Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

ઇમીગ્રેશન બારામાં વારંવાર પૂછાતા પ્રશ્નો
Frequently asked questions about immigration

આ માહિતી ઇન્ગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં લાગુ પડે છે.

હુંબ્રિટીશનાગરિકછુંઅનેમારીસ્ત્રીમિત્રજોડેપરણવામાગુંછુજેબીજાદેશમાંથીસ્ટુડન્ટવિઝાઉપરયુકેઆવેલીછે. દેશમાંનાએનાદરજ્જાવિશેઅમારેખાસકાંઇકરવાનીજરૂરખરી?

હુંવિઝિટરવિઝાઉપરયુકેમાંઆવ્યોછુંઅનેમારીઇચ્છાછેકેઅહીંરહીનેહુંડિગ્રીસુધીનોઅભ્યાસકરૂં. મનેઆમકરવાદેવાશે?

મારીમાયુકેનીનાગરિકનથીઅનેપરદેશમાંવસેછે. તેએકલીરહેછેઅનેવધતીઉંમરનીસાથેસાથેઘણીઅશક્તિઆવીરહીછે. મેંએનેવર્ષોથીઆધારઆપ્યોછે. હુંએનેમારીસાથેરહેવામાટેયુકેલાવીશકું?

મારાકાકાએવાદેશમાંરહેછેજ્યાંરાજકીયપરિસ્થિતિડામાડોળછેઅનેહિંસાખોરીપ્રવર્તીરહીછે. કહેછેકેએનેઘરનીબહારનીકળતાડરલાગેછેઅનેવિચાથાયછેકેત્યાંવાતાવરણથોડુંશાંતથાયત્યાંસુધીઅમુકમુદતમાટેયુકેઆવીશકેકેકેમ.

હું બ્રિટીશ નાગરિક છું અને મારી સ્ત્રીમિત્ર જોડે પરણવા માગું છુંજે બીજા દેશમાંથી સ્ટુડન્ટ વિઝા ઉપર યુકે આવેલી છે. આ દેશમાંના એના દરજ્જા વિશે અમારે ખાસ કાંઇ કરવાની જરૂર ખરી?

તમારા લગ્ન થાય એટલે તમારી નવી પત્નીએ તમારા જીવનસાથી તરીકે યુકેમાં રહી જવા માટે અરજી કરવી પડશે. તમારા લગ્ન વાસ્તવિક છે એ બાબત અને તેણીને અહીં રહી જવાની પરવાનગી મળવી જોઇએ એ બાબત ઇમીગ્રેશન સત્તાવાળાઓને સ્વીકાર્ય લાગે એ માટે તેણીએ અમુક કડક શરતો/નિયમોને આધીન રહેવું પડશે. તેણીએ એમ પણ બતાવવું પડશે કે વિદ્યાર્થી તરીકે એ આવી ત્યારે તેનો ઇરાદો એવો નહોતો કે સત્તાવાળાઓની આંખમાં ધૂળ નાખવી, તેમ જ એક દંપતિ તરીકે તમે સરકારી મદદ વગર ગુજારો કરી શકશો. તમારી પત્ની તરીકે રહેવા માટે સૌ પ્રથમ તેણીને બે વર્ષની મુદત માટે પરવાનગી મળશે. તે સમય પૂરો થવા આવે ત્યારે કાયમી વસવાટ માટે તેણી અરજી કરી શકશે.

યુકેના ઇમીગ્રેશન કાયદા અટપટા છે અને જો ભૂલ થાય તો પરિણામ ગંભીર આવી શકે છે. કોઇ નિષ્ણાત સલાહકાર જોડે મસલત કરી લેવાનું સલાહભર્યું રહેશે.

હું વિઝિટર વિઝા ઉપર યુકેમાં આવ્યો છું અને મારી ઇચ્છા છે કે અહીં રહીને હું ડિગ્રી સુધીનો અભ્યાસ કરૂં. મને આમ કરવા દેવાશે?

તમે યુકે આવ્યા ત્યારે તમને એવી શરત ઉપર પ્રવેશ મળેલ છે કે વિઝાની મુદત પૂરી થાય ત્યારે તમે યુકે છોડી જશો. ઇમીગ્રેશન કાનૂન હેઠળ તમને અભ્યાસ અર્થે અહીં નહીં રહેવા દેવાય. તમારે અભ્યાસ કરવો જ હોય તો યુકે છોડી, ભવિષ્યમાં ફરીથી તાલીમાર્થી તરીકે આવવા માટે અરજી કરવી પડશે. વિઝાની મુદત પૂરી થઇ ગઇ હોય તો પણ તમે યુકેમાં રહી જાવ તો તમારી પ્રવેશ પરવાનગીની શરતોનું ઉલ્લંઘન લેખાશે. આ એક ગંભીર અપરાધ છે અને તમારી સામે કાનૂની પગલા લેવાશે યા તમને દેશનિકાલ પણ કરાશે.

મારી મા યુકેનીનાગરિક નથી અને પરદેશમાં વસે છે. તે એકલીરહે છે અને વધતી ઉંમરની સાથે સાથે ઘણી અશક્તિ આવી રહી છે. મેં એને વર્ષોથી આધાર આપ્યોછે. હું એને મારી સાથે રહેવા માટે યુકે લાવી શકું?

તમે તમારી માતાને કદાચ યુકે લાવી શકશો, પણ ઘણું ખરૂં એને કડક શરતો/નિયમો લાગુ પડશે જે એણે માન્ય રાખવી જ પડશે. સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે તમને પોતાને અહીં કાયમી વસવાટ કરવાનો અધિકાર હોય, તમારી માતા આર્થિક રીતે તમારી ઉપર નિર્ભર હોય અને એના વતનમાં એને સહાય કરી શકે એવું કોઇ આપ્તજન ના હોય.

મારા કાકા એવા દેશમાં રહે છે જ્યાંરાજકીય પરિસ્થિતિ ડામાડોળ છે અને હિંસાખોરી પ્રવર્તીરહી છે. એ કહે છે કે એને ઘરની બહાર નીકળતા ડર લાગે છે અને વિચાર થાય છે કે ત્યાં વાતાવરણ થોડું શાંત થાય ત્યાં સુધી અમુક મુદત માટે એ યુકે આવી શકે કે કેમ.

યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન રેફ્યુજીસ (સંયુક્ત રાષ્ટ્રસંઘનો નિર્વાસિતોને લગતો એક કરાર) માં યુકે એ સહી કરેલ છે એટલે એનો અર્થ એમ થાય કે પોતાના વતનમાં જુલમનો ભય હોય એવા લોકોને આશ્રય આપવાની જવાબદારી એણે સ્વીકારી છે. અસાઇલમ (આશ્રય)ની અરજી કરવાની પ્રક્રિયા ઘણી અટપટી છે અને અત્યારે તમારા કાકા આશ્રય માટે યોગ્ય ગણાશે કે કેમ એ ચોક્કસ કરવા માટે નિષ્ણાતની સલાહ લઇ લેવી. અસાઇલમની અરજીઓ મોટે ભાગે નિષ્ફળ જ જાય છે, એટલે તમારે વિચાર કરવો જોઇએ કે તમારા કાકા કોઇ અન્ય યોગ્યતા હેઠળ આ દેશમાં આવી શકે કે કેમ. દા.ત. કદાચ યુકેમાં એના એવા કોઇ પારિવારિક સંબંધીઓ હોય જેના થકી એને પોતાના વતનમાં અશાંતિ હોય તે દરમ્યાન અહીં રહેવાનો હક્ક મળી શકે.

અસાઇલમની અરજી બાબતમાં અંગ્રેજી સિવાય અન્ય કોઇ ભાષામાં માહિતી જોઇતી હોય તો www.languages.refugeecouncil.org.uk પર રેફ્યુજી કાઉન્સિલની વેબસાઇટ જુઓ.

This document was provided by Citizen Advice from their website, www.adviceguide.org.uk.