ બધાં પોતાની મર્યાદા યા સીમા નક્કી કરવાના નુસખા છે. એના થકી એ તમારા નિયમોને પડકારે છે, માવતર તરીકેની તમારી સત્તાને નહીં.

સંતાન પાસેથી શું અપેક્ષા રખાય

એને માટે તમે શું ચાહો છો?

તમે એની પાસેથી કેવી વર્તણૂક ચાહો છો?

આપણા સતાનો આપણુ જ અંગ છે, આપણુ જ પ્રતિબિંબ બની રહે છે, તેમ છતાં તેમનું પોતાનું અંગત અસ્તિત્વ પણ હોય છે જ.

એની પાસેથી શાની આશા રાખવી વાસ્તવિક કહેવાય?

‘નોર્મલ ‘, ‘સ્વાભાવિક‘ એટલે શું?

ઉંમર વધે તેમ તેમ બાળકને જુદી જુદી વસ્તુઓ શીખવાની હોય છે અને જુદી જુદી કળાઓ ઉપર પ્રભુત્વ કેળવવાનું હોય છે, તેથી સમય જતાં તેની વર્તણૂક પણ બદલાતી રહેશે, દા. તઃ

  • બે વર્ષનું બાળક પોતાના અવયવોની એકસૂત્રતા સાધવાનું શીખતું હોય છે તથા વાણી-ભાષા ગ્રહણ કરતું હોય છે;
  • દસ વર્ષનું બાળક પોતાની લાગણીઓ/ભાવનાઓને સમજતું થાય છે તેમ જ એના સમોવડિયાઓના વર્તનને સમજતું થાય છે;
  • પંદર વર્ષના તરુણો પોતાપણું સમજવા તથા વિશ્વમાં પોતાનું આગવું સ્થાન પારખવા જેવા ગહન મનોવૈજ્ઞાનિક કોયડા ઉકેલવા મથતા હોય છે.

બાળકોના ઉછેર બાબત તમારે અમુક બાંધછોડ કરવી પડશે. બાળકની ઉંમર અને એના વ્યક્તિત્વ પ્રમાણે એને ઉછેરવા પડશે. તમને જેમ જેમ અનુભવજ્ઞાન આવશે અને જેમ જેમ બાળક મોટાં થતા જશે તેમ તેમ તમારી બાળ-ઉછેર પદ્ધતિ પણ પરિવર્તન પામતી જશે.

આમ છતાં, બાળક ગમે તે ઉંમરનું હોય તો પણ અમુક સિદ્ધાંતો લાગુ પડશે જ; અને નિયમો તથા શરતો બાબત તમે પોતે સુસંગતતા રાખશો તો તમારા બાળકોને પણ એમાં સલામતીભર્યું લાગશે.

આવી પડકાર-રૂપી વર્તણૂક શા માટે?

ક્યારેક એવું બને છે કે બાળક પોતાની ભાવના કોઇ રીતે વ્યક્ત ના કરી શકતું હોય, અને એ જ કારણથી એના વર્તન થકી એ પોતાની ભાવના આપની સમક્ષ રજૂ કરશે.

ગુસ્સાની ભાવના, કોઇ બાબતમાં હતાશા કે અનિશ્ચિતતાની ભાવના, પોતે દોષિત હોવાની ભાવના કે શરમની ભાવના બાળકને હશે તો એ ક્યારેક એકદમ હતાશ થઇ જશે, યા થાકેલું લાગશે યા શારીરિક અસ્વસ્થતા અનુભવશે, અથવા એકદમ આવેશમાં આવી જશે કે કાંઇક અજુગતું કરી બેસશે.

ઍટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસોર્ડર (એડીએચડી)

એકદમ અધીરા તથા ઉત્પાતિયા બાળકોને ‘હાયપર‘કહેવામાં આવે છે. એડીએચડી વાળા બાળકોનું વર્તન અંતિમ તબક્કાનું બની રહે છે અને કુટુંબ માટે તેમ જ આસપાસના અન્ય લોકો માટે હાનિકારક યા ચિંતાજનક બની જાય છે.

એડીએચડી વાળું બાળક કોઇ બાબતમાં લાંબા સમય સુધી ચિત્ત નહીં પરોવી શકે અને, ખાસ તો તમે શાન્તિ ઇચ્છતા હશો ત્યારે, જંપીને બેસશે પણ નહીં – દા. ત. પોતાનો વારો આવે તેની રાહ નહીં જુએ, વગર વિચાર્યે કાંઇક કરશે યા કોઇ નિયમનું ઉલ્લંઘન કરશે.

આવા બાળકો પોતે પણ વ્યથા ભોગવતા હોય છે અને સંભવ છે કે સ્કૂલે અભ્યાસમાં પાછળ રહી જાય અથવા મિત્રતા ના કેળવી શકે. એ વારંવાર અકસ્માતનો ભોગ બનતા રહેશે અને રોષે ભરાશે યા અનિદ્રાથી પીડાશે.

એડીએચડી એક એવી બિમારી છે જેનો સારવાર અને ઔષધીઓ વડે ઇલાજ કરી શકાય છે. જો વેળાસર મદદ મળી જાય તો બાળકને તેમ જ કુટુંબને સહાય થશે, અને ઘરમાં તથા સમાજમાં રહેવાનું વધુ રુચિકર બની રહેશે.

તમારા બાળકની વર્તણૂક માટે એડીએચડી જવાબદાર છે કે કેમ તે નક્કી કરવા માટે તમારા જી.પી. (ફૅમિલી ડૉક્ટર)ને મળો.

વર્તણૂકમાં થતા ફેરફાર

બાળકની વર્તણૂક વકરે તો નીચે બતાવેલ સવાલ તમારી જાતને પૂછો :

  • મારા બાળકના જીવનમાં શું બદલાઇ ગયું છે, શું બદલાઇ રહ્યું છે?
  • એની આવી પડકાર-રૂપી વર્તણૂકની પાછળ કેવી લાગણીઓ, કેવી ભાવનાઓ કારણભૂત હશે?

મોટા ફેરફારો કે પરિવર્તનો બાળકના જીવનમાં તણાવ લાવી દે છે, દા. ત.:

  • સ્કૂલ બદલાય;
  • મૈત્રીઓ તૂટી જાય;
  • ઉંમર વધતાંની સાથે, શારીરિક વિકાસમાં આવતું પરિવર્તન.

બેચેની લાવનારા અન્ય અનુભવો નીચે પ્રમાણે હોઇ શકે છે:

  • રોજની જીવનચર્યામાં એકી સાથે મોટે પાયે ફેરફારો;
  • દુઃખદાયક બિના બને, જેમ કે, એની સંભાળ લેનાર યા માવતર દૂર જાય કે અવસાન પામે;
  • સ્કૂલમાં થતી તકલીફો, જેમ કે, દાદાગીરી, શિક્ષા ગ્રહણ કરવામાં નબળાઇ, કે અન્ય સમોવડિયાઓ તરફથી દબાણ;
  • શારીરિક ત્રાસ, માનસિક ત્રાસ, કે લિંગી અત્યાચારના ભોગ પોતે બને યા પોતાની નજર સામે અન્ય કોઇની ઉપર એ વીતે; અથવા,
  • કેફી દ્રવ્યો કે મદીરાનું સેવન.

અસ્વીકાર્ય વર્તણૂક

આક્રમકતા એટલે શું?

તમારા તરફ કોઇનું વર્તન તમને આક્રમક લાગે, તો તેને આક્રમકતા જ કહેવાય.

બાળકની ઉંમરનો ખ્યાલ રાખવો : કોઇ બે વર્ષનું બાળક ચીસો પાડતું તમારા તરફ દોડે, અને તરુણ વયનો દીકરો એ પ્રમાણે ચીસો પાડતો તમારા તરફ દોડે, એમાં ફરક પડે છે.

એ પણ ખ્યાલમાં રાખવું કે તમારા આગલા અનુભવોને લીધે તમને ક્રોધ અને ક્રોધ-વશ આચરણની અસર કદાચ વધારે ઊંડી લાગે.

તમે “તોબા” પોકારી ઊઠો એટલે સુધી તમારા પર વીતી રહ્યું હોય ત્યારે તમે કહી શકો છો કે “હવે બસ”.

અસ્વીકાર્ય વર્તણૂકની પિછાણ

અમુક અમુક અસ્વીકાર્ય વર્તણૂકોના બે લિસ્ટ નીચે આપેલ છે, એના થકી તમે નક્કી કરી શકશો કે તમારે માટે શું અસ્વીકાર્ય છે. 'સામાન્ય'ના લિસ્ટમાંની અમુક વર્તણૂક તમને અસ્વીકાર્ય લાગશે. આ બે લિસ્ટ તમને યોગ્ય લાગે છે?

જેની આક્રમકતા 'સામાન્ય' ગણાય એવી વર્તણૂક

શરૂઆતમાં તમે પોતે જ કાંઇ ને કાંઇ ફેરફાર કરી શકો છો, અને મિત્રો તેમ જ પરિવારજનો જોડે વાતચીત કરશો તો લાભ થશે.

આક્રમકતા 'સામાન્ય' ગણાય એવી વર્તણૂકના અમુક ઉદાહરણો :

  • તમારી સામે, ભાંડુઓ સામે કે બીજાંઓ સામે, ગાળો બોલવી, યા રાડારાડ અને ચીસાચીસ કરવી;
  • ટોણા મારવા કે વાગ્બાણ મારવા;
  • લોકો તરફ શારીરિક દબાવ: દા. ત., ધક્કા મારવા, હડસેલા મારવા, ગોદા મારવા, કે પગે ઠેસ લગાવવી;
  • શારીરિક દબાવની ધમકી આપવી;
  • તમારી ઉપેક્ષા કરવી યા તમારી સાથે અબોલા લેવા;
  • શારીરિક ખોડ કે પારિવારિક મામલા જેવા હૃદય-સ્પર્શી વિષયમાં કોઇની પજવણી કરવી, છેડતી કરવી; યા,
  • કોઇના અંગત ક્ષેત્રફળમાં ઘુસણખોરી કરવી – અધિકાર વગર એના રૂમમાં પેસી જવું, એની પ્રાઇવેટ ડાયરીમાં નજર કરી લેવી, કે જાણી-બૂઝીને એની એકદમ નજીક ઊભું રહેવું.

આ બધાં આચરણો આમ તો સર્વ-સામાન્ય કહેવાય, આમ છતાં, કોઇ પણ પરીસ્થિતિ તમને અસહ્ય લાગે તો તરત મદદ માગી લેવી.

જેની આક્રમકતા અતિશય ગણાય એવી વર્તણૂક

તમારા બાળકને, તમને પોતાને કે અન્ય કોઇને હાનિ પહોંચાડે તેવી વર્તણૂક અતિશય આક્રમક લેખાય છે.

જેની આક્રમકતા અતિશય ગણાય એવી વર્તણૂકના અમુક ઉદાહરણો :

  • પોતાના બાહુબળ, ઉંચાઇ કે ભરાવદાર શરીર વડે કોઇને મહાત કરવા યા ઇજા પહોંચાડવી;
  • ભાંડુઓ સામે, સ્કૂલમાં સહાધ્યાયીઓ સામે, કે તમારી સામે દાદાગીરી કરવી – જેમ કે, ટોણા અને ધાકધમકીથી લોકોને ભયભીત કરી મૂકવા;
  • કોઇને હાનિ પહોંચાડે તેવી સાચી-ખોટી અફવાઓ ફેલાવવી;
  • જાણી-બૂઝીને, નાનાં પશુ-પ્રાણી કે પાળેલાં પશુ-પ્રાણીના અંગ-ઉપાંગોમાં ખોડ કરી મૂકવી યા એની હત્યા કરવી;
  • જાણી-બૂઝીને કોઇની ચીજ-વસ્તુની ભાંગફોડ કરવી;
  • જાહેર, સાર્વજનિક ચીજ-વસ્તુની ચોરી કે ઉઠાંતરી કરવી અથવા એનો નાશ કરવો;
  • પોતાની જાત ઉપર છરી-ચાકુ હુલાવવા, ઇજા પહોંચાડવી, યા આત્મ-હત્યાનો પ્રયાસ કરવો; અથવા,
  • અન્ય બાળક ઉપર લંપટતા ભર્યો દુ્રાચાર કરવો.

આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય, યા તો આક્રમકતાની દૃષ્ટિએ 'સામાન્ય' ગણાવી જોઇએ એવી વર્તણૂક તમારે માટે દુઃસહ બની જાય, તો વહેલી તકે મદદ માગવી જોઇએ – ફક્ત મિત્ર-મંડળ અને પરિવાર પાસેથી જ નહીં, આમ સમાજ પાસેથી પણ.

સમસ્યા છે એમ કબૂલ કરો

સમસ્યા છે એમ સ્વીકારવું ક્યારેક મુશ્કેલ બની જાય છે. બાળકની વર્તણૂક તમને સતાવતી હોય તો તમે કદાચ આંખ આડા કાન કરવા પ્રેરાશો, એ આશાએ કે કદાચ એમ જ એ સમસ્યાનો અંત આવી જશે, યા તો તમે એવી આશામાં રાચતા રહેશો કે બાળક એની ઉંમર વધતાં 'આપમેળે’ જ આવી વર્તણૂક ત્યજી દેશે.

સમસ્યા છે એમ તમે સ્વીકારો એ જ બતાવી આપે છે કે ગેર-વર્તણૂક તમે હવે વધારે વખત સાંખી લેવાના નથી.

યાદ રાખો, તમારા બાળક માટે તમે શ્રેય ચાહો છો : દોષનો ટોપલો માથે લઇ લેવાની જરૂર નથી. માવતર તરીકે દિન-પ્રતિ-દિન જે તણાવ અનુભવવો પડે છે એ કદાચ તમને નાસીપાસ કરી દેશે. બે ડગલા પાછળ હઠી, પરિસ્થિતિનો જુદો જ તાગ મેળવવા પ્રયત્ન કરવો એ પણ હિંમત માગી લે છે.

તમારા જીવનસાથીએ તમને મારપીટ કરેલી હશે તો તમારા બાળકનો ગુસ્સો તથા તેની ઝગડાખોરી અને કિન્નાખોરી તમારે માટે કદાચ વિષમ બની રહેશે.

મદદ માગવા વિષે

તમે ચિંતામાં ડૂબી જાવ, યા તમારી દિનચર્યા ખોરવાઇ જાય, યા તમારી તબિયત જોખમમાં મુકાઇ જાય તો મદદ માગવી હિતાવહ બની રહેશે. તમારાં અન્ય બાળકોની નજર સામે જ ગેર-વર્તાવ આચરાતો હોય યા એમને પોતાને ભોગવવું પડતું હોય તો આસપાસ તપાસ કરી શક્ય એવી મદદ ખોળી લેવાનો સમય પાકી ગયો કહેવાય.

મનની મનમાં ને મનમાં જ ન રાખશો

કોઇની મદદ માગવી એ સહેલું તો નથી જ, ખાસ કરીને એકલ માવતર માટે. સ્વાધીન અને સ્વાવલંબી જ રહેવું જોઇએ એવી માન્યતા ક્યારેક ઘર કરી જાય છે.

પણ યાદ રાખો : મદદ માગવાનો મતલબ એ જ થાય કે તમે તમારી મર્યાદાનો સ્વીકાર કરો છો, જવાબદારીપૂર્વક વર્તો છો અને બાળકોને માટે અનુસરવાલાયક દાખલો બેસાડો છો.

મદદ માગવાની ઘડી ક્યારે આવી કહેવાય?

નીચે આપેલ સવાલોના જવાબ હકારમાં હોય તો બાળકની આક્રમક વર્તણૂકને કાબૂમાં લેવા માટે બીજા કોઇની સહાય માગવાની ઘડી આવી ગઇ માનવી.

શું તમને એમ લાગે છે કે:

  • તમે જાતે જ ગૂંચવણ ઉકેલવા મથી રહ્યા છો પણ કાંઇ નથી વળતું;
  • તમે મુશ્કેલીમાં જકડાઇ ગયા છો અને શું કરવું એ સૂઝતું નથી;
  • તમારે વાંકે જ બાજી બગડી રહી છે;
  • રોજનાં સહજ કામો આટોપવામાં તમને મુશ્કેલી નડે છે;
  • તમે કાયમ હતાશા અનુભવો છો; અથવા,
  • તમારે વિષે કે તમારા બાળક વિષે લોકો શું ધારશે કે એનો શું પ્રતિભાવ રહેશે એ બીકના માર્યા તમે જાતે, એકલા જ મથી રહ્યા છો?

નીચે બતાવેલ કોઇ ભય તમને સતાવે છે?

  • તમારૂં બાળક તમને છોડી એના અન્ય માવતર સાથે રહેવા જતું રહેશે;
  • તમારા બાળકને સરકાર કોઇ પાલક મા-બાપની સંભાળ હેઠળ મૂકશે; અથવા,
  • તમારી પોતાની સલામતી જોખમમાં હોય, યા ઘરમાં જતાં બીક લાગતી હોય.

તમારા બાળકની વર્તણૂક:

  • તમારા તરફ કે અન્ય કોઇ તરફ હાનિકારક કે અપમાનજનક છે;
  • બીજા બાળકોની સલામતી વિષે તમને ચિંતા ઉપજાવે છે;
  • તમારા બાળકની જ સલામતી વિષે તમને ચિંતા ઉપજાવે છે; અથવા,
  • સ્કૂલમાં એની કામગીરીમાં કે હાજરીની નિયમિતતામાં ભંગાણ પડાવી રહી છે?

નીચે બતાવેલ બાબતો વધુ ને વધુ કઠિન બનતી જાય છે?

  • તમારા બાળક સાથે આપસમાં તમારા સંબંધ ;
  • બાળકને એના ઘરલેસન વિ. કાર્યોમાં મદદ કરવાનું;
  • અન્ય પરિવારજનો, મિત્રમંડળ અને આડોશી-પાડોશી જોડે તમારા બાળકના સંબંધો; અથવા,
  • તમારી આસપાસના લોકો સાથે તમારા પોતાના પરસ્પર સંબંધો, જે તમારી ક્ષેમ-કુશળતા ઉપર અસર કરે છે.

નીચે બતાવેલ બાબતો તમને ચિંતા કરાવે છે?

  • તમારા બાળકને કોઇ ખાસ સમસ્યા હોય, જેમ કે, મિત્રો સાથે યા કેફી દ્રવ્યો કે દારૂ-મદિરા બારામાં.

આક્રમક વલણ મારઝૂડ સુધી પહોંચી જાય ત્યારે

મોટેરૂં બાળક આક્રમણ કરી તમને ઇજા પહોંચાડે, યા તમને ઘરમાં સલામતી ના જણાય, તો એવી મારઝૂડને રોકવી જ જોઇએ. બહારથી મદદ માગી લેવી, એકલા ઝઝૂમવું ઠીક નથી.

કાયદા-કાનૂન બાબત તમને ફિકર હોય તો વકીલને મળો. મોટેરા કે પુખ્ત વયના સંતાન તરફથી તમને કાયમ માર-પીટનો ખતરો રહેતો હોય તો કદાચ પોલિસને બોલાવવી પડે યા સોશિયલ સર્વિસીસને કહેવું પડે.

તમારા બાળક માટે ક્યાંથી મદદ માગવી

તમને જેના ઉપર વિશ્વાસ હોય તેવા લોકોને વાત કરો

તમે જ્યારે વાત કરવા તૈયાર હો ત્યારે કોઇ એવા મિત્રને તમારી ચિંતાઓ વિષે કહો કે જેના વિચારો માટે તમને માન હોય, યા કોઇ એવી વ્યક્તિને વાત કરો કે જેણે તમારા જેવી પરિસ્થિતિનો અનુભવ કર્યો હોય.

બાળ-ઉછેરના કામમાં સહાયરૂપ થાય એવા લોકોને તમારી સાથે રાખો – જેમ કે તમારા પરિચિત હોય એવા અન્ય મા-બાપો, યા બીજા લોકલ પૅરેન્ટ ગ્રૂપ જેના વિષે તમારી લોકલ લાઇબ્રેરીમાંથી માહિતી મળી શકશે.

તમારા બાળક પ્રત્યે જેની જવાબદારી હોય છે તે લોકો

તમારા બાળકને ઓળખે, એની દરકાર કરે યા એના પ્રત્યે જવાબદારી હોય તેવા લોકો સમાજમાં હોય છે.

બાળ-મંદિરના કાર્યકરો, શિક્ષકો, અન્ય શિક્ષણકારો યા યુવા-મંડળીના આગેવાનો જોડે તમારૂં બાળક હોય એ વખતની એની વર્તણૂક વિષે તમને એમની પાસેથી જાણવા મળશે, તેમ જ કોઇ ફેરફારો થાય તેના વિષે, તથા અન્ય પરિસ્થિતિમાં એની વર્તણૂક વિષે પણ એમની પાસેથી જાણવા મળશે. તમારા બાળક પ્રત્યે એમની જવાબદારી હોય છે, અને તેઓ પોતે દાખલો બેસાડીને બાળકને કેળવે છે. બાળ-મંદિરમાં, શાળામાં યા ક્લબ/મંડળીમાં વર્તણૂક માટે લાગુ પડતા નિયમો વિષે પણ તમને જણાવશે.

એમની પાસેથી તમને ઉપયોગી વ્યવહારૂ સલાહ તેમ જ સૂચના મળી શકશે. એમની જોડે મળીને બાળક માટેની સીમા/મર્યાદા નક્કી કરી શકાય, તથા સમાન નિયમો લાગુ કરી શકાય.

ફૅમિલી થેરાપિસ્ટ (કુટુંબલક્ષી ચિકિત્સક) કે બાળમાનસશાસ્ત્રી સાથે સંપર્ક કરવામાં તમારા ફૅમિલી ડૉક્ટર સહાય કરી શકશે. બાળક નાનું હોય તો હેલ્થ વિઝિટર પણ મદદ કરી શકે છે.

સમાજમાં આવેલ ઍજન્સીઓ એકમો જોડે વાત કરો

તમારા બાળકની સ્કૂલ, સોશિયલ સર્વિસીસ કે પોલિસખાતું તમને ટેકો અને મદદ આપી શકે છે – ખાસ તો બાળકની વર્તણૂક વણસીને ત્રાસદાયી બને તે પહેલા એ જ્યારે જરાતરા અગવડદાયી હોય ત્યારે એમનો સંપર્ક કરવો જોઇએ.

સમાજ મધ્યેની આ ઍજન્સીઓની જુદી જુદી રીતે કાર્ય કરે છે

સ્કૂલ

શિક્ષકો સાથેની બેઠકોમાં મા-બાપોને ભાગ લેવા સ્કૂલ પ્રોત્સાહન આપે છે. બાળકોના જીવન ઉપર સ્કૂલની સારી એવી અસર પડે છે, અને તમારા વિસ્તારમાંની ઇતર પ્રવૃત્તિઓ વિષે સ્કૂલમાંથી માહિતી મળી શકશે.

તમે સ્કૂલને સમદુઃખભાગી બનાવશો તો શિક્ષકો બાળકની મુશ્કેલીઓ વધુ સારી રીતે સમજશે. શિસ્તપાલન માટે તેમ જ ખરાબ વર્તણૂક ઉપર અંકુશ રાખવા માટે તમે અને સ્કૂલ અન્યોન્યને ટેકારૂપ બની રહેશો.

સોશિયલ સર્વિસીસ

પરિવારો જાતે જ પોતાની તકલીફો બારામાં કાંઇક કરી શકે – માવતર જ એમનો સંપર્ક કરે ત્યારે તો ખાસ – એ માટે સોશિયલ સર્વિસીસ ખાતું કૃતનિશ્ચયી રહે છે. એમની પાસેથી માહિતી અને સહારો મળી શકે છે.

બાળકની વર્તણૂક તમારે માટે બેકાબૂ બની રહે અને એ કારણથી તમને તથા અન્ય પરિવારજનોને તકલીફ ભોગવવી પડતી હોય તો સોશિયલ સર્વિસીસ ખાતું કદાચ તમને મદદ કરી શકશે. ખાસ, પરિવાર-સંકલિત સોશિયલ વર્કરને તમારા માટે રોકશે, યા બાળક સાથે તાદાત્મ્ય કેળવી એને પૂરૂં ધ્યાન આપી એના ક્રોધને નાથવામાં સહાય કરે એવા કોઇ કર્મચારીની સેવાઓ અપાવશે.

વાત છેલ્લી પાયરીએ પહોંચી હોય અને તમે ઘરમાં વિવશતા અનુભવી રહ્યા હો તો બાળકને ટેમ્પરરી ધોરણે સંભાળ અર્થે કોઇ પાલકને ત્યાં સ્થાન અપાવશે.

બાળકો લિંગી અત્યાચારનો ભોગ બની રહ્યા હોય કે એમની ઉપેક્ષા થઇ રહી હોય ત્યારે એની રક્ષા અર્થે પણ સોશિયલ સર્વિસીસ ખાતાને વચમાં પડવું પડે છે.

સ્થાનિક પોલિસ સ્ટેશન

તરુણોને કેળવવાના કાર્યક્રમો તેમ જ યુવાનોમાંની ગુનાખોરી ઘટાડવા માટેના ગ્રુપ વિષેની માહિતી તમને સ્થાનિક પોલિસ સ્ટેશનમાંથી મળી શકશે.

પોલિસને ચોપડે તમારા બાળકનું નામ ચઢે તો એ બાળકને અપકૃત્યથી દૂર રાખવામાં તમને વ્યવહારૂ સહાય મળે એવી જાતનું ફરમાન –પૅરેન્ટીન્ગ ઑર્ડર – કોર્ટ તરફથી તમને કદાચ આપવામાં આવશે. એના હેઠળ તમારે ખાસ ' પૅરેન્ટીન્ગ પ્રોગ્રામ’ – બાળ-ઉછેર કાર્યક્રમ – માં હાજરી આપવી રપડશે.

પૅરેન્ટીન્ગ પ્રોગ્રામ (બાળ-ઉછેર કાર્યક્રમ)

આના થકી તમને ઘરે અજમાવવા જેવા અમુક નુસખાઓ જાણવા મળશે; સાથે સાથે, બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ બારામાં વધુ જાણકારી અપાવી શકે એવા સહાય-રૂપ મિત્રવર્તુળની ગરજ સારશે.

આ અને આવા અન્ય પૅરેન્ટીન્ગ ગ્રુપ વિષે વધારે માહિતી તમને લાઇબ્રેરીમાંથી, હેલ્થ વિઝિટર પાસેથી, સોશિયલ સર્વિસીસ ખાતામાંથી, કે કોઇ લોકલ વોલંટરી સંસ્થા પાસેથી મળી રહેશે.

પરિસ્થિતિને કાબૂમાં રાખો

આવી ઍજન્સીઓનો તમે જ સંપર્ક કરો એ વધુ ઇચ્છનીય છે; આમ કરવાથી પરિસ્થિતિ ઉપર મહદ્ અંશે તમે કાબૂ રાખી શકો.

સ્કૂલને, પોલિસને કે સોશિયલ સર્વિસીસ ખાતાને બીજા કોઇના કહેવાથી તમારા પરિવાર વિષે વચમાં પડવું પડે તો સંભવ છે કે તમે થોડી પરવશતા અનુભવશો.

દાખલા તરીકે, તમારા બાળકની વર્તણૂક ઘરની બહાર લોકોને અસર કરતી હોય તેવે વખતે તમે કાંઇ કરો એ પહેલા કોઇ પાડોશી જ આ પરિસ્થિતિને ડામવા માટે આમાંની કોઇ ઍજન્સીનો સંપર્ક કરે.

આવી કોઇ ઍજન્સીનો તમે પોતે જ સંપર્ક કરો તો તમારે તમારા મનને ફરીથી યાદ કરાવવું જોઇએ કે તમે તમારા બાળકને તથા પરિવારને મદદ કરી રહ્યા છો, અને માવતર તરીકેની તમારી જવાબદારી તમે નિભાવી રહ્યા છો. તમારા પરિવારની તથા ખુદ તમારી પોતાની સંભાળ તમે જવાબદારીપૂર્વક લઇ રહ્યા છો અને એમાં તમે આગળ-પાછળનો પૂરેપૂરો વિચાર પણ કર્યો છે.

બાળ-ઉછેર: કયો ઉપાય કામ આવશે?

આત્મશ્રધ્ધા સહ બાળ-ઉછેર

તમે હસ્તગત કરેલ કુનેહબાજી તથા અજમાવવા લાયક અન્ય યુક્તિઓ

તમે શું શું બરાબર રીતે કરી રહ્યા છો એ તમને આ વિભાગ થકી ફરીથી ખ્યાલ આવશે, અને અહીં આપેલા વિચારોમાંથી તમને આત્મશ્રધ્ધા સાંપડશે.

આમાંના અમુક વિચારો એવા છે કે જીવન તણાવભર્યું હોવાથી ભુલાઇ ગયા હોય, અને અમુક વિચારો એવા છે જે તમે જાત-અનુભવે – યા મિત્રમંડળ તથા પરિવાર પાસેથી – કેળવ્યા હોય.

યાદ રાખો : તમારા બાળકને તમે જ સૌથી વધારે જાણો છો, અને એને માટે શું યોગ્ય છે એનો તમને ખ્યાલ હશે જ.

બાળકો માટે સમય કાઢો અના એમના ઉપર ધ્યાન આપો

પ્રત્યેક બાળક માટે સમય

તમારૂં દરેક બાળક તમારી પાસેથી અમુક સમયની અપેક્ષા રાખશે એ દરેકની વાત સાંભળવા માટે તમારે સમય કાઢવો પડશે.

આડાઇ કરે ત્યારે જ નહીં પણ એ સીધા ચાલતા હોય ત્યારે પણ તમે બાળકની વાણી, વર્તન અને લાગણીઓમાં ખરેખર રસ દાખવશો તો સમસ્યાઓને વહેલી તકે ઝડપી શકાશે.

બાળકને પોતાનામાં આત્મવિશ્વાસ ખીલવવા માટે તમારા સ્નેહની સૌથી વધારે જરૂર હોય છે. દરેક બાળક તમારે માટે એક વ્યક્તિ તરીકે મહામૂલું છે એમ બતાવવું જોઇએ.

એક-મેકની સાથે કરી શકાય એવી પ્રવૃત્તિઓ – જેમ કે વાંચન, ખેલ-કૂદ, રમતગમત કે બજારમાં જઇને ખરીદી, – માટે ખાસ સમય ફાળવો.

પ્રત્યેક બાળકની પ્રશંસા

સ્મીત, વખાણ, આલિંગન યા અભિવાદન માટેની તકના લાભ લેતા રહો. ખુશામત તો ખુદાને પણ પ્યારી હોય છે.

બાળકની સારી વર્તણૂક તથા તેના ગુણ તેમ જ કાબેલિયત વિષે બે મીઠા શબ્દો કહેવાય તો એનો આત્મવિશ્વાસ વધશે.

બાળક ઉપર નુક્તેચીની કરવાને બદલે એને કહો કે તમને શું દેખાય છે અને તમે શું ધારો છો. આમ કરવાથી બાળકને ધરપત રહેશે કે તમે એને ઉવેખતા નથી, એના અનુભવો તરફ તમે દુર્લક્ષ નથી સેવતા. દાખલા તરીકે:

  • “મેદાનમાં પેલી છોકરી તને ભાંડતી હતી ત્યારે તું એનાથી દૂર ખસી ગઇ એ મેં જોયું . . આમ તું બીજા કોઇ જોડે રમવા લાગી એ મારે માટે ગર્વની વાત છે.”
  • વખાણવાલાયક વર્તન વિષે બે શબ્દો કહો, જેમ કે:
  • “એ લમણાંઝીંકથી તું દૂર હઠી ગયો. તેથી તું સલામત રહ્યો.”
  • “સારૂં થયું કે તેં મને વાત કરી. તારી સમસ્યાઓ જાણવા હું ઉત્સુક છું.”

દરેક બાળકની લાગણીઓ/ભાવનાઓ પિછાણો

બાળકની વ્યાકુળતા અને શારીરિક ઊભરા/ઉછાળા પાછળ કારણ એ હોઇ શકે કે એ પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત ના કરી શકતો હોય. પોતાની લાગણીઓને ઓળખવી અને એને વ્યક્ત કરતા શીખવું એ પણ જીવનવિકાસનું એક અંગ છે; એનાથી લાગણીઓને ગંભીર અને પ્રબળ થતી રોકી શકાય છે.

બાળક જે કાંઇ કહે તે ધ્યાનપૂર્વક સાંભળો. એનો દૃષ્ટિકોણ સમજવાની કોશિષ કરો. એની ભાવનાઓ વ્યક્ત કરવામાં એને સહાય કરો. આમ કરવાથી બાળક પોતાની લાગણીઓને સમજતું થશે અને એના ઉપર કાબૂ જાળવી શકશે. દાખલા તરીકે:

  • એની ભાવનાઓ વર્ણવવા માટેના શબ્દો એને શીખવો : “મને લાગે છે કે તું ક્રોધને લીધે રાડારાડ કરી રહ્યો છે.”;
  • એની લાગણી તમે સમજો છો એમ એને બતાવો : “કાશ કે તને સતાવી રહેલ ચિંતાઓને ભગાડી શકે એવી કોઇ જાદૂઇ શક્તિ મારી પાસે હોત.”;
  • એને એ પણ બતાવો કે તમે એની વર્તણૂકમાં પરિવર્તન જરૂર જોવા માગો છો, પણ તે છતાં એની લાગણી તમે સ્વીકારી શકો છો અને સમજી શકો છો : “હું જોઇ શકું છું કે તને એના ઉપર ગુસ્સો આવે છે. તારી માગણીને તું શબ્દોથી વ્યક્ત કર, મુક્કાબાજીથી નહીં.”

મર્યાદા તમે જ નક્કી કરો છો, પણ સાથે સાથે એમ પણ બતાવો છો કે “એની જગાએ હું જ હોઉં તો શું થાય” એ કલ્પના કરી એની ભાવના તમે સમજો છો : તમે એના પ્રત્યે સહાનુભૂતિ દાખવો છો. આવું કાંઇક કહી શકાય:

“એ વસ્તુ તને નહીં મળી શકે એટલે તને કદાચ હતાશા થતી હશે, પણ હાલ તુરત તો હું કોઇ હિસાબે એ તારે માટે ખરીદી શકું એમ નથી.”

આ વાત કદાચ યાદ ના રહે, પણ જો યાદ રાખી શકાય તો કામ આવશે. બાળકની ગુસ્સાભરી કે નારાજગીભરી અવળચંડાઇને ટાઢી પાડવામાં એ મદદરૂપ થશે જેથી કરીને એ વધુ વકરે નહીં.

ગુસ્સો કે હતાશા જેવી ભાવનાઓને કબૂલ કરવી એટલે ગુસ્સાભરી વાયડાઇને સ્વીકારી કહેવાય યા આક્રમકતાને સાંખી લીધી કહેવાય એવી ચિંતા અમુક મા-બાપો સેવતા હોય છે. પરંતુ ભાવનાઓને કબૂલ કરો એનો મતલબ એટલો જ કે બાળકની લાગણી તમે સમજી શક્યા છો – હા, આવી લાગણી હોઇ શકે છે એ માની લઇએ, આમ છતાં, તમે ચોખ્ખી “ના” પણ ભણી શકો છો.

બાળકોના વિકાસ અને કેળવણીમાં મદદ

સહકારવૃત્તિ સમજવામાં બાળકને મદદ

બાળક પોતાની સમસ્યાને અન્યના દૃષ્ટિકોણથી જુએ એ માટે એને મદદ કરો. દા.ત. “તું કેટલો સ્વાર્થી છે, બીજા કોઇનો વિચાર પણ નથી કરતો” એમ કહેવાને બદલે “તારી બહેનને કેવું લાગતું હશે એનો વિચાર કર્યો?” એમ કહી શકાય.

  • સીધી, સરળ વાત કરો. દા.ત. “રાડારાડ કરવાની મેં કેટલી વખત ના પાડી છે?” ને બદલે “બહુ ઊંચો અવાજ છે. મારા તો કાન દુખવા લાગ્યા.” એમ કહી શકાય.
  • તમે જે કહેવા માગતા હો તે વાત આડે પાટે ચઢી જાય એટલી લાંબી ગાથા કહેવાને બદલે “હળવેથી!” જેવો એક શબ્દ યા ટૂંકી-ટચ વાત કરી શકાય.
  • તમારી પોતાની લાગણીઓ વ્યક્ત કરો. “આમ શું મને વળગી રહ્યો છે!” એમ કહેવાને બદલે “મારી ગરદન ખેંચાય એ મને નથી ગમતું ; મને તો પ્રેમથી બાથમાં લેવાનું ગમે!” કહેવું વધુ યોગ્ય રહેશે.
  • નાની નોંધ લખીને ટીવી પર ચિટકાડી દો : “ટીવી જોવા બેસતા પહેલા રમકડાં ઠેકાણે મૂકી દીધા કે?”.

હું જે કરૂં તે જો, અને એમ કર

આસપાસના લોકોને જોઇને બાળકો શીખે છે.

બાળકો રાડારાડ કરતા હોય કે અપશબ્દો બોલતા હોય ત્યારે તમે એનાથી સવાયો અવાજ કાઢશો તો તેઓ એમ જ ધડો લેશે કે મતભેદ અને તકરાર પતાવવા માટે તાકાત અને જબરદસ્તી જોઇએ.

એના કરતાં, શાન્ત ચિત્ત રાખો અને વિવેક જાળવો. એની લાગણી તમે સમજી શકો છો એ એને સ્પષ્ટપણે કહો : “હા, હું કબૂલ કરૂં છું કે આ બાબત નિરાશાજનક છે.” અને સાથે સાથે, એની વર્તણૂકનું શું પરિણામ આવશે એ પણ એને કહી દો.

બાળકને સ્વાવલંબી બનતા શીખવો

જેમ જેમ બાળકની ઉંમર વધશે તેમ તેમ એ નિત-નવા અખતરા કરતું રહેશે. પોતાને માટે પસંદગીઓ કરી કે નિર્ણયો લઇ એ સ્વાવલંબનના પાઠ શીખે છે; જીવન જીવવા માટે આ જ્ઞાન જરૂરી છે.

નાનેરાં બાળકો

તમને માન્ય હોય એવા બે જ વિકલ્પો – બેથી વધારે નહીં – એની સમક્ષ રજૂ કરો. દા. ત. “તું આ રમકડામાં બીજાને ભાગ પડાવવા દઇશ કે હું બીજું કોઇ રમકડું આપું?”

મોટેરા બાળકો તથા તરુણો

મોટેરા બાળકો તથા તરુણો ઘણી વખત વિવિધ પાસાઓ વિષે ‘વિચાર વિમર્શ’ કરવા માગશે : શું પરિણામ આવશે, પોતે કેવા પરિણામની આશા સેવે છે, અને જૂદા જૂદા માર્ગ અખત્યાર કરવામાં શું શું ખતરા કે લાભ છે. અલબત્ત, તમે માવતર જ રહેવાના છો અને કઇ કઇ બાબતમાં તમે મચક નથી આપવાના એ તમે કહી શકો છો.

એમની મથામણો તરફ માનભરી દૃષ્ટિ રાખો

દોસ્તી સાધવામાં એને મુશ્કેલી પડતી હોય તો એ બાબતમાં એને પૂછી જોવું, યા એના સહાધ્યાયીઓને સ્કૂલ પૂરી થયે ઘરે બોલાવવાની છૂટ આપવી.

વધુ પડતા સવાલો ના પૂછશો. દાખલા તરીકે, “શું ખોટું થયું?” કે “તું કોઇ તકલીફમાં મુકાઇ ગયો છે?” એમ પૂછવા/કહેવાને બદલે ફક્ત એટલું જ કહો કે “તને જોઇને હું રાજી થયો.”

કોઇ સવાલનો જવાબ ઉતાવળે ના દેશો. દાખલા તરીકે: “સવાલ સારો છે. તને શું લાગે છે?”.

બીજા કોઇને પૂછી જોવા માટે બાળકને પ્રોત્સાહન આપો. દાખલા તરીકે: “મને ચોક્કસ ખ્યાલ નથી; તારા શિક્ષકને પૂછી જોયું હોય તો?” એવું કહો.

બાળકને આશાનો તંતુ આપો. દાખલા તરીકે, “એ વાત મગજમાંથી જ કાઢી નાખ” એમ કહેવાને બદલે “એમ, તને એમાં રસ છે, ખરૂં?” એવું કહો, અથવા, “અશક્ય ! અસંભવ !” ને બદલે “આપણે જોઇએ આમાંથી કોઇ માર્ગ નીકળે એમ હોય તો” એવું કાંઇક કહો.

નિયમોમાં યથાર્થતા અને સુસંગતતા જાળવો

બાળકો ભૂલો કરતા કરતા પાઠ શીખે છે; શિક્ષાગ્રહણની આ પ્રક્રિયામાં ક્યારેક નિયમોનો ભંગ થવાનો જ. સાથે સાથે, શું મર્યાદા છે તેમ જ શી શી શરતો લાગુ પડે છે એ જાણવા તેઓ ઉત્સુક હોય છે.

સ્કૂલમાં અને ખેલકૂદ કે રમતગમતમાં જેમ નિયમો હોય છે એ જ પ્રમાણે ઘરમાં પણ સ્પષ્ટ નિયમો હોવા જોઇએ. બાળકોની ઉંમર મુજબ એ નિયમોમાં વાસ્તવિકતા તેમ જ યથાર્થતા હોવા જોઇએ.

ઘરમાં લાગુ પડતા આવા નિયમોનું લિસ્ટ બનાવી એવી જગાએ રાખો કે જ્યાં સૌની નજર પડે.

ગેર-વર્તણૂકના પરિણામ સમજી શકાય એવા સાદા અને સ્પષ્ટ રાખો. કોઇ અધિકાર કે સવલત પાછી ખેંચી લેવાની ધમકી આપી હોય તો વખત આવ્યે એમ કરતા ખચકાવું નહીં. નાનેરાં બાળકોને તો સદ્-વર્તન બદલ ઇનામ/બક્ષિસ યા ગેર-વર્તણૂક બદલની સજા તાત્કાલિક અપાય તો ધારી અસર થઇ શકે.

સદ્-વર્તન બદલ ઇનામ/બક્ષિસ આપો

બાળક ડાહ્યું હોય ત્યારે તેને ધ્યાન આપો.

જેનું પુનરાવર્તન તમને પસંદ હોય તેવા વર્તન ઉપર ધ્યાન આપો, તેની કદર કરો. સાથે સાથે, અનિચ્છનીય વર્તન ઉપર ઓછું ધ્યાન આપો.

સદ્-વર્તનને તમે જેમ વધારે લક્ષ આપશો અને બિરદાવશો તેમ તેમ એવી વર્તણૂક વધારે જોવા મળશે. માટે, તમને પસંદ હોય તેવા આચરણ ઉપર ધ્યાન કેંદ્રિત કરો.

આક્રમક વર્તણૂકમાં પરિવર્તન

બાળકને સતાવી રહેલ સંઘર્ષ તથા ચિંતાનું નિવારણ

તમે જ દાખલો બેસાડો

સંઘર્ષ તથા ચિંતાનું નિવારણ કરવામાં તમે બાળકને મદદ કરશો તો આ અગત્યની કળા એ તમારી પાસેથી શીખશે.

તમારા પોતાના વર્તન થકી એને દાખલો બેસાડો કે સંઘર્ષનું નિવારણ રચનાત્મક રીતે, કોઇને હાનિ પહોંચાડ્યા વગર, કરી શકાય છે. એને બતાવો કે વાતચીત કરવી એ વધારે સારૂં છે અને જરૂર પડ્યે મદદ માટે ધા નાખવી એ ઠીક જ કહેવાય.

શિસ્ત

શિસ્તપાલન બાળકના હિતમાં જ છે. એને ખતરાથી દૂર રાખે છે તેમ જ તેનું વર્તન સમાજ-વિરોધી બનતા અટકાવે છે.

ઘણા લોકો ‘શિસ્તપાલન’નું અર્થઘટન હજુ પણ શારીરિક સંદર્ભે કરે છે, યાને કે, ‘સોટી વાગે ચમ ચમ.’. પરંતુ, મારપીટ વગર પણ બાળકને શિસ્તપાલન તો કરાવી શકાય છે.

મારપીટ કરવી બરાબર ના કહેવાય

મતભેદ કે હતાશા કે ક્રોધના નિરાકરણ માટે મારપીટ કરવી ઠીક ના કહેવાય; એનાથી શારીરિક ઇજા થાય છે.

તમે બાળકને ફટકારશો તો એ પણ એમ શીખશે કે પોતાના આપ્તજનોને મારવામાં કાંઇ અજુગતું નથી. પુખ્ત વયે પહોંચતા સુધીમાં એના મગજમાં કાંઇ કેટલાય અસ્પષ્ટ અને વિરોધાભાસી વિચારો ઘોળાતા રહેશે.

ઉપરાંત, તોફાની બાળકને તાડન કરવાથી એને પોતાની ભૂલ સમજાતી નથી, તેમ જ, આવી ગેર-વર્તણૂકનું પુનરાવર્તન ટાળી શકાતું નથી.

શારીરિક સજા જોખમકારક હોય છે; એનાથી કાયમી ઇજા થઇ શકે છે. અમુક દેશોમાં તો એ ગેર-કાનુની લેખાય છે. શરૂઆતની નાની-શી ટાપલી કે થપાટ આગળ જતાં ધોલ-ધપાટ બની જશે. અંતે તો બાળક ક્રોધે ભરાશે, એને ઇજા થશે, પણ પોતાની ભૂલ કેવી રીતે સુધારવી એ સમજવાનો એને અવકાશ જ નહીં મળે.

સૌથી વિપરીત અસર તો એ થશે કે પોતે વ્યથિત હશે ત્યારે પોતાથી નાનાં બાળકોને ઝૂડવાનું એને સહજ લાગશે.

હિંસા-મય વાતાવરણમાંથી બાળકને ખસેડીને, તેમ જ તેને મારપીટ કરતા અટકાવીને, તમે એને શીખવી શકો છો કે હિંસાખોરી ઠીક નથી જ, અને કોઇ પણ વ્યક્તિ તરફ એવું વર્તન અયોગ્ય જ કહેવાય.

નિયમો અને શરત/બક્ષિસ

કુટુંબના દરેક સભ્ય એકબીજા સાથે હળીમળીને આપસમાં શાંતિપૂર્વક રહી શકે એ અર્થે ઘરમાં અમુક નિયમો તો હોવા જ જોઇએ. તે છતાં, જેમ જેમ બાળકો મોટા થાય તેમ તેમ એ નિયમોમાં તેમ જ તમારા પરિવારની કાર્યપદ્ધતિમાં પરિવર્તન થતું રહેશે.

બાળકોને યાદ દેવડાવવા માટે નિયમોના લિસ્ટ બનાવી શકાય. વારાફરતી કોને ક્યારે કયા કયા કામ આટોપવાના છે એની યાદી બનાવી શકાય. એક ખાસ પત્રક રાખો, અને બાળકો તમારૂં કહ્યું કરે ત્યારે એની કદર-રૂપે એમાં તારલા લગાડો.

નાનાં બાળકો અને કંકાસ

એની બેચેનીનું કારણ શોધો

નાનાં બાળકો કદાચ એમ કહેશે કે એમને પોતાને સતાવી રહેલ સમસ્યા વિષે સાંભળવા કોઇ તૈયાર નથી. ખરૂં કારણ કાંઇ બીજું જ હશે – કે પોતાની મુંઝવણ વ્યક્ત કરવા માટે એને શબ્દો ના જડતા હોય.

સમાન પરિસ્થિતિમાંના બીજા બાળકો વિષેની વાર્તાઓ તમે એની સાથે વાંચવાનું રાખશો, તો વાર્તામાં જે કાંઇ બની રહ્યું હોય તેના ઉપર વાતચીત કરી શકાય – આ પ્રક્રિયાથી તમે તાગ મેળવી શકશો કે બાળકને શું મૂંઝવે છે અને એની ગેર-વર્તણૂક પાછળ શું કારણ છે.

બાળકોને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો બીજો માર્ગ છે રમતગમત મારફત અને ચિતરામણ દ્વારા. એની ચિંતાઓ બારામાં તમે વાત કરશો તો પછી એની વર્તણૂક બારામાં અને એ વર્તણૂકથી એને પોતાને તથા અન્ય લોકોને થતી અસર વિષે પણ વાત કરી શકશો.

સજાને બદલે બીજું કાંઇક અજમાવો

બાળકને મદદ-કર્તા થવાનું શીખવો

  • “ફરીથી આમ કર્યું છે તો તારી ખેર નથી” કહેવાને બદલે “અત્યારે હું ફોન ઉપર છું તો તું રમકડાંથી રમ અથવા કાંઇ ચિત્રકામ કર” એમ કહેવાય;
  • તમે એની ગેર-વર્તણૂકને ધિક્કારો છો, એને પોતાને નહીં, એમ એને સમજાવો;
  • “તું કાયમ અણઘડ, અસભ્ય રહે છે” કહેવાને બદલે “કોઇને ભાંડવું સારૂં ના કહેવાય, એની લાગણી દુભાય” એમ કહેવાય;
  • ધાક-ધમકીને બદલે એને માર્ગદર્શન/માહિતી આપો ;
  • “ફરીથી આમ કર્યું છે તો માર પડશે” કહેવાને બદલે “દિવાલ ઉપર આમ લખવા કરતાં કાગળ ઉપર લખવું સારૂં” એમ કહેવાય.

જરૂરી પગલાં લઇ સમસ્યાનો હલ કરો :

  • “તને ગુસ્સો આવતો હોય તો બહાર જઇને દડાબાજી કર – કાચની જેમ તૂટફૂટ તો નહીં થાય.”
  • તમારી શી અપેક્ષા છે અને તમને શું ગમે એ સ્પષ્ટ કરો :
  • “આપણા ઘરમાં તો હેતભર્યા ચુંબન અને આલિંગન આપણને ખપે, નહીં કે પીડા કરાવે એવી મારપીટ.”

બાળકે પોતાની ભૂલ સુધારવા શું કરવું એ એને સમજાવો :

  • “માફી માગ, અને તારા મિત્રને કહી દે કે ફરી વાર આવું નહીં થાય.”

કયો માર્ગ અખત્યાર કરવો એ પસંદ કરવા માટે બાળકને એકથી વધારે વિકલ્પ આપો :

  • “અહીંથી ખસી જા અને દસ સુધી સંખ્યા ગણી લે, યા તો શિક્ષકને જાણ કર.”
  • બાળકને એની ગેર-વર્તણૂકના પરિણામ સમજાવો :
  • “તું મને મારીશ તો મને દુઃખ થશે અને ગુસ્સો આવશે, પણ જો પેટછૂટી વાત કરીશ તો હું મદદ કરવા તૈયાર જ છું.”

શારીરિક સજા/મારપીટને બદલે બીજો કોઇ રાહ

તમારૂં બાળક જાણીબુઝીને અવળચંડાઇ કરતું હોય તો મારવા કરતાં એની કોઇ સવલત કે સુવિધા અટકાવી દેશો તો વધુ અસરકારક રહેશે.

જો એની ધાંધલ બેકાબૂ બની રહી હોય તો એ જે મંડળીમાં હોય ત્યાંથી કે જે પ્રવૃત્તિમાં એ ભંગાણ પડાવી રહ્યો હોય તેમાંથી એને દૂર ખસેડી એ શાંત પડે ત્યાં સુધી એને એકાંતમાં રાખવામાં જ સાર છે.

કપરી પરિસ્થિતિ માટે તૈયાર રહો

ભોજનનો સમય, શયનનો સમય તેમ જ ઘોંઘાટભરી ખેલકુદનો સમય એ બધું જો નિયમસરનું હશે તો બાળકો ખુશ રહેશે. એની રોજની દિનચર્યામાં ખલેલ થાય યા તમારે કોઇ બીજી પ્રવૃત્તિમાં ધ્યાન આપવું પડે કે બીજી કોઇ વ્યક્તિ તરફ લક્ષ આપવું પડે તો બાળકને એ માફક નહીં આવે.

આવી રીતે દિનચર્યામાં ખલેલ પડવાનો હોય તો એ માટે બાળકને તૈયાર કરો, યા નવી પરિસ્થિતિ અપનાવવા માટે એને માર્ગદર્શન અને મદદ આપો. એને તૈયારી કરવાનો અવકાશ મળે એ માટે એને વેળાસર જણાવો કે તે દિવસે શું થવાનું છે, હવે પછીના કલાકમાં શું થશે વિગેરે. આ વાત ફરીફરીને કહેવાથી કદાચ સારૂં રહેશે.

મોટેરાં બાળકો તથા કિશોરો, અને કંકાસ

ન્યાય-પૂર્ણ પણ મક્કમ વલણ રાખો

ગેર-વર્તણૂક અને નિયમભંગના કિસ્સા વારંવાર બનવા લાગે અને તમે એને પહોંચી વળવા મથતા હો ત્યારે ન્યાય-પૂર્ણ પણ મક્કમ વલણ રાખો.

સૌ પ્રથમ તો વિષયની ગંભીરતા જુઓ અને કાંઇક કરવાની જરૂર છે કે કેમ તે વિષે પૂરો વિચાર કરો.

તમે પોતે ધ્યાનપૂર્વક વિચાર કરશો તો બાળક માટે પણ સારો દાખલો બેસશે અને મુશ્કેલ સંજોગોમાં કેવી રીતે વર્તવું એને શીખવા મળશે.

તમને હિંસક પ્રતિક્રિયાનો ડર હોય તો

મોટેરા કે કિશોર વયના બાળકની સામે થવાની વાત આવે અને તમને ડર હોય કે વાત વણસીને મારામારી સુધી પહોંચી જશે, તો નીચે બતાવેલ પગલાં લઇ જુઓ :

  • સૌ પ્રથમ તમે પોતે શાંત પડો અને શું કહેવું કે શું કરવું એ બાબત વિચાર કરો ;
  • પછી, એને કહો કે તમારે એની જોડે કોઇ ખાસ વાત કરવી છે; અને,
  • ક્યારે વાત કરવી એનો સમય એની જોડે નક્કી કરીને ગોઠવો ; બની શકે તો બીજે જ દિવસે સવારે મળવાનું રાખો.

તમે પોતે આમ શાંતિપૂર્વક વાતચીત કરવાની તૈયારી કરશો, તો બાળક પણ મારામારી ઉપર જતા અચકાશે. ઉપરાંત, આવેશમાં આવીને ન કહેવાનું કહેવાઇ જાય એ તમે ટાળી શકશો.

મુલાકાતનો સમય આવે ત્યારે બાળકને કહો કે એના વર્તન વિષે તમને શું લાગે છે; પછી એની પોતાની વાત કરવાનો એને મોકો આપો.

પછી શું થશે

બાળક પોતાની વર્તણૂક સુધારી, સમાજમાં સ્વીકૃતિ પામે એવું આચરણ તમારી મદદ વડે કેવી રીતે શીખી શકે એ વિષે એની જોડે વાત કરો.

કદાચ એવું પણ બને કે તમે કોઇ સમાધાન ઉપર આવી જાવ, જે આદર્શ ના હોય પરંતુ તમે ચલાવી લેવા તૈયાર હો અને બાળકને પણ એ મંજૂર હોય.

સમાધાન ના સધાય, યા વચન/વાયદા સમય જતાં વીસરી જવાય તો શું માઠા પરિણામ આવશે કે દંડ થશે એ વિષે વાત કરો.

સજા કરવાની આવશ્યકતા ઊભી થાય ત્યારે

દંડ કરવાની જરૂર લાગે તો હળવો દંડ રાખો, ભૂલના પ્રમાણમાં દંડ રાખો..

કદાચ બાળકને ઘરની બહાર જવાની મના ફરમાવી શકાય, યા અમુક એને ગમતી વસ્તુ કે પ્રવૃત્તિમાંથી એને બાકાત રાખી શકાય.

તાડન કરવાથી કે બૂમબરાડા કરવાથી ધારી અસર નહીં થાય. વડીલો જ જો પોતાનો ગુસ્સો ઠાલવવા કે હતાશા વ્યક્ત કરવા આવું કરે તો તે જોઇને બાળક પણ આક્રમકતા વડે પોતાની વ્યથા હળવી કરવા પ્રેરાશે.

તમે ગુસ્સામાં હો યા બાળક સાથે વાત કરવાનો જ ઇન્કાર કરો તો બાળકને પણ આપણી ધારણા કરતાં વધારે ડર પેસી શકે છે.

જો ધારી અસર ના થાય તો

તમને એમ લાગે કે તમારો પ્રયાસ પથ્થર પર પાણીની જેમ નિરર્થક બની રહ્યો છે તો મદદ માટે ધા નાખો.

તમારા બાળકો મારપીટ વાળા વાતાવરણમાં ઉછર્યા હોય તો

બાળકે મારપીટ નજરોનજર જોઇ હોય યા જાતે અનુભવ કર્યો હોય તો એનો મતલબ એવો તો નથી કે એ પોતે પણ આક્રમક બની જશે, યા હિંસાખોર બની જશે.

અમુક બાળકો આક્રમક બની જશે, અમુક હિંસાખોરીથી તદ્દન વેગળા જ રહેશે, જ્યારે અમુક એકદમ અંતર્દર્શી બની રહેશે.

આવા સંજોગોમાં જો ‘નાટકિયાપણુ’ યા કોઇ પડકાર-રૂપી વર્તન દેખા દે તો એ એક અસાધારણ અને ખતરાજનક પરિસ્થિતિ સામેની સામાન્ય પ્રતિક્રિયા/પ્રત્યાઘાત જ ગણાય.

એના સ્વમાનને વિકસવા દો

બાળક પોતાના નિત-નવા રૂપ જોઇ શકે/અનુભવી શકે એવા મોકા ખોળતા રહો :

“શાબાશ! એ દિવાલ પર તું ચઢ્યો એ બહાદુરીનું કામ હતું, અને તેં આબાદ સમતુલા જાળવી.”

  • બાળક પોતાના જુદા-જુદા રૂપ/વ્યક્તિત્વ નિહાળી શકે એવી પરિસ્થિતિમાં એને મૂકતા રહો ;
  • “બજારમાંથી ખરીદેલ વસ્તુઓ એને ઠેકાણે ગોઠવી દઇશ તો મોટી મહેરબાની થશે.”
  • બાળક સાંભળે એ રીતે એના વખાણ બીજા લોકો પાસે કરતા રહો ;
  • “બીજા બાળકોને ગણિતના દાખલા સમજાવવામાં એ ખરેખર દિલથી મદદ કરે છે.”
  • અત્યાચાર કરનાર જોડે બાળકને ના સરખાવશો ; ફક્ત વર્તન પૂરતી જ વાત કરો ;
  • “આપણને કોઇને મારઝૂડ ના જ ગમે. આપણી લાગણીઓ/ભાવનાઓ વિષે વાતચીત કરીને આપણે આપણી સમસ્યા હવે નિવારીએ છીએ.”
  • એના સદ્-ગુણો તરફ અંગુલીનિર્દેશ કરો. એમની કઇ કઇ બાબત તમને પસંદ છે, શું ગમે છે એ કહો ;
  • ભૂતકાળ તેમ જ વર્તમાન વિષે વાત કરો.

ખાસ યાદગાર ક્ષણોનો સંગ્રહ કરવાનું રાખો :

  • “મને ગઇ કાલની વાત યાદ છે કે તું . . . “

ભૂતકાળને વર્તમાન તેમ જ ભવિષ્યથી અલગ રાખો :

  • “એ તો આપણે પેલી જગાએ રહેતા હતા ત્યારે બની ગયું, પણ આપણને ત્યાં ફાવ્યું નહીં એટલે આપણે ત્યાંથી નીકળી ગયા. હવે આપણે એકબીજાને પડખે ઊભા રહેવાનું છે. એમ કર, તું તકિયા લઇ આવ, હું તને વાર્તા વાંચી સંભળાવીશ.”

આવા તર્ક/વિચારો ઉપયોગમાં લેવાય એવી તક ખોળતા જ રહો. ઉચ્ચ કોટિનો વાર્તાલાપ તો કદાચ અન્ય કોઇ પ્રવૃત્તિ દરમ્યાન જ સ્ફૂરી આવશે – જેમ કે, ઠામવાસણ ધોતી લૂછતી વખતે, વાહનમાં બેઠા હો ત્યારે, યા રમતગમત વખતે.

તમારી પોતાની ભાવનાઓ વિષે, તેમ જ કોઇ બનેલ ઘટના બાબત તમે શું ધારો છો એ વિષે તમારા બાળકો જોડે પ્રામાણિક અને નિખાલસ રહો.

બાળકોને મદદરૂપ થઇ શકે એવા પગલાં

ઘરમાં શું ચાલી રહ્યું છે તેનો વિચાર કરો

ગેર-વર્તણૂકના મૂળમાં રહેલ કારણો વિષે વિચારો.

તમારૂં બાળક શા માટે તોફાને ચઢે છે એનો વિચાર કરો.

સંભવ છે કે બાળક ફક્ત થાકેલું હોય, ભુખ્યું હોય, કંટાળી ગયું હોય યા અતિ-ઉત્તેજીત કે ઉશ્કેરાયેલું હોય – આ સઘળા કારણોને નિવારી શકાય છે.

તમારા બાળકને અત્યારે એવી કોઇ મૂંઝવણ સતાવી રહી છે કે જે એ તમને જણાવતા ખચકાય છે?

સમસ્યા ક્યારથી શરૂ થઇ એ વિચારો

મામલો જ્યારથી બીચકવા લાગ્યો એ અરસામાં નીચે બતાવેલ કોઇ ઘટના બની હતી?

  • કાંઇ એવું બન્યું હતું જે તમારે માટે ‘ગઇ ગુજરી’ સમાન હોય પણ બાળકને સતાવી રહ્યું હોય?
  • તમે કોઇ બાબતને ગૌણ લેખી હતી, એમ સમજીને કે એ તરત ભુલાઇ જશે?
  • તમને પોતાને વાત કરવી ન ફાવે એવા કોઇ વિષયની વાત છેડવાનું તમે ટાળ્યું હતું, કે જેને લીધે બાળકને પોતાની લાગણીઓ કે ચિંતાઓ વ્યક્ત કરવાની તક ગુમાવવી પડી હતી?

મનમાં દબાવી રાખેલી તમારી લાગણીઓ

બનવાજોગ છે કે તમારી લાગણીઓને દબાવી રાખવામાં તમને ફાવટ આવી ગઇ હોય અને તમારા બાળકો પણ એમ જ કરે એવી અપેક્ષા તમે જાણે-અજાણે સેવી રહ્યા હો.

બાળકો જો લાગણીઓને દબાવી રાખે તો વહેલા-મોડા પણ એ ક્રોધ, આક્રમકતા કે સ્વાર્થી વર્તન તરીકે બહાર આવશે. ભૂતકાળમાં બનેલ કોઇ બિના એને માટે કાયમી દુઃખદાયી બની ગઇ હોય અને તમે એની સાથે એ બારામાં વાત જ ના કરી હોય તો એને ગુસ્સો આવશે યા રીસ ચઢશે.

જે કાંઇ બની રહ્યું હોય તેના વિષે વાત કરો

શું બની રહ્યું છે એ બારામાં તમે નિખાલસપણે વાત કરી શકો તો બાળક તમને સવાલ પૂછવા પ્રેરાશે ; એના થકી એની વ્યાકુળતા ઓછી થશે અને પોતે સલામત છે એમ એને લાગશે.

નાની-સૂની બાબતો ઉપર વાતચીત કરવાનું રાખશો તો જ્યારે મહત્વની બાબતો તમારી સમક્ષ આવશે ત્યારે વાત કરવાનું વધુ ફાવશે.

બાળકોને તમારી ભાવનાઓથી વાકેફ કરતા રહો. શું સારાં વાનાં થયા અને શેનાથી આનંદ આવ્યો તેની વાત કરો ; સાથે સાથે, ક્યારેક પાસાં અવળા પડ્યા હોય તેના વિષે પણ વાત કરો.

સમય જતાં, તમે તમારા બાળકો જોડે વર્તમાન તેમ જ ભૂતકાળમાં બનેલ બિનાઓ વિષે ચર્ચા કરી શકશો. દોષનો ટોપલો તમારે માથે નાખવાનું કે ખુદ પોતાને માથે લઇ લેવાનું કેટલું અણઘટતું કહેવાય એની સમજણ પણ એને થવા લાગશે.

બદલાતાં સંજોગો વિષે અગમ-ચેતી રાખો

તમારા બાળકને સ્પર્શે એવું પરિવર્તન એના જીવનમાં આવવાનું હોય ત્યારે આવનાર મુશ્કેલીઓ અને દુવિધાઓ બારામાં તમે અગાઉથી વિચારી રાખ્યું હોય તો સારૂં પડશે. એ પરિવર્તનને તમે પોતે કેવી રીતે અપનાવશો અને બાળકોને શી રીતે મદદ કરશો એનો વિચાર કરો.

બેચેની અને નારાજગી લાવી દે તેવા સંજોગો

તમારા બાળકને બેચેન અને નારાજ કરી દે તથા એને ગેર-વર્તણૂક તરફ દોરે તેવા અમુક સંજોગોના ઉદાહરણ નીચે આપેલ છે :

  • જીવનસાથીથી છૂટા થવું, છૂટા-છેડા લેવા, યા નવા જીવનસાથીનું આગમન ;
  • નવજાત શિશુનું યા મોટેરા ભાંડુઓનું આગમન ;
  • સ્કૂલ શરૂ થાય યા સ્કૂલની બદલી થાય ;
  • તમને કોઇ લાંબી જીવલેણ બિમારી કે ડિસેબિલિટી હોય ;
  • પરિવારમાં મારપીટ ;
  • કુટુંબમાં કોઇનું અવસાન ; અથવા,
  • ઘર બદલીને નવા વિસ્તારમાં જવાનું થાય.

બાળકોને એમની દુનિયા ડામાડોળ થતી ભાસશે. એમની ઉપેક્ષા થતી હોય એવું એમને લાગશે. આવી રીતે એમને અસલામતી લાગે તો સંભવ છે કે એમનું વર્તન પણ પલટો ખાશે – નાનેરાં બાળકો વાયડા કે નટખટ બની જાય અને મોટેરાં બાળકો તથા તરુણો ક્રોધી કે આક્રમક બની જાય.

તમે જીવનસાથીથી છૂટા થાઓ ત્યારે બાળકોને બીજી ખોટ પણ ભોગવવી પડે છે : પોતાનું ઘર, ફાવટ આવી ગઇ હોય છે તે જીવન, જૂના મિત્રો, સગાંવહાલાં તેમ જ પાળેલા પ્રાણીઓ. કદાચ સ્કૂલ બદલવાનું થાય અને નવા મિત્રો બનાવવા પડે.

એની વ્યાકુળતા ઓછી કરવા પ્રયત્ન કરો

બાળકોના જીવનમાં આવનાર પરિવર્તન વિષે વાત કરતી વખતે એમને યાદ દેવડાવતા રહેવું કે એમના તરફ તમારો સ્નેહ એવો ને એવો જ યથાવત્ છે. એમનામાં રસ લેવાનું તેમ જ એમની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ રહેવાનું જારી રાખશો.

તમારા જીવનસાથીથી તમે છૂટા પડો તો તે બાદ બાળકને હૈયાધારણ આપો કે એની સંભાળમાં કોઇ કચાશ નહીં રહે અને તમારા જીવનસાથી – એના અન્ય માવતર – જોડેનો એનો નાતો પૂર્વવત્ રહી શકે છે. બની શકે તો તમારા જીવનસાથી જોડે બાળકની જરૂરિયાતો અને ભાવનાઓ વિષે ચર્ચા કરતા રહો.

નિત્યની પ્રવૃત્તિઓ અને ચર્યાઓ બને એટલી પૂર્વવત્ ચાલુ રાખવી જેથી બાળકને સલામતી અને સુરક્ષાની પ્રતીતિ ઉત્તરોત્તર થતી રહે.

શું બની ગયું અને શા માટે બન્યું એ સમજાવો. મોટેરાં બાળકોનો મત જાણી લો, પણ એટલું યાદ રાખવું કે બાળક સાથે સંપર્ક-સંબંધ અને એના રહેઠાણ જેવા મહત્વપૂર્ણ નિર્ણયો આખરે વડીલોએ/ માવતરોએ લેવાના હોય છે.

તમારો પોતાનો ખ્યાલ રાખો

તમારૂં પોતાનું ધ્યાન રાખવું બહુ અગત્યનું છે. તમે પોતે જો સ્વસ્થ અને સધ્ધર હશો તો બાળકને મદદ કરવામાં તમને વધુ સુગમતા પડશે.

તમારા અનુભવોમાં બીજાંને પણ ભાગીદાર બનાવો

પરિસ્થિતિ વણસીને કટોકટી બની જાય ત્યાં સુધી રાહ ના જોશો. ચિંતાજનક કાંઇક બને તો તરત જ કોઇને વાત કરો ; સંભવ છે કે કટોકટીને ટાળી શકાય.

તમારા વિસ્તારના કોઇ પૅરેન્ટ્સ ગ્રૂપમાં –માવતરોના મંડળમાં – જોડાઇ જાવ, યા બાળઉછેરને લગતા પુસ્તકો વાંચો. ઉપયોગી એવા પરિપત્રો યા વેબસાઇટની તપાસ કરી શકાય, અથવા, માવતરો માટેની એવી કોઇ હેલ્પલાઇનને ફોન કરી શકાય.

એકલ માવતરને લગતા ‘સપોર્ટ ગ્રૂપ’ તમારા વિસ્તારમાં હોય તેના વિષે જાણકારી મેળવો : ત્યાં કદાચ એવો કોઇ નિષ્ણાત મળી રહેશે જે તમારી ખાસ સમસ્યામાં કાંઇક મદદ કરી શકે ; બીજાં ગ્રૂપ અમુક અંશે ઉપરછલ્લા જ હશે. સ્કૂલ, બાળમંદિર, સામાજીક કેન્દ્રો, દેવળ, મસ્જીદ, મંદિર કે સિનેગોગ (યહૂદીઓના ધર્મસ્થાન) જેવી જગાઓની અંદર કે એની આસપાસ આવા ગ્રૂપ મળી રહેશે.

સ્થાનિક લાઇબ્રેરી કે સિટિઝન્સ ઍડવાઇસમાંથી લોકલ ગ્રૂપ વિષે માહિતી મળી રહેશે. એમની સાથે વાત કરી, સવાલો પૂછી, તમારે માટે ઉત્તમ માર્ગ શું છે એની તપાસ કરો. તમારી આજુબાજુમાં રહેતા અન્ય માવતરોને તમારે ઘેર બોલાવી, બાળઉછેરને લગતા સવાલોની ચર્ચા કરતા કરતા તમે પોતે પણ આવું અવિધિસરનું ગ્રૂપ સ્થાપી શકો છો.

સરખું આયોજન કરો, દરેક પાસાંને આવરી લો

જીવનમાં તણાવ ઓછો કરવા માટે :

  • બાળકોની દિનચર્યા અને શયનકાળ નિયમિત રાખો : એકંદરે આવી નિયમિતતા બાળકો માટે સારી રહે છે, કેમ કે આગોતરા જાણ હોય એવી પ્રવૃત્તિઓમાં એને સલામતી લાગે છે ; સાથે સાથે, તમે પોતે પણ પોતા કાજે દિવસનો અમુક સમય ફાળવી શકશો એટલે આવી નિયમિતતા તમારે માટે પણ સારી રહેશે ;
  • જે જે કામ કરવાના હોય તેની, અગ્રતાક્રમ અનુસાર, યાદી બનાવવાનું રાખો ; અને,
  • દૂરંદેશી વાપરી, દિવસ દરમ્યાનના તણાવમાં રાહત માટે કાંઇક વિચારી રાખો.

તમારૂં બાળપણ મુશ્કેલીભર્યું હતું?

બાળપણમાં તમે ત્રાસ ભોગવ્યો હોય – જેમ કે ઉપેક્ષા, યા માનસિક, શારીરિક કે કામાસક્ત ત્રાસ – તો સંભવ છે કે એ વખતે તમે સરખી રીતે એના વિષે વાત કે વિચાર નહીં કરી શક્યા હો ; અને કદાચ ત્યારથી આજ સુધી એ વાત કે વિચાર કરવાનો મોકો જ ના મળ્યો હોય.

તમારા ભૂતકાળ વિષેની લાગણીઓને તમે દબાવી રાખી હશે તો તમારા બાળકનો ક્રોધ, તેની વ્યાકુળતા સમજવામાં તમને મુશ્કેલી પડશે.

તમારા પોતાના અનુભવો સમજી તે બારામાં મદદ કરી શકે એવા કોઇ જાણકારને વાત કરશો તો તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખી શકશો તેમ જ બાળક ઉપર જે કાંઇ વીતતું હશે તેનો તાગ મેળવી શકશો.

તમારા પોતા માટેનો સમય

તમે એકલ માવતર હશો તો કદાચ તમને એકલતા સાલતી હશે ; અને જો તમારા બાળકની વર્તણૂક ખરાબ હશે તો આ લાગણી વધારે બદતર લાગશે.

તમને પોતાને શું કરવું ગમે છે એ બાબત થોડો વિચાર કરો. રોજ અર્ધો કલાક – બની શકે તો એથી વધારે સમય – તમારી પોતાની પસંદગીની કોઇ પ્રવૃત્તિ માટે કાઢો જ.

ક્યારેક સંધ્યાટાણે બહાર જવાનું રાખો. ઘરમાં નાનાં બાળકો હોય તો કોઇ મિત્રને ત્યાં એને સુવા મોકલી શકાય?

દિવસનો અમુક ભાગ પોતાને માટે રાખવો એ અગત્યનું છે –સ્ફૂર્તિ મેળવવા માટે યા કોઇ ખાસ કામ પાર પાડવા માટે.

તમારી પોતાની મર્યાદા પિછાણી લો અને મદદ માટે ક્યારે ધા નાખવી એ જાણી લો

તમે એકદમ ત્રસ્ત થઇ ગયા હો અને કોઇ આરો ના સૂઝતો હોય, યા તમારી વ્યગ્રતાનો ભોગ તમારા બાળકો બની રહ્યા હોય, ત્યારે સમજવું કે બહારની મદદની જરૂર ઊભી થઇ છે.

અનામી મદદ માટે કોઇ બાળઉછેરને લગતી હેલ્પલાઇનને ફોન કરો, યા કોઇ વિશ્વાસપાત્ર મિત્રને કે સ્વજનને પૂછી જુઓ.

ફૅમિલી ડૉક્ટરને પૂછી શકાય. પરિવાર-સંબંધી નિષ્ણાતોનો સંપર્ક ફૅમિલી ડૉક્ટર મારફતે થઇ શકે છે.

સંકટ સમયે સત્વરે જરૂર પડે એવા સૌ કોઇના ફોન નંબરો નોંધી રાખો. મિત્રો, સ્કૂલ, ડૉક્ટર તથા સપોર્ટ ગ્રૂપ વિગેરેના નંબરો નોંધી, અને તરત મળી શકે એવી જગા ઉપર રાખશો.

બાળકોના અધિકાર તથા જવાબદારીઓ

બાળકો જેમ જેમ મોટા થાય તેમ તેમ તેમને કાનૂની અધિકારો મળતા જાય છે.

એને યાદ કરાવો કે અધિકારોની સાથે સાથે જવાબદારીઓ પણ હોય છે, અને એમણે પ્રાપ્ત કરેલા નવા હક્કો માટે તૈયાર થવામાં એમને સહાય કરો.

યુ.કે.માં ઉંમર પર આધારિત અમુક અધિકારો નીચે મુજબ છે :

  • દસ વર્ષની ઉંમર : - જાણીબૂઝીને કાંઇ ખોટું કરે તો એની વિરુધ્ધ ફોજદારી ગુનો નોંધાવી શકાય ;
  • બાર વર્ષની ઉંમર : પાળેલું/પાળવા માટે પ્રાણી/પક્ષી ખરીદી શકે ;
  • તેર વર્ષની ઉંમર : ઘેર ઘેર છાપા પહોંચાડવાનું ‘પેપર રાઉન્ડ’નું કામ યા અન્ય કોઇ પાર્ટ-ટાઇમ કામ કરી શકાય ;
  • ચૌદ વર્ષની ઉંમર : શરાબ-ખાનામાં જઇ શકાય ; જો કે ત્યાં પોતે કેફી પીણા ખરીદી ના શકે ;
  • સોળ વર્ષની ઉંમર : સ્કૂલ છોડી ફૂલ-ટાઇમ કામે લાગી શકાય ; સિગરેટ-બીડી અને ફટાકડા-આતશબાજી ખરીદી શકાય ; મૈથુન માટે સંમતિ આપી શકાય તેમ જ, મા-બાપની અનુમતિ મેળવી ઘર છોડી શકાય ;
  • સત્તર વર્ષની ઉંમર : ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાય ;
  • અઢાર વર્ષની ઉંમર : કાનૂનની નજરે પુખ્ત વયના ગણાય, એટલે પુખ્ત વયના લોકો જે કાંઇ કરી શકે એમાંનું ઘણુંખરૂં કરી શકાય.

જેમ જેમ ઉંમર વધે તેમ તેમ નિયમો/શરતોમાં નવી વાટાઘાટો

તરુણો પોતાની સ્વતંત્રતા અને વધતી જતી સ્વાવલંબન-શક્તિનો આગ્રહ રાખશે જ. આવે ટાણે, શું શું સ્વીકાર્ય છે એ બાબત પર વિચાર-વિમર્શ કરવો જોઇએ. બાળકો પોતાની જવાબદારી સમજી શકે અને પોતાની ચાંચ ક્યાં સુધી ડૂબે છે એ કળી શકે તે માટે એની સમક્ષ વિવિધ યથાર્થ પાસાંઓ રજૂ કરો.

તરુણો તમારી સાથે વાત કરવા સમય માગશે અને કદાચ તમને અનુકૂળ ના હોય એવો સમય પણ માગે. તે જ પ્રમાણે, સંભવ છે કે બાળકને એકાંત જોઇતું હોય તેવે વખતે તમે એની સાથે વાત કરવા માગતા હો. જરૂર જણાય તો પરસ્પરને અનુકૂળ સમય વાતચીત માટે ગોઠવો.

બાળક વાત કરવા બહુ ઉત્સુક ના હોય ત્યારે :

  • બાળકને સ્પષ્ટતા કરો કે તમને એનામાં રસ છે અને એ શું કરે છે એમાં રસ છે, પણ પ્રશ્નોની ઝડી ના વરસાવશો ;
  • બાળક શું કહે છે એ સરખી રીતે સાંભળો અને એની મનોવેદના સમજવાનો પ્રયત્ન કરો ;
  • એ જે કાંઇ કહે, ખાસ તો જો મનોવેદના રજૂ કરે, ત્યારે એને ઉત્તર વાળો, જેથી એને ખ્યાલ આવે કે તમને એને માટે લાગણી છે અને એના ઉપર શું વીતી રહ્યું છે એ સમજવા તમે તત્પર છો ;
  • ગમે તેમ હોય, એની ડાયરી/રોજનીશી વાંચશો જ નહીં – જે કાંઇ તમે વાંચશો એનું અર્થઘટન તમે બરાબર નહીં કરી શકો.

બાળક ઘરની બહાર ગમે ત્યાં જાય ત્યારે સલામતી માટેનાં પગલાં

બાળક ક્યારથી એકલું ઘરની બહાર રમવા નીકળી શકે, ક્યારથી એકલું દુકાનોમાં જઇ શકે, ક્યારથી એકલું સ્કૂલે કે ‘આફ્ટર સ્કૂલ ક્લબ’માં જઇ શકે, એ તમારે જ નક્કી કરવાનું છે. અમુક લોકો એમ કહે છે કે નવ વર્ષથી નાની ઉંમરનું બાળક ક્યાંય એકલું ના જવું જોઇએ.

બાળક સાથે અમુક શરતો અગાઉથી નક્કી કરી લીધી હોય તો એને સુગમતા પડશે. દાખલા તરીકે, કોઇ મિત્રને ત્યાં રહી શકાય, એકલા રઝળપાટ ના કરી શકાય, યા મિત્રને ત્યાં પહોંચે એટલે તમને ફોન કરે અથવા ઘરે આવવા નીકળે ત્યારે તમને ફોન કરે (આમ કરવાથી બાળક પોતાના તરફની ભલી લાગણી સમજતું થશે અને સીધા ઘરે આવવા પ્રેરાશે.)

કિશોરો અને ન્યાય

ગુનાખોરીના પરિણામો વિષે બાળકોની સમજ

કિશોરો જેમ જેમ મોટા થાય તેમ તેમ તેમના અધિકારો અને ઓમાં જે વધઘટ થાય એ પૂરી રીતે સમજવા માટે એમને મદદની જરૂર પડશે.

ઉંમર મુજબ મળતા અધિકારો બારામાં સ્પષ્ટતા કરેલી જ છે, પરંતુ એ ગુનો કરે ત્યારે એની કેટલી અને કેવી જવાબદારી રહે છે એ વિષય જરા આંટીઘૂંટી વાળો છે.

કાનૂની નજરે, દસ વર્ષથી મોટી ઉંમરનું બાળક પોતે કરેલ ગુના વિષે સમજણ ધરાવતું હોય છે તેમ જ આવા ગુના માટે એને જવાબદાર ઠેરવી શકાય છે.

આમ છતાં, વિષયાસક્ત લંપટોથી એમને બચાવવા માટે તથા કામ પર એમનો અતિશય ગેરલાભ લેવાય તેનાથી એમને બચાવવા માટે, કાયદા હેઠળ એમને રક્ષણ મેળવવાને યોગ્ય બાળક ગણવામાં આવે છે.

ઘરની બહાર બાળક મારપીટ કરશે યા હાનિકારક વર્તન કરશે એવી તમને ભીતિ હોય તો બાળકને એની જવાબદારી તેમ જ એના સમાજ-વિરોધી વર્તનના પરિણામો સમજવામાં મદદ કરો.

કોર્ટમાંથી મળી શકતા ફરમાન/હુકમ

યુવાનો/કિશોરો ગુનો કરે યા સમાજ-વિરોધી વર્તન આચરે તો કોર્ટ અનેક જાતના ફરમાન લાદી શકે છે :

ઍન્ટી-સોશિયલ બિહેવિયર ઓર્ડર - સમાજ-વિરોધી વર્તનને લગતું ફરમાન

દસ વર્ષ કે એથી મોટી ઉંમરનું બાળક ક્યાં ક્યાં જઇ શકે અને શું શું કરી શકે એના ઉપર નિયંત્રણ મૂકનાર આ ફરમાન પોલિસ યા લોકલ ઑથોરિટી લાગુ કરી શકે છે.

ચાઇલ્ડ સેફટી ઓર્ડર બાળકની સલામતી માટેનું ફરમાન

દસ વર્ષથી નાની ઉંમરના બાળકને ગુનાખોરી કે સમાજ-વિરોધી વર્તનના માર્ગે જતા રોકવા માટે લોકલ ઑથોરિટી આ ફરમાન કરાવી શકે છે.

ચાઇલ્ડ કર્ફ્યુ બાળકને બંધી-હુકમ

પંદર વર્ષથી નાની ઉંમરના બાળકને અમુક વિસ્તારમાં પ્રવેશ કરતા અટકાવવા માટે લોકલ ઑથોરિટી આ ફરમાન કરાવી શકે છે.

પૅરેન્ટીન્ગ ઓર્ડર બાળઉછેરને લગતું ફરમાન

તમારા બાળકે કોઇ ગુનો કર્યો હોય, યા એને નિયમિત સ્કૂલે મોકલવા બાબત તમે લાપરવાહી રાખી હોય તો

આ ફરમાન થકી તમારે બાળઉછેરને લગતા ખાસ વર્ગોમાં હાજરી આપવી પડશે.

ફાઇનલ વૉર્નિંગ આખરી ચેતવણી

આના થકી બાળકને યુથ ઓફેન્ડીન્ગ ટીમ (કિશોરોના ગુનાઓની તપાસ કરનાર કાર્યાલય) માં મોકલવામાં આવશે, જ્યાં એને ગુનાખોરીથી દૂર રાખવા માટેના વિવિધ ઉપાયો તપાસવામાં આવશે.

રિપેરેશન વળતરની ચૂકવણી

યુવાન ગુનેગાર એના અપકૃત્યનો ભોગ બનનાર વ્યક્તિને અથવા આમ સમાજને વળતર રૂપે કાંઇક આપે એવી મતલબનું ફરમાન

વધારે મદદ

માવતરોના ગ્રૂપમાં જોડાવાથી, બાળઉછેરને લગતું પુસ્તક વાંચવાથી યા વિડિયો જોવાથી, અને બાળઉછેરને લગતા ખાસ કોર્સ કરવાથી તમને સંકટ સમયે માર્ગ કાઢવામાં સહાય મળશે.

માવતર તરીકેનો તમારો આત્મવિશ્વાસ ટકી રહેશે તો આ પુસ્તિકામાં આપેલ વિચારો અને નુસખાઓ અજમાવવામાં અને એને વળગી રહેવામાં તમને સહાય થશે.

મદદ કરી શકે એવી સંસ્થાઓ

(નોંધ : સુગમતા ખાતર અમુક નામ, સરનામા, ફોન નંબર જેવી વિગતો અંગ્રેજીમાં જ આપેલ છે)

ATTENTION DEFICIT DISORDER INFORMATION SERVICE

Tel: 020 8906 9068

www.addiss.co.uk.

Specialist help and advice is available free.

ઍટેન્શન ડેફિસિટ ડિસોર્ડર ઇન્ફોર્માશન સર્વિસ

નિષ્ણાત પાસેથી વિના મૂલ્યે મળતી સલાહ અને સહાય

CHILDLINE

Tel: 0800 1111

24-hour helpline for children in danger or distress.

ચાઇલ્ડ-લાઇન

ખતરામાં હોય યા મૂંઝાયેલ હોય એવા બાળકો માટે દિન-રાત સેવા આપતી હેલ્પ-લાઇન

CHILDREN’S LEGAL CENTRE

University of Essex, Wivenhoe Park, Colchester CO4 3SQ

Advice Line: 01206 873 820 (Mon–Fri 10am–12.30pm)

Free, confidential advice on any legal issue relating to children and young people.

ચિલ્ડ્રન્સ લીગલ સેન્ટર

બાળકો, કિશોરો અને યુવાનોને લગતી કોઇ કાનૂની મડાગાંઠ બારામાં વિના મૂલ્યે મળતી તેમ જ ગુપ્તતા જાળવતી સલાહ

CONTACT A FAMILY

209–211 City Road, London EC1V 1JN

Freephone: 0808 808 3555 (Mon–Fri, 10am–4pm)

Helps families who care for children with special needs and are a main source of information about rare disorders.

કોન્ટેક્ટ એ ફૅમિલી

ખાસ, વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોની સંભાળ લેનાર કુટુંબોને સહાય કરે છે, અને જવલ્લે જ જોવા મળતી બિમારીઓ અને વિકારો બારામાં માહિતી પૂરી પાડે છે.

CRUSE BEREAVEMENT CARE

Cruse House, 126 Sheen Road, Richmond, Surrey TW9 1UR

Helpline: 0870 167 1677

www.crusebereavementcare.org.uk

Offers counselling, advice and opportunities for social contact to all bereaved people, including children.

ક્રૂઝ બિરીવમેન્ટ સેન્ટર

કોઇ આપ્તજનના અવસાન બાદના વિયોગમાં દુઃખી લોકોને – બાળકો સુધ્ધાં – સમાજમાં રહેવું સુગમ પડે એ અર્થે રૂબરૂ માર્ગદર્શન અને સલાહ આપનાર તેમ જ એ માટે તક પૂરી પાડનાર સંસ્થા.

DADS UK

85a Westbourne Street, Hove, East Sussex BN3 5PF

Tel: 07092 391 489 or 07092 39092 39 0210 Mon–Fri 11am–10pm, Sat–Sun 2–6pm

www.dads-uk.co.uk

Information, advice and support for single or gay fathers, and bereaved husbands.

ડૅડ્સ યુકે

એકલ બાપ, એક-લિંગી વ્યવહાર કરનાર બાપ, વિયોગમાં દુઃખી પતિઓને માહિતી, સલાહ અને સહાય આપનાર સંસ્થા.

FAMILY MATTERS

13 Wrotham Road, Gravesend, Kent DA11 0PA

Helpline: 01474 537 392

Offers counselling, listening and information to both adults and children aged 8 and over, who have experienced sexual abuse in childhood.

ફૅમિલી મેટ્ટર્સ

અત્યારે પુખ્ત વયના હોય યા આઠ વર્ષથી મોટી ઉંમરના હોય તેવા પણ બચપણ દરમ્યાન કોઇ વિષયાસક્ત લંપટ તરફથી વ્યભિચારનો ભોગ બન્યા હોય તેવા લોકોને રૂબરૂ વાતચીત દ્વારા તેમ જ માહિતી પૂરી પાડીને સહાય કરનાર સંસ્થા.

FAMILY SERVICE UNITS: REACHOUT

Helpline: 020 7402 5175 24 hr

Run family centres for marginalised and excluded families; also work with disruptive and bullied children. Work to link support for the child with support for the whole family.

ફૅમિલી સર્વિસ યુનિટ્સઃ રીચ-આઉટ

સમાજે બહિષ્કાર કર્યો હોય તેવા પરિવારો માટે ખાસ પરિવાર-કેન્દ્રો ચલાવે છે;

ધિંગા-મસ્તી કરનાર કે દાદાગીરીનો ભોગ બનનાર બાળકોને પણ સેવાઓ આપે છે ;

બાળકને મળતી સહાય તથા સમસ્ત પરિવારને મળતી સહાય પરસ્પર સુસંગત બની રહે તે માટે પ્રયત્નશીલ રહે છે.

HOMESTART

National Information Line: 0800 068 6368

Email: [email protected]

www.home-start.org.uk

Support, friendship and practical help from volunteers for people in their own homes who have at least one child under five.

હોમ-સ્ટાર્ટ

પાંચ વર્ષથી નાની ઉંમરનું એક પણ બાળક હોય તેવા લોકોને સ્વયંસેવકો – વોલંટીયરો – દ્વારા ઘેર બેઠાં સહાય, મિત્રાચારી તેમ જ વ્યવહારૂ મદદ આપતી સંસ્થા.

MEET A MUM ASSOCIATION

376 Bideford Green, Linsdale, Leighton Buzzard LU7 2TY

Post-natal Helpline: 020 8768 0123 Mon–Fri 7pm–10pm

www.mama.org.uk

Puts mothers who are isolated, lonely or who have post-natal depression in contact with one another for friendship and mutual support.

મીટ એ મમ ઍસોસિએશન

અલગતા કે એકલતા ભોગવી રહી હોય, યા પ્રસૂતિ બાદ માનસિક વ્યથામાં ગરક થઇ ગઇ હોય તેવી સ્ત્રીઓને મિત્રાચારી માટે તેમ જ અરસપરસ સહાય માટે એકબીજાની નજીક લાવનાર સંસ્થા.

NATIONAL FAMILY MEDIATION

9 Tavistock Place, London WC1H 9SN

Tel: 020 7385 5993

Provides information about affiliated mediation services. Can provide a booklist about divorce and separation for children of different ages.

નૅશનલ ફૅમિલી મિડીએશન

મધ્યસ્થી કરનાર સંસ્થાઓ બારામાં માહિતી આપે છે. છૂટાછેડા અને કુટુંબ વિભાજન બારામાં દરેક ઉંમરના બાળકને અનુરૂપ એવી પુસ્તિકાઓ મેળવી શકે છે.

NCH ACTION FOR CHILDREN

85 Highbury Park, London N5 1UD

Tel: 020 7226 2033

www.nch.org.uk

Provides family centres throughout the UK offering advice and help to those coping with stress and practical difficulties.

એનસીએચ ઍક્શન ફોર ચિલ્ડ્રન

તણાવ અને રોજની વ્યવહારૂ સમસ્યાઓથી ઘેરાયેલ લોકોને સલાહ અને મદદ આપવા માટે યુકે ભરમાં પરિવાર-કેન્દ્રો ચલાવે છે;

NFPI (NATIONAL FAMILY AND PARENTING INSTITUTE)

Tel: 020 7424 3470

www.nfpi.org

Publications for parents.

એનએફપીઆઇ (નૅશનલ ફૅમિલી એન્ડ પૅરેન્ટીન્ગ ઇન્સ્ટીટ્યૂટ)

માવતરો માટેના વિવિધ પ્રકાશનો.

NSPCC CHILD PROTECTION HELPLINE

Tel: 0800 800 5000 – staffed 24 hrs by qualified social workers for anyone concerned about a child at risk of abuse.

Tel: 020 7825 2775 for publications and information Mon–Fri 9am–4pm.

એનએસપીસીસી ચાઇલ્ડ પ્રોટેક્શન હેલ્પલાઇન

ટે. નં. : 0800 800 5000 – બાળક ખતરામાં હોય એવું લાગે તો ક્વોલિફાઇડ સોશિયલ વર્કર આ નંબર ઉપર ચોવીસે કલાક મળી રહેશે.

ટે. નં. : 020 7825 2775 સોમવારથી શુક્રવાર સવારના નવથી બપોરે ચાર વાગ્યા સુધી – પ્રકાશનો. અને માહિતી માટે.

PARENTLINE PLUS

Helpline: 0808 800 2222 24 hrs

Textphone: 0800 783 6783 availability is variable between 9am and 5pm, otherwise answerphone

www.parentlineplus.org.uk

Provides advice and support for anyone in a parenting role, including stepparents and grandparents.

પૅરેન્ટલાઇન પ્લસ

બાળ-ઉછેર કરનાર લોકો – સાવકા માવતર, દાદા-દાદી તથા નાના-નાની સુધ્ધાં – એ સૌને સલાહ અને સહાય પૂરા પાડે છે.

YOUNG MINDS PARENTS INFORMATION SERVICE

Tel: 0800 018 2138 Mon and Fri 10am–1pm, Tues, Wed, Thurs 1–4pm

Publications cover a range of issues that young people might be dealing with. For parents and carers who are concerned about the mental health and emotional well-being of a child or young person. They also provide local information.

યંગ માઇન્ડ્સ પૅરેન્ટ્સ ઇન્ફોર્મેશન સર્વિસ

તરુણો તથા કિશોરોને સ્પર્શતી અનેક બાબતો બારામાં પ્રકાશનો.. બાળક કે નાનેરી વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય અને એની ભાવનાશક્તિ વિષે ચિંતીત માબાપો અને અન્ય સંભાળ રાખનારાઓ માટે. લોકલ માહિતી પણ પૂરી પાડવામાં આવે છે.

જોડાવા યોગ્ય ગ્રૂપ

આવા ગ્રૂપમાં જોડાઇ, ઘર તેમ જ આડોશપાડોશથી દૂર જઇ નિરાંતે લોકોને હળીમળીને નવી મિત્રાચારી, નવા પરિચયો સાધી શકાય, અથવા તમારા જેવા અનુભવ થયા હોય તેવા લોકોને મળી વિચારોની આપ-લે કરી શકાય.

GINGERBREAD

7 Sovereign Close, Sovereign Court, London E1W 3HW

Advice Line 0800 018 4318 Mon–Fri 9am–5pm.

www.gingerbread.org.uk

There are over 100 Gingerbread groups around the country organising different activities, for example, daycare schemes, advice and practical help. All provide the opportunity to socialise with other parents.

જીન્જરબ્રેડ

દેશભરમાં થઇને આવા ૧૦૦થી વધારે જીન્જરબ્રેડ ગ્રૂપ છે. દૈનિક સાર-સંભાળ, સલાહ-સૂચન અને વ્યવહારૂ મદદ જેવી વિધવિધ પ્રવૃત્તિઓ તથા સુવિધાઓનું આયોજન કરે છે. બીજા માવતરો સાથે હળવા-મળવાની તક પૂરી પાડે છે.

SINGLE PARENTS ACTION NETWORK (SPAN)

Millpond, Baptist Street, Easton, Bristol BS5 0YW

Tel: 0117 951 4231

www.singleparent.org.uk

National network of self-help organisations for lone parents, particularly concerned with poverty,racism and women’s issues. SPAN can help new groups set up.

સિંગલ પૅરેન્ટ્સ ઍક્શન નેટવર્ક (સ્પાન)

એકલ માવતરો માટેની સ્વ-નિર્ભર, સ્વાશ્રયી સંસ્થાઓનું દેશવ્યાપી માળખું ; ગરીબી, વંશભેદ/વર્ણભેદ તથા સ્ત્રીઓને સ્પર્શતા સવાલો પ્રત્યે ખાસ સજાગ. નવા ગ્રૂપ ઊભા કરવામાં ‘સ્પાન’ સહાય કરી શકે છે.

એકલ માવતરો માટે માહિતી

Tel Helpline 0800 018 5026 for One Parent Families helpline for a list of organisations for lone parents in your area.

એકલ માવતરો માટેની તમારા વિસ્તારમાંની સંસ્થાઓની યાદી માટેની હેલ્પલાઇન

This document was provided by One Parent Families www.oneparentfamilies.org.uk