Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

ધર્મ અથવા માન્યતાના આધારે ભેદભાવ (કાર્યસ્થાનમાં)
DISCRIMINATION ON GROUNDS OF RELIGION OR BELIEF

2 ડિસેમ્બર 2003 થી કાર્યસ્થાનમાં કોઇની સામે તેઓના ધર્મો અથવા અન્ય માન્યતાઓના આધારે ભેદભાવ કરવાનું ગેરકાનૂની છે. કાયદા દ્વારા વ્યાખ્યાયીત ધર્મ અથવા માન્યતાઓનો અર્થ કોઇપણ ધર્મ, ધાર્મિક માન્યતા અથવા સમાન પ્રકારની ફિલોસોફીકલ માન્યતા. આ અતિશય પહોળી વ્યાખ્યા બધા જ મુખ્ય ધર્મો તેમ જ ખૂબ નાના સમૂહો અને માન્યતાઓ જેમકે, માણસાઇને આવરે છે, તે પેસિફિઝમ (શાંતિવાદ) અથવા ખરેખર તો શાકાહારીપણાને પણ સમાવિષ્ટ કરે. તે ઘણુંખરૂં રાજકીય મંતવ્યોને ન આવરે સિવાય કે તે રાજકીય માન્યતા વૈશ્વિક કલ્પનાના સીમાડા સુધી વિસ્તરેલ હોય. તેથી કન્ઝર્વેટીવ પાર્ટીના સદસ્યો શક્યતઃ ન આવરાય પરંતુ ગ્રીન પાર્ટીના સદસ્યો હોય.

પ્રત્યક્ષ ભેદભાવ

પ્રત્યક્ષ ભેદભાવ ત્યારે ગણાય જ્યારે એક કામદાર અથવા કામના અરજદાર વિરુધ્ધ પક્ષપાત થયો હોય કારણ કે તેઓ ચોક્કસ ધર્મ અથવા માન્યતાને અસુસરતા હોય અથવા અનુસરવાની યા ના અનુસરવાની ઝાંખી થતી હોય. દાખલા તરીકે, વ્યક્તિને નોકરી ન અપાય, નોકરીમાંથી બરતરફ કરાયો હોય, જરૂરી તાલીમ અથવા બઢતી ન અપાય, અથવા તેઓના ચોક્કસ ધર્મ અથવા માન્યતા તે અનુસરતા અથવા ન અનુસરવાને કારણે તેઓને રોજગારના નિયમો અને શરતો ઊલટી અપાય. તે પ્રત્યક્ષ ભેદભાવ ગણાય છે.

કેટલાક અતિશય મર્યાદિત સંજોગોમાં તે જેન્યુઇન ઓક્યુપેશનલ રીકવાયરમેન્ટ (GOR) હોઇ શકે કે અમુક ચોક્કસ ધર્મના અનુયાયીથી જ એ કામ હાથ ધરાય. જો કે, જેન્યુઈન ઓક્યુપેશનલ રીકવાયરમેન્ટને હંમેશા પડકારી શકાય છે અને GOR વાજબી છે એ બાબત જરૂરી સાબિતી સાથે એમ્પ્લોયરે પૂરવાર કરવાની હોય છે. GOR લાગુ પડે છે એવું સૂચન કરતી વખતે એમ્પ્લોયરે અતિશય કાળજી રાખવી જોઇએ.

પરોક્ષ ભેદભાવ

પરોક્ષ ભેદભાવ ત્યારે ગણાય જ્યારે કોઇ સંસ્થા બધા ધર્મો કે માન્યતાઓના અનુયાયીઓને સમાન રીતે લાગુ પડે એવા માપદંડ અને પદ્ધતિનો ઉપયોગ કરે પંરતુ તેમ છતાં અમુક ચોક્કસ ધર્મ અથવા માન્યતાના વ્યક્તિઓને બીજાની સરખામણીમાં ગેરલાભ થતો લાગે. વધુમાં, યથાર્થ ધ્યેયને પહોંચવા માટે એ માપદંડ અથવા પદ્ધતિ ખરેખર જરૂરી છે એમ એમ્પ્લોયર સાબિત ના કરી શકતો હોય. દાખલા તરીકે, અમુક ધર્મમાં માથાના વાળ ઢાંકવા કે ઊઘાડા રાખવા એ વિષે ચોક્કસ માન્યતા હોય છે. આ બારામાં એમ્પ્લોયરની કોઇ ખાસ નીતિ હોઇ શકે, જો કે, કદાચ એ કોઇ યથાર્થ ધ્યેયના ભાગરૂપે પણ હોઇ શકે (દાખલા તરીકે જો એ પેઢીનો ધંધો ખાણું બનાવવાનો હોય) અને એ કારણથી તે કાયદેસર ગણાય.

કનડગત

જે વર્તણૂંક કોઇના વ્યક્તિગત સન્માનને ઠેસ પહોંચાડતી હોય, અપમાનજનક હોય, ડરાવનારી હોય યા કોઇ પણ પ્રકારે ત્રાસદાયક હોય તેવી વર્તણૂંક કનડગત ગણાય છે. ઉદાહરણ રૂપે – ઈરાદાપૂર્વકની બદમાશી કે દાદાગીરી જે સ્વાભાવિક લાગી શકે પણ તે અધિક ખંધી પણ હોઇ શકે, જેમકે હુલામણાં નામ આપવા, ચીઢવણી અથવા નામ બગાડવા. આવી વર્તણૂંક વ્યક્તિને ખૂબ બેચેન કરી શકે અને એમ્પ્લોયરે કનડગતના આક્ષેપની તપાસ ગંભીરતાપૂર્વક લેવી રહી.

વિક્ટીમાઇઝેશન (રંજાડવું યા ભોગ બનાવવું)

ફરિયાદ કરી હોય એટલે, યા ફરિયાદ કરવાનો ઇરાદો રાખે છે એટલે, યા જેણે ટ્રાઇબ્યુનલને ફરિયાદ કરી હોય એવા કોઇકને સહાય કરનાર ત્રાહિત માણસ હોય એટલે, એની સામે પક્ષપાત કરવામાં આવે તેને વિક્ટીમાઇઝેશન (રંજાડ) ગણાય છે.

જવાબદારી

કામદારોની ગતિવિધિઓ માટે એમ્પ્લોયરે જવાબદારી લેવાની હોય છે, અથવા ત્રીજા કોઇ પક્ષોની ગતિવિધિઓ માટે પણ, જો એવી કોઇ પરિસ્થિતિ ઉપર એમ્પ્લોયરનું પ્રભુત્વ હોય યા બગડતી બાજી સુધારવાનું એમ્પ્લોયરના હાથમાં હોય. જો તેઓ એ જવાબદારી ન લે તો તેમના ઉપર દાવો કરવાનું વાજબી ગણાશે.

કાયદાનો અમલ

લૈંગિકતાના આધારે થતા ભેદભાવ સામેના કાયદાના અમલ માટે એમ્પ્લોયમેન્ટ ટ્રાઇબ્યુનલને ફરિયાદ કરવાની હોય છે. ટ્રાઇબ્યુનલને ફરિયાદ કરતા પહેલા ફરિયાદ નિવારણ માટેની તમામ આંતરિક પ્રક્રિયાઓ અજમાવી લેવી. જે કૃત્ય બારામાં ફરિયાદ કરવાની હોય તે કૃત્યના ત્રણ મહિનાની અંદર, અને જો શ્રેણીબદ્ધ કૃત્યો બારામાં ફરિયાદ કરવાની હોય, તો છેલ્લે આચરેલ કૃત્યના ત્રણ મહિનાની અંદર, એમ્પ્લોયમેન્ટ ટ્રાઇબ્યુનલમાં ફરિયાદ નોંધાવવી જોઇએ.

તમારો દાવો કાયદાનુસાર છે કે કેમ અને કેટલો મજબૂત છે એ નક્કી કરવા વહેલાસર કાયદાકીય સલાહ લેવાનું સાર્થક રહેશે.

This documents was provided by Coventry law Centre, February 2004, www.covlaw.org.uk