Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

NHS સ્વાસ્થ્ય સંભાળઃ અસહમતીઓનો ઉકેલ
NHS health care: Resolving disagreements

જો તમે NHS (એનએચએસ) સંભાળના માપદંડો પ્રમાણે યોગ્ય ન હો અથવા તમે જરૂરી નર્સીંગ સેવા બાબતમાં નક્કી કરાયેલા બૅન્ડ સાથે અસહમત હો, તો તમારે સૌ પ્રથમ સંબંધીત PCT સંચાલક સાથે ચર્ચા કરવી જોઈએ. NHS સ્વાસ્થ્ય સંભાળ ચાલુ રાખવા જવાબદાર એક મેનેજર હશે અને RNCC એસેસમેન્ટની જવાબદારી નર્સીંગ કેર કોઓર્ડીનેટર (સહ-સંયોજક)ને શિરે હશે.

જો PCT સાથેની ચર્ચા મુદ્દાનું સમાધાન ન થાય તો તમારી પાસે ત્રણ વિકલ્પો છે – સ્વતંત્ર મંતવ્ય માટે વિનંતી કરવી, અથવા NHSની ફરિયાદ કાર્યવાહીને અનુસરીને ઔપચારિક ફરિયાદ કરવી, અથવા બન્ને.

સ્વતંત્ર મંતવ્ય

યોગ્ય SHA ને લેખિત આવેદન દ્વારા તમે નિર્ણયના સ્વતંત્ર મંતવ્ય (IR) માટે વિનંતી કરી શકશો જો :

  • તમારી આવશ્યકતાઓ કાળજી ચાલુ રાખવાના સ્થાનિક યોગ્યતા માપદંડો મુજબની નથી એવા નિર્ણય સાથે તમે અસહમત હો;
  • નર્સીંગ કેર કોઓર્ડીનેટર દ્વારા પુનઃ ક્યાસ બાદ, જો હજી પણ તમે તમારે માટે નક્કી થયેલ નર્સિંગ બેન્ડ સાથે અસહમત હો તો.

જ્યારે તમને તમારા ક્યાસના પરિણામની જાણ કરવામાં આવે ત્યારે તમને જણાવવું જોઇએ કે એને રીવ્યુ માટેની વિનંતી કરવાનો તમને હક્ક છે.

સ્વતંત્ર મંતવ્ય (IR) ફક્ત ત્યારે જ વાપરી શકાય જ્યારે તમે નીચે સૂચવેલ બાબતો વિશે અસંતુષ્ટ હો:

  • યોગ્યતાના માપદંડ પ્રમાણે તમે લાયક છો કે નહીં તે નિર્ણય ઉપર પહોંચવા માટે PCTએ અનુસરેલ કાર્યવાહી;
  • નિર્ણય લેવામાં માપદંડનો ઉપયોગ.

જો તમે માપદંડ સાથે જ અસહમત હો તો આ રીત વાપરી શકાય:

PCT જેનો ભાગ છે તે SHA દ્વારા રીવ્યુ પેનલ યોજાય છે. SHA ને રીવ્યુ પેનલ યોજવી જ પડે એવું નથી. જો તમારી ક્યાસ કરેલ આવશ્યકતાઓ યોગ્યતાના માપદંડની સારી રીતે બહાર હોય તો સરકારી માર્ગદર્શન તેમને પેનલ ન યોજવાનો હક્ક આપે છે. નિર્ણય લેતાં અગાઉ, PCTએ પેનલના અધ્યક્ષ (ચેરમેન)ની સલાહ માગવી જોઈએ. જો વિનંતી નકારાય તો, તમને કારણની પૂરી ચોખવટ કરતો પત્ર મળવો જોઇએ અને NHSમાંની ફરિયાદ પદ્ધતિ હેઠળના તમારા હક્કોની તમને યાદ દેવડાવવી જોઇએ.

જો પેનલ યોજાય તો, તમને એડવોકેટ (વકીલ) રાખવાનો હક્ક મળે છે એટલે કે તમારો મત રજુ કરવામાં તમને સહાય કરી શકે એવી કોઇ સ્વતંત્ર વ્યક્તિ.

વિનંતી કર્યાના બે સપ્તાહની અંદર રીવ્યુ પ્રક્રિયા સમાપ્ત થઇ જાય એ જ ધ્યેય હોવું જોઈએ. જો તમે હોસ્પિટલમાં રજા મળવાની રાહ જોતાં હો તો, જ્યારે રીવ્યુ પ્રક્રિયા હાથ ધરાય ત્યારે તમને હોસ્પિટલમાં જ રહેવાનો હક્ક છે.

પેનલની ભૂમિકા સલાહકીય છે. જો કે તેના નિર્ણયો કોઇને બાંધી ના શકે, અપેક્ષા એ રહે છે કે તેની ભલામણો જૂજ સંજોગો સિવાય, બધી રીતે સ્વીકારાશે.

રીવ્યુના પરિણામો, કારણો સાથે, રીવ્યુની વિનંતી કરનાર વ્યક્તિ (દરદી પોતે, એનું કોઇ સગું કે કાળજી રાખનાર હોઈ શકે) ને, તેમ જ કોઈ પણ અન્ય સંબંધિત પાર્ટીઓ - PCT, હોસ્પિટલ ટ્રસ્ટ, હોસ્પિટલ કન્સલ્ટન્ટ, GP અને અન્ય સંબંધિત ચિકિત્સાલયો – એ સૌને SHA દ્વારા લેખિત રૂપે મળવા જોઈએ.

NHS ફરિયાદોની કાર્યવાહી

  • નીચે બતાવેલ બાબતો વિષે જો તમે પડકાર કરવા ઈચ્છતા હો તો તમારે NHSની ફરિયાદની કાર્યવાહી પ્રણાલીનો ઉપયોગ કરવો જોઈએ:
  • યોગ્યતાના માપદંડના અમલની પ્રક્રિયા કરતાં ખુદ માપદંડને;
  • સ્વતંત્ર મંતવ્યનો ઇનકાર;
  • તમે ઉપરોક્ત રીવ્યુ પ્રક્રિયામાંથી એકવાર પાર થયા પછી, કાળજી ગૃહમાં NHS કાળજી માટે સંપૂર્ણ આર્થિક ફાળાનો ઇનકાર.

તમારા સ્થાનિક PCTની પેશન્ટ એડવાઈઝ એન્ડ લિયેઝન સર્વીસ (PALS) તમને NHS ફરિયાદ પ્રક્રિયા વિશે વિગતો આપી શકશે. જો તમે સત્તાવાર ફરિયાદ કરવામાં સહાય માટે સ્વતંત્ર વકીલ રાખવાનું ચાહો તો, PALS તમને સ્થાનિક ઈન્ડિપેન્ડન્ટ કમ્પલેન્ટસ એન્ડ એડવાઈઝરી સર્વીસ (ICAS) વિશે વિગતો આપી શકશે. તમારા સ્થાનિક એજ કન્સર્ન પણ તમારી વકીલાતમાં સહાય કરી શકશે. PALS નો સંપર્ક કઈ રીતે કરવો તે તમને NHS ડાયરેક્ટ જણાવી શકશે.

તમે PCTના વરિષ્ઠ અધિકારીને ને લેખિત ફરિયાદ કરી, PCTની તપાસ NHS ફરિયાદ પ્રક્રિયા હેઠળ કરવાનું કહી શકશો. તમે તમારી ફરિયાદની પ્રતિક્રિયા 20 કાર્યના દિવસોની અંદર લેખિત પ્રાપ્ત થવી જોઈએ. તમને એ પણ સલાહ અપાવી જોઈએ કે જો તમે પ્રતિક્રિયાથી ખુશ ન હો તો, તમે ઈન્ડિપેન્ડન્ટ રીવ્યુ (IR) માટે કહી શકશો. સેક્શન 7.1 માં સ્થાનિક ચાલુ કાળજી રીવ્યુ પેનલના નિર્ણયોના થયેલ ઈન્ડિપેન્ડન્ટ રીવ્યુ સમાન આ નથી.

30 જૂલાઈ 2004 ના રોજ, જ્યારે ધ નેશનલ હેલ્થ સર્વીસ (કમ્પલેન્ટસ) રેગ્યુલેશન્સ 2004 નો ધારો લાગુ કરવામાં આવ્યો ત્યારથી, NHS ફરિયાદ પ્રક્રિયાનો ઈન્ડિપેન્ડન્ટ રીવ્યુ તબક્કો હેલ્થકેર કમીશનની (HC) ની જવાબદારી બને છે. ઈંગ્લેન્ડમાં NHS, સ્વતંત્ર અને સ્વૈચ્છિક સ્વાસ્થ્ય સેવા ઉપર HC એક સ્વતંત્ર નિયામક બની રહે છે, અને કોઇ એક કિસ્સા સાથે સંકળાયેલ SHA અથવા PCTની તરફદારી ના કરી શકે. ફરિયાદ પ્રક્રિયાના IR તબક્કામાં સાચી સ્વતંત્રતા લાવવા અર્થે આ બદલાવનું નિર્માણ કરવામાં આવાયું છે.

ઈન્ડિપેન્ડન્ટ રીવ્યુના ત્રણ તબક્કાઓ હોઈ શકે છે - તમારી ફરિયાદની પ્રથમ સમીક્ષા તથા HC ફરિયાદ ટુકડીના સદસ્યનો પ્રતિભાવ; જરૂર જણાય તો ચકાસણી, અને અંતમાં પેનલ રીવ્યુની વિનંતી કરવાનો હક્ક. HC દ્વારા પ્રકાશિત પરિપત્ર –"તમારી ફરિયાદને NHS દ્વારા જે રીતે હાથ ધરાએલ છે તેનાથી તમે નાખુશ છો?" – માં આ ઘણી વધારે વિગતથી સમજાવેલું છે. આ પરિપત્રમાં ઈન્ડિપેન્ડન્ટ રીવ્યુ માગવાનું ફોર્મ સામેલ છે, અને તે HCની વેબસાઈટ ઉપર છે (જુઓ સેકશન 8.1). આ પરિપત્ર મેળવવા માટે તમે [email protected] ઉપર ઈમેલ કરી શકો છો અથવા ફરિયાદ હેલ્પલાઈનને 0845 601 3012 (લોકલ દર) ઉપર ફોન કરી શકો છો. HCથી જે કોઇ ફરિયાદનો નિકાલ ન થાય તે ફરિયાદ હેલ્થ સર્વીસ ઓમ્બડસમેનને સોંપવામાં આવે છે.

હેલ્થ સર્વીસ ઓમ્બડસમેન

તમને IR થી સંતોષ ના મળે તો એ બાબત માટે તમે હેલ્થ સર્વીસ ઓમ્બ્ડસમેનને સૂચિત કરી શકો છો.

નીચે જણાવેલ બાબતોમાં ઓમ્બડસમેન ફરિયાદ વિશેની તપાસ કરી શકે છે:

  • નબળી સેવા;
  • તમારા હક્ક પ્રમાણેની સેવાઓ પુરી પાડવા કે ખરીદવામાં નિષ્ફળ જાય;
  • વહીવટમાં નિષ્ફળતા;
  • NHS વ્યવસાયી/નિષ્ણાત દ્વારા પુરી પડાએલ કાળજી

ઓમ્બડસમેનને દરેક ફરિયાદની તપાસ કરવાની હોતી નથી. તમારી ફરિયાદ હાથમાં લેતા પહેલાં ઓમ્બડસમેન માગશે કે શક્ય હોય તો પ્રાથમિક લેખિત ફરિયાદ અને સ્વતંત્ર મંતવ્ય (IR)ના તબક્કાઓને PCT અને NHS ટ્રસ્ટ દ્વારા પુરા કરવામાં આવ્યા હશે.

તમારી ફરિયાદની તપાસ કરવાનો નિર્ણય લેવાય તો સંપૂર્ણ તપાસ ચલાવવામાં આવશે જેને ઘણા માહિના લાગે. તપાસ પૂર્ણ થયા પછી એની તારવણીના અહેવાલ તમને અને NHS સંસ્થાને માકેલાશે. તમારી ફરિયાદ ન્યાયી જણાય તો, ઓમ્બડસમેન NHS સંસ્થાને માફી માગવાનું કહેશે અને અથવા અન્ય ઉપાય કરવાનું સૂચવશે.

This document was provided by Age Concern, May 2005. www.ageconcern.org.uk