Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

ઇમીગ્રેશન (વસાહત)ને લગતી સમસ્યાઓમાં સહાય
Help with immigration problems

આ માહિતી ઇન્ગલેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયરલેન્ડને લાગુ પડે છે.

  • ઇમીગ્રેશનના નિયંત્રણો
  • ઇમીગ્રેશન યા રાષ્ટ્રિયતાને લગતી સલાહની જરૂર પડે એવી સમસ્યાઓ
  • ઇમીગ્રેશન સલાહકારોની નોંધણી
  • મદદ કરી શકતી હોય એવી રાષ્ટ્રવ્યાપી સંસ્થાઓ
  • પ્રાઇવેટ પ્રૅક્ટિસ કરી રહેલા વકીલો
  • સ્થાનિક (લોકલ) મદદ

ઇમીગ્રેશનના નિયંત્રણો

આ વિષય યુ.કે. બહારના લોકો કેવી રીતે અને શામાટે યુ.કે.માં પ્રવેશી શકે અને કેટલા સમય માટે રહી શકે એ બાબત છે; તેમ જ અહીં આવ્યા પછી એ શું કરી શકે એ બાબતને પણઆવરી લેછે – જેમ કેરોજગાર કરી શકે કેકેમ, સગાંસંબંધીઓને તેડાવી શકે કેકેમ, અને હેલ્થ સર્વિસની સેવાઓ યાસરકારી બેનિફિટ એને મળી શકે કેકેમ.

ઇમીગ્રેશનના નિયંત્રણ માટેના નિયમો (જેકાયદાનું રૂપ ધરાવે છે) જરા અટપટા છેકેમ કેરાષ્ટ્રિયતાને લગતા કાયદાઓ સાથે પણતે સામ્ય ધરાવે છે– યાને કેબ્રિટીશ નાગરિક કોને કહેવાય તેને લગતા કાયદા અને વિવિધ પ્રકારની બ્રિટીશ નાગરિકતા ધરાવનાર લોકોને મળતા અધિકારો.

યુ.કે.ના ઇમીગ્રેશન નિયંત્રણો હેઠળ જનતાના બેભાગલા પડી જાય છે: એક તોએ કેજે યુ.કે.માં ‘સ્થાયી’ થઇશકે છેછૂટથી વસવાટ, રોજગાર તેમ જ દેશમાંથી આવાગમન કરી શકે છે, અને બીજા એ કે જેણે અહીં પ્રવેશવા માટે તથા રહી જવા માટે પરવાનગી મેળવવાની હોય છે.

અમુક એવા લોકો પણછે જેઆ બેમાંથી કોઇ જૂથમાં નથી આવતા; એ લોકોને અહીં ‘વસવાટ’નોહક્ક નથી હોતો તેમ છતાં અહીં ‘પ્રવેશવા માટે તથા રહી જવા માટે’ તેમને પરવાનગી નથી લેવી પડતી. મુક્ત આવનજાવનના યુરોપીય અધિકારો ધરાવનારાઓ આ સમૂહમાં આવી જાય છે.

યુ.કે.માં આવવા માટે જેને પરવાનગી લેવાની જરૂર નથી હોતી તેવા લોકો માટે ઇમીગ્રેશનના નિયમોએ અમુક કક્ષાઓ/વ્યાખ્યાઓ નક્કિ કરેલ છે. દા.ત. ‘વિઝિટર’ (મુલાકાતે આવનાર), ‘પતિ યાપત્ની’, ‘ઑ પૅર’ અને ‘સ્ટુડન્ટ’ (વિદ્યાર્થી). અહીં આવવા તથા રહી જવાની પરવાનગી માટે દરેક કક્ષા હેઠળ જુદી જુદી શરતો લાગુ કરવામાં આવે છે. દા.ત. વિદ્યાર્થીએ બતાવવું જોઇશે કેતે ફુલટાઇમ અભ્યાસક્રમ અનુસરવાના છે. યુ.કે.માં આવનાર કોઇ પણકક્ષાના હોય તેણે લગભગ બતાવવું જોઇશે કેતે આર્થિક રીતે સ્વનિર્ભર રહેશે અને કોઇ જાતના સરકારી ભંડોળ ઉપર આધાર નહીં રાખે.

યુ.કે.માં કેટલા વખત માટે રહી શકાશે એ પણ ઇમીગ્રેશન નિયમોમાં આવી જાય છે. પરવાનગી ‘મર્યાદિત’ સમય કે‘અમર્યાદિત’ સમય માટેની હોઇ શકે છે. યુ.કે. આવવાનું પ્રયોજન ‘ટેમ્પરરી’ જેવું હોય – જેમ કેવિદ્યાર્થીઓ – તો એને મર્યાદિત સમય માટેની પરવાનગી મળશે. બીજા લોકોને કદાચ ‘અમર્યાદિત’ સમય માટેની પરવાનગી મળશે અને ત્યાર બાદ યુ.કે.નીનાગરિકતા પણતેઓ કદાચ માગી શકશે.

વિઝિટરના જેવા ટેમ્પરરી ધોરણે આવેલ ઘણાખરા લોકોએ એ પણ બતાવવું પડશે કેજે પ્રયોજનથી તેઓ અહીં આવ્યા છેતે પાર પડે એટલે એ દેશ છોડી જવાના છે.

યુ.કે. આવવાની પરવાનગી લેવાની હોય તેવા લોકોએ સામાન્ય રીતે ‘એન્ટ્રી ક્લિઅરન્સ’ મેળવવાનું હોય છેજે સાબિત કરે કેઇમીગ્રેશન નિયમો હેઠળ તેમને યુ.કે. આવવાની પરવાનગી મળેલ છે. યુ.કે. આવવા માગનાર દરેક કક્ષાના અરજદારે એન્ટ્રી ક્લિઅરન્સ માટે પોતાની યોગ્યતા કેવી રીતે સાબિત કરવી એના વિગતવાર નિયમો હોય છે. નિર્વાસિતો અને શરણાર્થીઓ જેવા અમુક સમૂહોને એન્ટ્રી ક્લિઅરન્સ નથી લેવું પડતું, પણમોટા ભાગના લોકોએ તોલેવું જ પડે છે.

અહીં આપેલ માહિતીમાં તમે જોઇ શકશો કેસલાહની જરૂર પડે એવી કઇકઇ સમસ્યાઓ ઇમીગ્રેશનને કારણે ખડી થાય છે, તથા મદદ કરી શકે એવી સંસ્થાઓની યાદી પણઆપેલી છે. યાદ રાખો કેયુ.કે.માં ઇમીગ્રેશનના કાયદાઓનો અમલ કડક રીતે થાય છેઅને તમારા અહીં રહેવાના અધિકાર વિશે તમને ગેરસમજ થાય તોએના પરિણામ ગંભીર આવી શકે છે. દેશનિકાલ સુધી પણવાત પહોંચી જાય. એટલે, તમારી પોતાની પરિસ્થિતિ યાતમારા પરિવાર કેમિત્રમંડળમાં કોઇની પરિસ્થિતિ વિશે શંકા કેસંદેહ હોય તોકોઇ નિષ્ણાત સલાહકારને પૂછી લેવું ખૂબ અગત્યનું છે.

ઇમીગ્રેશન સમસ્યાઓ માટે કેવી રીતે મદદ મેળવવી એ માહિતી તમને સિટિઝન્સ એડવાઇસ બ્યૂરોમાંથી મળી શકશે.

ઇમીગ્રેશન યા રાષ્ટ્રિયતાને લગતી સલાહની જરૂર પડે એવી સમસ્યાઓ

જેમાં સલાહ માગવાની જરૂર પડે એવી અમુક સમસ્યાઓ નીચે આપેલ છે:

  • અસલ નિરધારેલ સમય કરતાં વધારે વખત માટે યુ.કે.માં રહેવાની પરવાનગી
  • હાલમાંની અમુક બાધિત પ્રવૃત્તિઓ – જેમ કે રોજગાર રળવાનું – ચાલુ કરવા માટેની પરવાનગી
  • સગાં-સંબંધીઓને દેશમાં તેડાવવા – જેમ કે પતિ યા પત્ની, મંગેતર, બાળકો
  • દેશનિકાલ કરવાની ધમકી મળી હોય
  • ઇમીગ્રેશન સત્તાવાળાઓએ તમને અટકાયતમાં રાખ્યા હોય
  • પાસપોર્ટ જોઇતો હોય પણ બ્રિટીશ પાસપોર્ટ કે અન્ય કોઇ પાસપોર્ટ મળી શકે એ બાબતનો ખ્યાલ ન હોય
  • બ્રિટીશ નાગરિકતા માટે અરજી કરવી હોય
  • તમે યુ.કે.માં વસી રહ્યા હો પણ દેશની બહાર જવા ઇચ્છતા હો (દા.ત. રજાઓ માણવા) અને પાછા યુ.કે.માં પ્રવેશ મળી શકશે કે કેમ એ નક્કિ ન હોય
  • સરકારી સેવાઓ અને ભથ્થા (બેનિફિટ) – જેમ કે કેળવણી, સ્વાસ્થ્ય સેવાઓ, કાઉન્સિલ તરફથી મળતું રહેઠાણ, સોશિયલ સિક્યોરિટી બેનિફિટ, હાઉઝીંગ બેનિફિટ, કાઉન્સિલ ટૅક્સ બેનિફિટ – તમને મળી શકે કે કેમ એની સ્પષ્ટતા
  • મતદાન કરવાનો અધિકાર
  • તમારું કોઇ સગું કે મિત્ર અહીં હવાઇમથક ઉપર યા બંદર ઉપર આવી ગયા હોય અને તેને યુ.કે.માં પ્રવેશનો ઇનકાર કરવામાં આવે

ઇમીગ્રેશન સલાહકારોની નોંધણી

ઇમીગ્રેશન બાબતમાં સલાહ આપવાનું કામ કરનાર દરેક સલાહકારે ઓઆઇએસસી – OISC – (ઓફિસ ઓફ ધી ઇમીગ્રેશન સર્વિસીસ કમિશનર) ને ત્યાં નોંધણી કરાવવાની હોય છે, સિવાય કે નોંધણી કરાવ્યા વગર કામ કરવાની છૂટ મળી હોય એવી કોઇ સંસ્થા –જેમ કે, સિટિઝન્સ એડવાઇસ બ્યૂરો –સાથે એ સંકળાયેલ હોય. પોતે નોંધણી ના કરાવી હોય અને આવી કોઇ સંસ્થાના નેજા હેઠળ પણ ના હોય એવી રીતે કોઇ ઇમીગ્રેશન સલાહકાર તરીકે કામ કરે તો એ ફોજદારી ગુનો ગણાય છે. નોંધણી થયેલ દરેક સલાહકાર તેમ જ નોંધણી કરાવ્યા વગર કામ કરવાની છૂટ મળી હોય એવી દરેક સંસ્થા કે એજન્સીને ઓઆઇએસસી – OISC – તરફથી પ્રમાણપત્ર મળેલું હોય છે જે દર્શાવે છે કે OISC ના માપદંડોને એ અનુસરે છે; આ પ્રમાણપત્ર ખુલ્લી રીતે દેખાવું જોઇએ. OISC નો સંપર્ક આ સરનામે કરી શકાય છે:

5th Floor
Counting House
53 Tooley Street
London
SE1 2QN
Helpline: 0845 000 0046 (for general enquiries) સામાન્ય પૂછપરછ માટેની હેલ્પલાઇન
Website: www.oisc.org.uk વેબસાઇટ

નોંધણી થયેલ દરેક સલાહકાર તેમ જ નોંધણી કરાવ્યા વગર કામ કરવાની છૂટ મળી હોય એવી દરેક સંસ્થાના નામોની યાદી OISC ની વેબસાઇટ ઉપરથી મળી રહેશે. ઇમીગ્રેશનના સલાહકાર વિશે ફરિયાદ કેવી રીતે કરવી તેની વિગતો પણઆ જ વેબસાઇટ ઉપરથી મળશે. ઇમીગ્રેશન સમસ્યાઓ ઉકેલવામાં OISC નથી પડતી.

મદદ કરી શકતી હોય એવી રાષ્ટ્રવ્યાપી સંસ્થાઓ

(અહીં નામ સરનામા સુગમતા ખાતર અંગ્રેજીમાં જ રાખેલ છે, અનુવાદ કરવામાં કોઇ ફાયદો નથી).

Immigration Advisory Service (IAS) ઇમીગ્રેશન એડવાઇઝરી સર્વિસ (આઇ.એ.એસ.)

(Head Office)
County House
190 Great Dover Street
London SE1 4YB
Tel: 020 7967 1200
Tel: 020 7378 9191 (Emergency line - a message may be left outside working hours)

(આ નંબર કટોકટી વખત માટે છે –કામની બહારના કલાકો દરમિયાન સંદેશો મૂકી શકાય છે)
Website: www.iasuk.org વેબસાઇટ

આઇ.એ.એસ.ના અમુક પ્રાદેશિક કાર્યાલયો પણ છે. એની વિગતો આઇ.એ.એસ.ની વેબસાઇટ ઉપરથી મળી રહેશે.

Refugee Legal Centre રેફ્યુજી લીગલ સેન્ટર

153-157 Commercial Road
London E1 2EB
Tel: 020 7780 3220 (advice line 10am - 4pm)

(સવારના 10:00થી બપોરના 4:00 સુધી સલાહ માટેની )
Tel: 0800 592 398 (detention advice line) (અટકાયત બારામાં સલાહ માટેની લાઇન)
Tel: 07831 598 057 (out of hours emergency number) (કટોકટી વખત માટેનો નંબર)
Fax: 020 7780 3201
Email: [email protected] ઇમેઇલ
Website: www.refugee-legal-centre.org.uk વેબસાઇટ

રેફ્યુજી લીગલ સેન્ટર શરણાર્થીઓ તથા નિર્વાસિતોને સલાહ અને સહાય આપી શકે છે, જેમ કે: અરજીઓ કરવામાં મદદ, ટેમ્પરરી પ્રવેશ યા છુટકારા બારામાં સલાહ, આશ્રયનો ઇનકાર, પરિવારનું પુનઃમિલન તેમ જ કોર્ટમાં અપીલ વખતે પ્રતિનિધિત્વ. કેળવણી, બેનિફિટ તેમ જ રહેઠાણને લગતી સેવાઓ માટે એ અન્ય એજન્સીઓ તરફ આંગળી ચીંધી શકશે. આ કેન્દ્રમાં સલાહની કાર્યવાહી એપોઇન્ટમેન્ટ દ્વારા થાય છે. સોમથી શુક્રવાર (ગુરુવાર બાદ કરતા) સવારે 9:30 વાગ્યાથી સલાહની બેઠકો શરૂ થઇ જાય છે. એપોઇન્ટમેન્ટ માટે સવારે 9:30 થી બપોરે 1:00 ની વચ્ચે એની મુખ્ય એડવાઇસ લાઇન ઉપરફોન કરવો. એપોઇન્ટમેન્ટ વગર આવનાર લોકોમાંથી અમુક મર્યાદિત લોકોને જ આ કેન્દ્રની સેવા મળશે. આવનાર આવી પહોંચે એટલે પહેલા એની પ્રાથમિક આકારણી થશે. જેને સૌથી ઊંચી અગ્રિમતા અપાશે તેને સૌ પ્રથમ સેવા મળશે.

Refugee Council રેફ્યુજી કાઉન્સિલ

ઇન્ગ્લેન્ડ અને વેલ્સમાં રેફ્યુજી કાઉન્સિલ દરેક નિર્વાસિતો અને શરણાર્થીઓને સલાહ અને સહારો પૂરા પાડે છે. નવા આવનાર નિર્વાસિતો અને શરણાર્થીઓને સોશિયલ સિક્યોરિટી બેનિફિટ, રહેઠાણ, ઇમીગ્રેશન અને કેળવણી બારામાં સલાહ અને સહારો એક જ જગાએથી મળી રહે એ રીતનું સેવાનું માળખું ‘વન-સ્ટોપ’ ચાલે છે. એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી હોતી અને આવનારોને વહેલો-તે-પહેલો એ ન્યાયે સેવા અપાય છે.

England ઇન્ગ્લેન્ડ

3 Bondway
London SW8 1SJ
Tel: 020 7582 3000
Fax: 020 7582 9929
Information line: 020 7820 3085 (Mon-Fri, 10.00am - 1.00pm)

(માહિતી લાઇન : સોમવારથી શુક્રવાર સવારે 10:00થી બપોરે 1:00 સુધી)
Email: [email protected] ઇમેઇલ
Website: www.refugeecouncil.org.uk વેબસાઇટ

ઇન્ગ્લેન્ડમાં રેફ્યુજી કાઉન્સિલ પાસેથી તાલીમ અને રોજગારનો અનુભવ પણ મળી શકે છે. આ ‘વન-સ્ટોપ’ સેવાઓ માટેનું સરનામું નીચે આપેલ છે:-

240-250 Ferndale Road
London
SW9 8BB
Tel: 020 7346 6777 (advice line - Mon-Fri 10.00am - 4.00pm)

(સલાહ લાઇન : સોમવારથી શુક્રવાર સવારે 10:00થી બપોરે 4:00 સુધી)

Wales વેલ્સ

Phoenix House
389 Newport Road
Cardiff
CF24 1TP
Tel:029 2048 9800

ઇન્ગ્લેન્ડ અને વેલ્સમાં રેફ્યુજી કાઉન્સિલ દરેક નિર્વાસિતો અને શરણાર્થીઓને સલાહ અને સહારો પૂરા પાડે છે. નવા આવનાર નિર્વાસિતો અને શરણાર્થીઓને સોશિયલ સિક્યોરિટી બેનિફિટ, રહેઠાણ, ઇમીગ્રેશન અને કેળવણી બારામાં સલાહ અને સહારો એક જ જગાએથી મળી રહે એ રીતનું સેવાનું માળખું ‘વન-સ્ટોપ’ ચાલે છે. એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી હોતી અને આવનારોને વહેલો-તે-પહેલો એ ન્યાયે સેવા અપાય છે. રેફ્યુજી કાઉન્સિલ પાસેથી તાલીમ અને રોજગારનો અનુભવ પણ મળી શકે છે. આ ‘વન-સ્ટોપ’ સેવાઓ માટેનું સરનામું નીચે આપેલ છે:-

240-250 Ferndale Road
London SW9 8BB
Tel: 020 7346 6777 (advice line - Mon-Fri 10.00am - 4.00pm)

(સલાહ લાઇન : સોમવારથી શુક્રવાર સવારે 10:00થી બપોરે 4:00 સુધી)

Scottish Refugee Council સ્કોટીશ રેફ્યુજી કાઉન્સિલ

5 Cadogan Square
(170 Blythswood Court)
Glasgow
G2 7PH
Tel: 0141 248 9799
Helpline: 0800 085 6087
Fax: 0141 2432499
Email: [email protected] ઇમેઇલ
Website: www.scottishrefugeecouncil.org.uk વેબસાઇટ

સ્કોટીશ રેફ્યુજી કાઉન્સિલ સ્કોટલેન્ડમાં રહેતા નિર્વાસિતો તથા શરણાર્થીઓ સાથે તેમ જ નિર્વાસિતો માટેની સામાજીક સંસ્થાઓ સાથે કામ કરે છે. ઉપરાંત, બેનિફિટ, રહેઠાણ, કેળવણી તથા સ્વાસ્થ્ય જેવા વિષયોમાં પણ સલાહ આપે છે.

UK Lesbian and Gay Immigration Group (UKLGIG)

યુ.કે. લેઝબિયન એન્ડ ગે ઇમીગ્રેશન ગ્રૂપ (યુ.કે.એલ.જી.આઇ.જી)

PO Box 51524

London, SE1 7ZW

Information/Advice +44 (0)20 7620 6010 (see below for times and days)
Admin only
+44 (0)20 7620 6030 (Tuesday, Wednesday & Thursday - office hours) or [email protected]
Email: [email protected]
Website: www.uklgig.org.uk

યુ.કે. લેઝબિયન એન્ડ ગે ઇમીગ્રેશન ગ્રૂપ (યુ.કે.એલ.જી.આઇ.જી) લેઝબિયન સ્ત્રીઓ તથા ગે (GAY) પુરુષોને કાયદેસર સમાનતા અપાવવા માટે ઝુંબેશ અને આંદોલન કરનાર સંસ્થા છે. હેટરોસેક્સ્યુઅલ લોકોને ન નડતી હોય એવી ઇમીગ્રેશન સમસ્યાઓનો મુકાબલો કરી રહેલ લેઝબિયન તથા ગે લોકોને તે સહારો આપે છે અને એમના વતી ઝુંબેશ કરે છે. ઇમીગ્રેશનના નિયમોમાંથી ભેદભાવ નાબૂદ કરાવવા એ કાર્યરત રહે છે. માહિતી વિતરણની સાથે સાથે એ ટેકારૂપ માળખું પૂરૂં પાડે છે તેમ જ હોમ ઓફિસમાં અરજીઓ કરવામાં સલાહ અને ટેકો આપે છે.

UKCOSA - Council for International Education

યુ.કે.સી.ઓ.એસ.એ કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશન

9-17 St Alban’s Place
London N1 ONX
Tel: 020 7288 4330 (administration only) (ફક્ત વહીવટ માટે જ)
Fax: 020 7288 4360
Email: [email protected] ઇમેઇલ
Website: www.ukcosa.org.uk વેબસાઇટ

યુ.કે.સી.ઓ.એસ.એ પરદેશથી આવેલ અભ્યાસાર્થીઓ માટે અભિયાન કરે છે તેમ જ અભ્યાસાર્થીઓની સમસ્યાઓ બારામાં ઉપયોગી પુસ્તિકાઓ પ્રગટ કરે છે. વ્યક્તિગત રીતે, સલાહની ખોજમાં હોય એવા પરદેશી અભ્યાસાર્થીઓએ એમની લોકલ એન.યુ.એસ.ની ઓફિસમાં પૂછવું જોઇએ (એન.યુ.એસ.ના મુખ્ય કાર્યાલય મારફત એનો સંપર્ક થઇ શકે છે). કટોકટી આવી પડી હોય તો નંબર 020 7109 9922 ઉપર એની જાહેર કેસવર્ક લાઇનમાં ફોન કરવો (સોમથી શુક્ર, બપોરના 1:00 થી 4:00 સુધી).

Joint Council for the Welfare of Immigrants (JCWI)

જોઇન્ટ કાઉન્સિલ ફોર ધ વેલફેર ઓફ ઇમીગ્રન્ટ્સ (જે.સી.ડબ્લ્યુ.આઇ.)

115 Old Street
London EC1V 9RT
Tel: 020 7251 8708
Email: [email protected] ઇમેઇલ
Website: www.jcwi.org.uk વેબસાઇટ

જે.સી.ડબ્લ્યુ.આઇ. એ ટ્રસ્ટ અને ચૅરિટી ઉપર આર્થિક રીતે નભતી એક સ્વાશ્રયી અને સ્વતંત્ર સંસ્થા છે. ઇમીગ્રેશન કાનૂનમાં સુધારા માટે એ કાર્યરત રહે છે, પોતાના બળથી તેમ જ અન્ય સંસ્થાઓ સાથે મળીને પણ. સલાહ આપનારી બીજી સંસ્થાઓને એ સલાહ તથા તાલીમ પૂરા પાડે છે. જો કે કોઇના વ્યક્તિગત કિસ્સા એ હાથમાં નથી લેતી.

પ્રાઇવેટ પ્રૅક્ટિસ કરી રહેલા વકીલો

ઇમીગ્રેશન બાબતોના ખાસ જાણકાર હોય એવા વકીલોની સંખ્યા નાની છે અને તેઓ લગભગ મોટા શહેરોમાં જ હોય છે.

આવા પ્રાઇવેટ પ્રૅક્ટિસ કરી રહેલા કોઇ વકીલો તમારા વિસ્તારમાં હોય તેના વિશે તપાસ કરવી હોય તો ઇમીગ્રેશન લૉ પ્રૅક્ટિશનર્સ ઍસોસિએશનનો સંપર્ક કરો (નીચે જુઓ).

ઇન્ગ્લેન્ડ અને વેલ્સમાં કોમ્યુનિટી લીગલ સર્વિસની વેબસાઇટ ઉપર વકીલો તેમ જ ખાસ નિષ્ણાત સલાહ પૂરી પાડનાર સલાહ-કેન્દ્રોની સંપર્ક વિગતો મળી રહેશે (નીચે જુઓ).

  • ઇમીગ્રેશન લૉ પ્રૅક્ટિશનર્સ ઍસોસિએશન (આઇ.એલ.પી.એ.)

ઇમીગ્રેશન લૉપ્રૅક્ટિશનર્સ ઍસોસિએશન (આઇ.એલ.પી.એ.) એ ઇમીગ્રેશન અને નાગરિકતાને લગતા કાયદા-કાનૂન વિશે ખાસ જાણકારી ધરાવતા વકીલોને સાંકળી લેતી સંસ્થા છે. તમારૂં કામ હાથમાં લઇ શકે એવો વકીલ શોધવા માટે એ તમને સલાહ આપી શકશે.

આઇ.એલ.પી.એ.ના સંપર્ક માટેનું સરનામું:-

ILPA can be contacted at:-
Lindsey House
40-42 Charterhouse Street
London EC1M 6JN
Tel: 020 7251 8383
Fax: 020 7251 8384
Email: [email protected] ઇમેઇલ

  • નોર્થર્ન આયરલેન્ડ કાઉન્સિલ ફોર એથનિક માઇનોરિટીઝ (એન.આઇ.સી.ઈ.એમ.)

એન.આઇ.સી.ઈ.એમ. નોર્થર્નઆયરલેન્ડમાં લઘુમતિ કોમોનું પ્રતિનિધિત્વ કરે છે. આવી કોમોની આકાંક્ષાઓ એ સીધેસીધી રજૂ કરે છે તેમ જ એ કોમ પોતાનો ભાગ ભજવી શકે એ માટે જરૂરી માળખું પ્રદાન કરે છે. એન.આઇ.સી.ઈ.એમ. ન્યાય, સમાનતા તથા સ્વમાનને નજર સમક્ષ રાખે છે અને સમાજમાં વર્ણીય સંબંધો સુધરે, ખાસ કરીને વર્ણભેદ નાબૂદ થાય એ માટે પ્રયત્નશીલ રહે છે. એન.આઇ.સી.ઈ.એમ. નવા આવનારાઓ માટે એક ખાસ સેવા આપે છે, જેના થકી નેશનલ એસાયલમસપોર્ટ સર્વિસની સિસ્ટમમાં અરજી કરવામાં શરણાર્થીઓને તેઓ મદદ કરે છે અને એનો નિર્ણય લેવાય એ દરમ્યાન સહારો આપે છે તથા સલાહ પણ પ્રદાન કરે છે.

એન.આઇ.સી.ઈ.એમ. ના સંપર્ક માટેનું સરનામું:-

3rd Floor
Ascot House
24-31 Shaftesbury Square
Belfast BT2 7DB
Tel: 028 9023 8645
Fax: 028 9031 9485
Email: [email protected] ઇમેઇલ
Website: www.nicem.org.uk વેબસાઇટ

કોમ્યુનિટી લીગલ સર્વિસ (સી.એલ.એસ.)

ઇન્ગ્લેન્ડ અને વેલ્સમાં કોમ્યુનિટી લીગલ સર્વિસ (સી.એલ.એસ.) ની વેબસાઇટ ઉપર વકીલો, સલાહ-કેન્દ્રો, તેમ જ ખાસ નિષ્ણાત સલાહ સેવા મેળવવાના લોકલ સ્થાનોની સંપર્ક વિગતો મળી રહેશે. આ માહિતી અંગ્રેજી, વેલ્શ, ઉર્દૂ, બંગાળી, કેન્ટોનીઝ, પંજાબી તથા ગુજરાતી ભાષાઓમાં મળી શકે છે.

ઇન્ગ્લેન્ડ અને વેલ્સના પ્રદેશો માટેની સી.એલ.એસ. ડિરેક્ટરી તમારી લોકલ લાયબ્રેરીમાં મળશે. આ માહિતી માટે તમે સી.એલ.એસ. ડિરેક્ટરીને નંબર 0845 608 1122 ઉપર ફોન પણ કરી શકો છો (એ કોલનો ચાર્જ લોકલ કોલ તરીકે લાગશે).

સી.એલ.એસ.ની વેબસાઇટ છે: www.CLSdirect.org.uk.

સ્થાનિક (લોકલ) મદદ

ઘણી લોકલ સંસ્થાઓ ઇમીગ્રેશન તથા નાગરિકતા બારામાં સલાહ આપતી હોય છે, દા.ત. લૉ સેન્ટર (નીચે જુઓ), યા વર્ણીય સમાનતા કાઉન્સિલ (રેઇસ ઇક્વાલિટી કાઉન્સિલ). અમુક પ્રાઇવેટ વકીલો પણ આ ક્ષેત્રમાં ખાસ પારંગત હોય છે (‘પ્રાઇવેટપ્રૅક્ટિસકરીરહેલાવકીલો’ મથાળા હેઠળ જુઓ).

લોકલ સંસ્થાઓમાં મળતી સેવાઓની ગુણવત્તા ભિન્ન ભિન્ન કક્ષાની હોઇ શકે છે.

લૉ સેન્ટર

લગભગ દરેક લૉ સેન્ટરમાં ઇમીગ્રેશન બાબતોના નિષ્ણાત એવા કાર્યકર હોય છે જ. લૉ સેન્ટર અમુક ચોક્કસ, મર્યાદિત વિસ્તારમાંના લોકોને જ સહાય કરે છે, અને એ મર્યાદાને કડકપણે વળગી રહે છે; એટલે, અમુક વિસ્તારમાંનું લૉ સેન્ટર તમારો કેસ હાથમાં લેશે કે કેમ એની તપાસ કરી લેવી. ક્યારેક, એ ચોક્કસ વિસ્તારમાં રહેતા હોય કે કામ કરતા હોય એવા લોકોને આવરી લેવાય છે.

ઇમીગ્રેશનના કિસ્સાઓમાં કોઇ લૉ સેન્ટર સલાહ અને પ્રતિનિધિત્વ પૂરા પાડશે તો કોઇ ચાર્જ નહીં લેવામાં આવે.

ઇન્ગ્લેન્ડ અને વેલ્સમાં

Law Centres’ Federation
Duchess House
18-19 Warren Street
London W1P 5DB
Tel: 020 7387 8570
Fax: 020 7387 8368
Website: www.lawcentres.org.uk વેબસાઇટ

સ્કોટલેન્ડમાં

Secretary
Scottish Association of Law Centres (SALC)
c/o Govan Law Centre
47 Burleigh Street
Govan
Glasgow G51 3LB
Tel: 0141 440 2503
Email: [email protected] ઇમેઇલ
Website: www.salc.info વેબસાઇટ

નોર્ધર્ન આયરલેન્ડમાં

Law Centre (NI) Central Office
124 Donegal Street
Belfast BT1 2GY
Tel: 028 9024 4401
Fax: 028 9023 6340
Website: www.lawcentreni.org વેબસાઇટ

Law Centre (NI) Western Area Office

9 Clarendon Street
Derry BT48 7EP
Tel: 028 7126 2433
Fax: 028 7126 2343

This document was provided by Citizen Advice from their website, www.adviceguide.org.uk.