Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

HIV અને AIDS: પાયાની માહિતી
HIV AND AIDS: BASIC INFORMATION

HIVશું છે?

HIV નો અર્થ હ્યુમન ઈમ્યુનોડેફીશિયન્સી વાયરસ છે. એ લોકોમાં AIDSથવાનું કારણ બને છે. HIVતે વ્યક્તિને કેટલાંક ચેપો પ્રત્યે નબળા બનાવતા શરીરની રોગ પ્રતિકારક પદ્ધતિને નુકશાન પહોંચાડવાનું કારણ બને છે. HIV હોવાનો અર્થ એ નથી કે તમને AIDS છે. વ્યક્તિ માંદો થઈ જાય તેટલી હદે પ્રતિકારક પદ્ધતિને નુકશાન પહોંચાડવામાં HIVને ઘણાં વર્ષો લાગે છે. તે સમય દરમ્યાન HIV વાળી વ્યક્તિ સારી થઇ શકે છે અને વાયરસ હોવા છતાં AIDSમાં ફસાયા વગર ઘણાં વર્ષો સુધી જીવી શકે.

AIDS શું છે?

AIDS નો અર્થ એકવાઈર્ડ ઈમ્યુન ડેફીશિયન્સી સીન્ડ્રોમ. AIDS ભાગ્યે જ દેખાતા ચેપો અને કેન્સરનો સમુહ છે જે HIV વાળા લોકોમાં વિકસી શકે. જો HIV વાળી વ્યક્તિને આ ખાસ માંદગીઓ થાય તો તેઓ AIDS ધરાવતા હોવાનું કહેવાય છે. ઘણાં ભાગોમાં આ માંદગી થવાનું કારણ સામાન્ય અને સંબંધીત રીતે સ્વસ્થ પ્રતિરોઘક પધ્ધતિ સાથેની વ્યક્તિ હાનિરહિત હોય છે. જો કે, એવા કોઇક જેની રોગ પ્રતિકારક પદ્ધતિ ખરાબ રીતે નુકશાન પામી હોય તેઓને માટે તીવ્ર માંદગી અને મૃત્યુના કારણ બની શકે.

વ્યક્તિ HIV થી ઈન્ફેક્ટેડ કઈ રીતે બને?

ચાર મુખ્ય રીતે HIV પ્રસરી શકે છે:

  • HIV હોય એવા કોઇની સાથે કન્ડોમ વગર યોની અથવા ગુદા મૈથુન કર્યું હોય
  • ચેપ વાળા રક્ત સાથે સંપર્કમાં આવેલા ડ્રગ-ઈન્જેક્ટીંગ ઉપકરણના વપરાશ દ્વારા
  • HIV વાળી સ્ત્રી દ્વારા ગર્ભાવસ્થા દરમ્યાન તેના બાળકને, જન્મ સમયે કે સ્તનપાન દ્વારા
  • ચેપ વાળી વ્યક્તિ દ્વારા ઈન્જેકશન કે બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન દ્વારા

તમને રોજના સામાજીક સંપર્ક દ્વારા HIV ન થાય જેમકે:

  • સામાજીક ચુંબન, સ્પર્શ, આલિંગન, હસ્ત-ધૂનન
  • HIV વાળી વ્યક્તિ સાથે સ્વીમીંગ પુલમાં, શૌચાલય સુવિધા, વાસણો કે ચમચા-ચાકૂ-કાંટાના ઉપયોગમાં સહભાગી થવાથી એવી વ્યક્તિએ બનાવેલ ખોરાક ખાવાથી.
  • ખાસી, છીંક ખાવા કે આંસુઓ, જીવડા કે પ્રાણીઓના કરડવાથી.

સહવાસ વિશે શું?

ચેપ હોય તેની સાથે તમે યોની અથવા ગુદા મૈથુન કોન્ડોમ વગર કરેલ હોય તો તમને HIV અને સહવાસથી પ્રસરતા અન્ય ચેપો થઇ શકે છે. જો તમે સહવાસ કરતા હો તો, કોન્ડોમ વાપરવાથી HIVસામે અસરકારક રક્ષણ મળે છે. સહવાસથી પ્રસરતા અન્ય ચેપો સામે અને વણ જોઇતી ગર્ભાવસ્થાઓ સામે પણ કોન્ડોમ સંરક્ષણ આપે છે.

ડ્રગ્સ (ઔષધો) વિશે શું?

તમે ડ્રગ્સ ઈન્જેક્ટ કરતા હો અને અન્ય લોકો સાથે સોયો અને સીરીંજોનો સહ-ઉપયોગ કરતા હો તો તમે HIVઅને રક્તમાં ઉત્પન્ન થતાં વાયરસ જેવા કે હેપટાઈટીસ Cથી ચેપ પામો. જો તમે ડ્રગ્સ ઈન્જેક્ટ કરતાં હો તો, દર વખતે નવી સોય અને સીરીંજ વાપરો અને ઈન્જેક્ટીંગ ઉપકરણોનો અન્યો સાથે સહ-ઉપયોગ કરો નહીં.

બાળક ધરાવવા વિશે શું?

જો તમે ગર્ભવતી હો અને HIV ધરાવતા હો તો, પ્રસવ અગાઉ, દરમ્યાન અને પછીની કાળજી તમારા બાળકમાં HIV પ્રસરવાની તકોને 20થી 1 જેટલા ઓછા ટકા સુધી ઘટાડે છે. HIV ના પ્રસરવાના દરને ઘટાડવા તમે આ કરી શકો:

  • ગર્ભાવસ્થા દરમ્યાન HIV વિરોધી ડ્રગ્સ વડે સારવાર લો
  • જો શક્ય હોય તો સીઝેરીયન પદ્ધતિથી પ્રસૂતિ કરાવો
  • જો શક્ય હોય તો તમારા બાળકને બોટલથી ફીડ કરાવો કેમ કે સ્તનપાનથી અંદાજે 10 ટકા HIV પ્રસરવાની શક્યતા રહે છે.

રક્ત આપવા અને લેવા વિશે શું?

UKમાં રક્ત દાન કરવું સલામત છે. બધાજ ઉપકરણો સ્ટરીલાઈઝડ અને એક જ વખત વપરાતા હોય છે. ટ્રાન્સપ્લાન્ટ માટેના બધા જ રક્ત ઉત્પાદનો, અવયવો અને કોષો HIVએન્ટીબોડીઝ માટે સ્ક્રીન કરાય છે. HIVનો નાશ કરવા રક્ત ઉત્પાદનોને હીટ-ટ્રીટેડ કરાય છે. પરિણામે, હાલમાં UK માં બ્લડ ટ્રાન્સ્ફ્યુઝનથી HIV નો ચેપ લાગવાનું જોખમ નજીવું છે.

HIV પરીક્ષણ શું છે?

HIVએન્ટીબોડી ટેસ્ટ કે HIV ટેસ્ટ તરીકે ઓળાખાતા રક્ત પરીક્ષણ દ્વારા HIVનું નિદાન સામાન્ય રીતે કરાય છે. આ પરીક્ષણ જો HIVહોય તો તેના પ્રતિકારક સિસ્ટમ દ્વારા બનેલા એન્ટીબોડીઝ જોવા માટે કરાય છે. જ્યારે વ્યક્તિ HIVથી ચેપ પામે ત્યારે પરીક્ષણમાં દેખાઇ શકે એટલા એન્ટીબોડીઝ ઉત્પન્ન કરવામાં પ્રતિકારક સિસ્ટમ ત્રણ મહીના જેટલો સમય લે છે. આ મુદતને વિન્ડો પિરિયડ અથવા સેરોકન્વર્ઝન કહે છે.

જો એન્ટીબોડીઝ મળી આવે તો, પરીક્ષણના પરિણામને પોઝીટીવ તરીકે સૂચિત કરાય છે. તેનો અર્થ એકે તે વ્યક્તિ HIV પોઝીટીવ છે. જો એન્ટીબોડીઝ ન મળી આવે તો, પરીક્ષણના પરિણામને નેગેટીવ તરીકે સૂચિત કરાય છે. જો પરીક્ષણ ત્રણ-મહિનાના વિન્ડો પિરિયડ બાદ જ કરેલ આનો અર્થ એ કે તે વ્યક્તિ HIV નેગેટીવ છે. જો તમે HIV પરીક્ષણ કરાવવા અંગે વિચારી રહયાં હો તો, તમે સેક્સ્યુઅલ હેલ્થ ઈન્ફર્મેશન લાઈન (0800 567 123) નો સંપર્ક કરી શકો છો. જે તમને શું સંલગ્ન છે અને પરીક્ષણ માટે જવાનું સર્વોત્તમ સ્થાન કયું છે તે જણાવશે..

શું HIV ની સારવાર થઈ શકે છે?

HIVવિરોધી ઉપચાર એવા ડ્રગ્સ વડેની સારવાર છે જે પોતે જ HIVઉપર ત્રાટકે છે. વાયરસ પોતાની જાતેજ માનવ શરીરના કોષોમાં વૃધ્ધિ પામવાનો જે પ્રયત્ન કરે છે તેને આ ડ્રગ્સ આંતરે છે, પરંતુ વાયરસને સંપૂર્ણપણે મારી નાખી શકતાં નથી.

HIVવિરોધી ડ્રગ્સ મોટે ભાગે ત્રણ કે અધિકના સંયોજનનોમાં સૂચવાય છે. આ સંયોજન ઉપચાર અથવા હાઈલી એક્ટીવ એન્ટીરીટ્રોવાયરલ થેરાપી (HAART) તરીકે ઓળખાય છે. તેની 1996 માં શરૂઆત થઇ, ત્યારથી HAART HIVને અંકુશમાં રાખવામાં અસરકારક પુરવાર થઇ છે અને ઘણા લોકોમાં AIDSથવામાં મોડું કરાવે છે, પરંતુ દરેકમાં નહીં.

સારવારે ઘણાં લોકોને મદદ કરી છે પરંતુ તેઓને આડ અસરે થઈ છે, જે ક્યારેક તીવ્ર હોય છે. આ સારવાર લેવાનું મુશ્કેલ બનાવી શકે છે, અને સારવારની ચરી પાળવાનું જટીલ હોઇ શકે જે લોકોને અનુસરવાની હોચ છે. ગોળીઓ લેવાની આ મુશ્કેલીનો અર્થ સારવાર નિષ્ફળ જઇ શકે. જેટલી લાંબી આ સારવાર લેવાની હોય છે તેટલી વધુ નિષ્ફળ જવાનુ બને.

લેવાતી દવાઓને જયારે HIVહંફાવી દે ત્યારે સારવાર નિષ્ફળ જાય છે. જ્યારે એક સંયોજન નિષ્ફળ જાય ત્યારે બીજાં ડ્રગ્સનું સંયોજન લેવાય છે, જેમ જેમ ઉપચાર નિષ્ફળ નીવડે તેમ તેમ દવાઓનું અસરકારક સંયોજન મેળવવાનું મુશ્કેલ બનાવે છે.

HIV ઈન્ફેક્શનથી સુરક્ષા કરે તેવી દવાઓ છે?

હાલમાં, HIV ના ઈન્ફેક્શન ની કોઈ રસી નથી અને AIDSમાટે કોઇ ઈલાજ નથી. પ્રયોગાત્મક રસીઓ સંશોધીત કરાઇ છે. પંરતુ નિકટના ભવિષ્યમાં અસરકારક રસી ઉપલબ્ધ થવાનું જાણમાં નથી.

This document was provided by The National AIDS Trust, November 2003. www.nat.org.uk