Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

અસાઇલમ માગવાનું પરિણામ શું આવશે?
What will be the outcome of claiming asylum?

મારા દાવાના પરિણામો શું હશે?

આપનો દાવો નકારાય નહીં તો આપને આ ત્રણમાંથી એક કક્ષા લાગુ પડશે:

અસાઇલમ (કાયમી વસવાટ)

આપનો દાવો સ્વીકારાય તો આપને અસાઇલમ મંજૂર કરાય અને પાંચ વર્ષ રહેવાની પરવાનગી અપાય છે. આપને આ રીતે સ્વીકારવામાં આવે તો, આપના પતિ, પત્ની કે રજીસ્ટર્ડ સાથીદાર અને 18 થી નીચેના કોઇ બાળકો, પણ આપોઆપ સ્વીકારાય છે. આપને કદાચ કન્વેન્શન (બ્લુ) મુસાફરી દસ્તાવેજની પાત્રતા પણ મળે, જે આપને આપના મૂળ મુલક સિવાય બધાં જ દેશોમાં સફર કરવાની છૂટ આપે છે. આપ કામ કે અભ્યાસ કરી શકો, અને નાગરિકોની જેમ બેનિફિટના હક્કદાર બનો છો. જો આપ બેનિફિટ મેળવો તો, આપને આશ્રય સ્થાન મંજૂર કરાય ત્યારે હોમ ઑફિસ તરફથી લોન પણ કદાચ મળી શકે. બાદમાં તમારે આ નાણાં પરત ચૂકવવાના રહે છે.

પાંચ વર્ષને અંતે, આપ અહીં કાયમી વસવાટ માટે અરજી કરી શકો.

માનવતાગત સંરક્ષણ

નિર્વાસિત તરીકેની બધી જ શરતો આપને લાગુ પડે છે તેવું આપ દર્શાવી ન શકો તો આપને કદાચ ‘માનવતાગત સંરક્ષણ’ અપાય. આપ પાછા ફરો તો આપને જાનનું જોખમ હોય, યા આપની ઉપર ત્રાસ ગુજરવાનો હોય યા આપના તરફ અમાનવીય કે હીણપતભરી વર્તણૂકનો સંભવ હોય તો તમને આ દરજ્જો અપાશે. માનવતાગત સંરક્ષણ પાંચ વર્ષ સુધી ચાલશે, અને અંતે આપને હજી પણ આપના દેશમાં જોખમ હોય તો આપ કાયમી રોકાણ માટે અરજી કરી શકો. માનવતાગત સંરક્ષણ જેને મળ્યું હોય તે લોકોની સાથે તેમના પતિ, પત્ની કે રજીસ્ટર્ડ સાથીદાર, અને તેઓના બાળકો પણ જોડાઇ શકે છે, પરંતુ અસાઇલમ મેળવેલ લોકો કરતાં તેઓને મુસાફરી અને અભ્યાસ કરવાના અધિકારો ઓછા હોય.

વિવેકબુદ્ધિથી રજા

જો હોમ ઑફિસ સ્વીકારે કે તમને દેશનિકાલ કરવાનું નાદુરસ્ત તબિયત કે પારિવારિક કારણોને લીધે અન્યાયી ગણાય તો, કદાચ આપને ‘વિવેકબુદ્ધિથી રજા’ અપાય. આ સામાન્ય રીતે માત્ર છ કે 12 મહિના એક સમયે માટે હોય, અને આપને કાયમી રહેવા માટે છૂટ નહીં અપાય જયાં સુધી આપની વિવેકબુદ્ધિની રજા કુલ છ વર્ષો માટે રીન્યુ ના થઇ હોય.

જો મારો દાવો નકારાય તો શું?

આપની અસાઇલમ અરજી નકારાય તો, મોટે ભાગે ચુકાદા સામેઅપીલ કરી શકાય છે. પરંતુ અપીલ કરવી હોય તો સત્વરે સલાહ મેળવી લેવી.

નિર્ણયના 10 કાર્યકાળના દિવસોમાં (આપ અટકાયતમાં હો તો આનાથી ઓછા) અપીલ નોંધાવવાની હોય છે. યુકેમાં રહેવાની પરવાનગી માટે તમે યા તમારા કોઇ પરિવારજન અન્ય કોઇ દાવો કરતા હોય તો તેનું કારણ તમારે જણાવવું જ પડે (ઉદાહરણ તરીકે, દેશનિકાલથી તમારા માનવાધિકારોનો ભંગ થતો હોય).

નીચે બતાવેલ બાબતો લાગુ પડતી હોય તો અપીલની કાર્યવાહીમાં સરકારી ખર્ચે કાનૂની મદદ મળી શકે છે:

  • આપની પાસે સલાહ માટે ચૂકવવાના નાણાં ન હોય; અને
  • દાવો જીતવાની શક્યતા ઠીક ઠીક હોય.

અપીલ માટે રેફ્યુજી લીગલ સેન્ટર અથવા ઇમીગ્રેશન એડવાઇઝરી સર્વિસ આપની સહાય કરી શકે છે અને આ મુદ્દા લાગુ પડતા હોય તો તો વિના મૂલ્યે. તેઓની વિગતો અપીલ નોટિસ પર હશે તેમ જ આ પત્રિકાના પાન 18 ઉપર પણ છે. અપીલની પ્રક્રિયા પ્રારંભિક નિર્ણય કરતાં કદાચ વધુ લાંબી ચાલે અને કદાચ એકથી વધુ વાર કોર્ટમાં જવું પડે.

‘વન-સ્ટોપ’ અપીલ

આપ કે આપના પરિવારના કોઈ સદસ્યને અહીં રહેવાની પરવાનગી મેળવવા માટે આપની પાસે અન્ય કોઇ કારણ હોય તો જ્યારે આપ અસાઇલમની અરજી કરો ત્યારે જ જણાવી દેવું જોઇએ. સર્વાધિક સામાન્ય કારણોમાંનુ એક એ છે કે આપને દૂર કરાય તો તે આપના માનવ અધિકારોની વિરૂદ્ધ હશે. પંરતુ જો આપની પાસે અન્ય કોઇ કારણ હોય, ઉદાહરણ તરીકે તબીબી સારવાર કે અન્ય પારિવારિક કારણો તો તે સવિગત જણાવવું જોઇએ. અપીલની સુનાવણી આપના બધા સંજોગોને ધ્યાનમાં લેશે, અને જો આપ તે સમયે કાંઇક છુપાવો તો પાછળથી તેને રજૂ કરવાનું મુશ્કેલ થશે.

મારી અપીલ નિષ્ફળ જાય તો શું થાય?

યાદ રાખો યુકેમાં મોટાભાગની અસાઇલમની અરજી નકારવામાં આવે છે, છતાં કેટલાંક અપીલ બાદ સફળ થાય છે. જો આપને નકારવામાં આવે અને આપ અપીલ પણ હારી જાવ તો તમારે દેશ છોડવો પડશે, સિવાય કે આપને અન્ય કારણોસર અહીં રહેવાની છૂટ અપાય (ઉદાહરણ તરીકે, યુકેમાં તમારો પરિવાર હોય એટલે). તમે સ્વેચ્છાએ ન જાવ તો ઇમીગ્રેશન તમને દબાણપૂર્વક દૂર કરવાનો પ્રયાસ કરી શકે છે. આપને માટે મુસાફરીનાં કાગળિયાં મેળવવાના પ્રયત્નમાં તમે સહકાર ન આપો તો આપના પર કાયદેસર કાર્યવાહી થાય. આવી કાયદેસર કાર્યવાહી જો ન થાય તો પણ, આપને અટકાયતમાં લઇ શકાય, સંભવત જેલમાં.

સ્વેચ્છાએ પાછા ફરવાનું

આપના મુલકમાં બરોબર થવા લાગે તો, આપ ત્યાં પરત ફરવા નાણાંકીય સહાય મેળવી શકો છો. કેટલાંક લોકો પોતાના મૂળ દેશમાં ફરીથી ઠરીઠામ થવા આર્થિક સહાય પણ મેળવી શકે છે. કઇ યોજના લાગુ પડે તેનો આધાર તમે ક્યાંથી આવ્યા અને ક્યારે દાવો કર્યો તેના પર છે. આ યોજનાઓ અંગેની માહિતી માટે આપના કાનૂની સલાહકાર કે વન-સ્ટોપ સેવાને પૂછવું જોઇએ.

વિશેષ સહાય

કોમ્યુનીટી લીગલ સર્વિસ ડાયરેક્ટ

સામાન્ય કાનૂની સમસ્યાઓની શ્રેણી ઉપર જનતાને મફત માહિતી સીધી પૂરી પાડે છે.

0845 345 4 345 પર કૉલ કરો

જો આપને લીગલ એઇડ મળે એમ હોય તો નિષ્ણાત કાનૂની સલાહકાર પાસેથી બેનિફિટ અને ટેક્સ ક્રેડિટ, કરજ, અભ્યાસ, રોજગાર અને આવાસ અંગેની મફત સલાહ પણ મેળવી શકો છો લોકલ કાનૂની સલાહકાર કે વકીલ પણ શોધી શકશો.

વધુ શોધી કાઢવા www.clsdirect.org.uk પર ક્લિક કરો.

એમનેસ્ટી ઇન્ટરનેશનલ

ફોન: ઇંગ્લેન્ડમાં: 020 7033 1500

વેલ્સમાં: 029 2037 5610

www.amnesty.org.uk

ઇમીગ્રેશન લૉ પ્રેક્ટિશનર્સ એસોસીએશન (ILPA)

સહાય ક્યાં મેળવવી એ ઉપર માહિતી માટે, ડાયરેક્ટરી ઑફ મેમ્બર્સ માટે પૂછો કે એમાં જુઓ.

ફોન: 020 7251 8383

www.ilpa.org.uk

ઇમીગ્રેશન એડવાઈઝરી સર્વિસ

www.iasuk.org

ફોન: 020 7967 1200 (હેડ ઑફિસ - વડું મથક)

ઇંગ્લેન્ડ અને વેલ્સ ભરમાં લોકલ સંપર્કની વિગતો માટે વેબસાઇટ ઉપર જુઓ

લૉ સોસાયટી

અસાઇલમ દાવાઓમાં કાનૂની પ્રતિનિધિત્વ કરી શકે એવા વકીલોની વિગતો લૉ સોસાયટી આપને આપી શકે છે.

ફોન: 0870 606 6575

www.solicitors-online.com

નેશનલ અસાઈલમ સપોર્ટ સર્વિસ

ફ્રૅન્ક કોરીગાન, 27 Old Gloucester Streer, Bloomsbury, London, WC1N 3XX

www.asylumsupport.info

ઑફિસ ઑફ ધ ઇમીગ્રેશન સર્વિસીસ કમિશનર(OISC)

ફોન: 0845 000 0046

www.oisc.org.uk

રેફ્યુજી લીગલ સેન્ટર

ફોન: 020 7780 3200

www.refugee-legal-centre.org.uk

‘લીગલ એડવાઇસ ફોર પીપલ હુ આર ડીટેઇન્ડ બાય ધી ઇમીગ્રેશન સર્વિસ’ – એટલે કે ‘ઇમીગ્રેશન ખાતાંએ અટકાયતમાં રાખેલ હોય તેવા લોકો માટે કાનૂની સલાહ’ – નામની એક અન્ય પત્રિકા લૉ સોસાયટી, લૉ સાસાયટી ઑફ સ્કોટલેન્ડ, OISC, CLS અને ILPA દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને આમાંની કોઇપણ સંસ્થા મારફત એ મળી શકશે.

લૉ પ્રેક્ટિશનર્સ એસોસીએશન તથા ઇમીગ્રેશન કાનૂનમાં નિષ્ણાત બેરીસ્ટર અને વકીલ માઈક ચેટવિનના સહયોગમાં આ પત્રિકા લખાયેલ છે.

This document was provided by Community Legal Service Direct, April 2006, www.clsdirect.org.uk