Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

HIV-સંબંધી લાંછન અને ભેદભાવ
HIV-RELATED STIGMA AND DISCRIMINATION

AIDS એક ભૂમંડળિય મહામારી છે. HIV અને AIDS ગ્રસ્ત લોકો વિશ્વભરમાં વિવિધ પ્રમાણમાં ધુતકારના ભોગ બને છે.

વિશ્વભરમાં, HIV પ્રત્યેનો ધુતકાર અનેક રીતે છતો થાય છે –સમાજમાંથી બહિષ્કાર, વ્યક્તિગત અસ્વીકાર, પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદભાવ તથા HIV અને AIDSગ્રસ્ત લોકોને એમના મૂળભૂત હક્કોથી વંચિત રાખે એવા કાયદા. યુનાઇટેડ કિંગડમમાં આ ચેપની શરૂઆત થઇ ત્યાર પછીથી રોજગાર, સ્વાસ્થ્ય કાળજી, વીમા અને શિક્ષણક્ષેત્રમાં HIV અને AIDSસંબંધી ભેદભાવ બારામાં વિશાળ પાયે અહેવાલો પ્રગટ થયા છે.

લાંછન અને ભેદભાવ શું છે?

લાંછન એટલે આપણાથી યા આમ જનતાથી અલગ તરી આવતા હોય તેવા લોકોને ઉતારી પાડવા અથવા ધિક્કારવાની વૃત્તિ. આવા પૂર્વગ્રહને આધારે કોઇ કૃત્ય કરાય ત્યારે લાંછન ભેદભાવનું રૂપ ધારણ કરે છે.

ભેદભાવ એટલે: કોઇ ખાસ સમૂહમાં સામેલ હોય યા એમ ધારણા હોય કે એમાં સામેલ હશે અને એ આધારે એના તરફ અન્યાયી વર્તન અથવા પગલાં લેવાય (દા.ત. GAYપુરૂષની લૈંગિક પ્રકૃતિને કારણે એના તરફ ભેદભાવ વર્તાય).

HIV- સંબંધી લાંછન અને ભેદભાવ શું છે ?

HIV-સંબંધી લાંછન મોટોભાગે ભય તથા બિમારી વિશેની અનભિજ્ઞતા અને/અથવા અસરગ્રસ્ત સમૂહો તરફ વેરભાવ યા તેમના વિશેના ચીલાચાલુ પૂર્વગ્રહોને લીધે પરિણમે છે (દા. ત. GAYપુરૂષો, અશ્વેત આફ્રિકનો).

HIV-સંબંધી ભેદભાવ એટલે લોકોને HIV હોવાથી યા HIV છે એવી ધારણા હોવાથી તેમના તરફ અન્યાયી વર્તાવ. HIV અને AIDS વાળા લોકો સામેનો ભેદભાવ બીજા એવા લોકો સુધી પણ વિસ્તરે છે કે જેઓ HIV અને AIDS ગ્રસ્ત હોય એવી માન્યતા લોકોમાં પેસી ગઇ હોય.

HIV-સંબંધી ભેદભાવ અનોખો છે. ડિસેબિલિટી-આધારિત ભેદભાવની જેમ ન રહેતા, તે ઘણી વાર વર્ણભેદ અને હોમોફોબિયા જેવા ભેદભાવના અન્ય રૂપોની સાથે સંકળાયેલ છે અને એને પોષે પણ છે.

HIV- સંબંધી લાંછન અને ભેદભાવમાં કયા પાસા સહયોગ કરે છે ?

  • HIV જીવલેણ બિમારી છે;
  • એ બિમારી વિશેની અણસમજ (દા. ત. HIV કઈ રીતે પ્રસરે છે તે વિશે દંતકથાઓ અને ગેર ખ્યાલો);
  • વિશિષ્ટ પ્રકારની વર્તણૂંકો અથવા જીવનશૈલી સાથે HIV સંલગ્ન છે (દા. ત. સમલૈંગિકતા, ડ્રગ્સના ઇન્જેક્શનનો ઉપયોગ);
  • વર્ણ, લિંગ અને લૈંગિકતાને કારણે લાંછન લાગેલું જ હોય અને ભેદભાવના ભોગ બનેલા જ હોય એવા વસ્તીસમૂહો સામે પ્રવર્તતા પૂર્વગ્રહો; અને
  • HIV-સંબંધી સમાચારો બારામાં પ્રસારણ માધ્યમોના બેજવાબદાર અને પક્ષપાતી વલણ.

HIV- સંબંધી ભેદભાવના દાખલા

HIV ગ્રસ્ત લોકો માટે, અથવા HIV-પોઝીટીવ ધારી લીધેલા લોકો માટે, જીવનનું કોઇ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં લાંછનનો સ્પર્શ ના થયો હોય અને જીવનનું કોઇ પણ ક્ષેત્ર એવું નથી જે ભેદભાવનો ભોગ બનતા બચી શકે.

રોજગાર

નોકરી પૂર્વેના HIV પરીક્ષણ, જે લોકોનું પરીક્ષણ પોઝીટીવ હોય તેમને નોકરી ન આપવી, કાર્યસ્થાન પર કનડગત અને નોકરી છોડી જવા માટેનું દબાણ, એ સૌ ભેદભાવી કાર્ય-પ્રણાલીના ઉદાહરણો છે. કાર્યસ્થાનમાં એમ્પ્લોયર લાંછન અને ભેદભાવ ન આચરે એ આશયથી NAT એ એક સંસાધનનું પેક વિકસાવ્યું છે. વધારે માહિતી માટે www.areyouhivprejudiced.org ની મુલાકાત લો

આવાસ

કારણ વગર કોઇને રહેણાંક ભાડે આપવાનો ઇનકાર, ભાડુઆતને કનડગત અને કારણ વગર ભાડુઆતને ઘર ખાલી કરાવવું, એ સૌ ભેદભાવના ઉદાહરણો છે.

વીમો

કેટલીક વીમા કંપનીઓ કોઇનો વીમો ઉતારતા પહેલાં એના HIVપરીક્ષણની માગણી કરે છે, અથવા GAYપુરૂષોને HIV હોય કે ન હોય, તો પણ તેમને જીવન વીમો યા સ્વાસ્થ્ય વીમો નકારવામાં આવે છે.

શિક્ષણ

બાળકોમાં પણ એ રોગ પ્રસરશે એવા અર્થહીન ભયને લીધે HIV-પોઝીટીવ શિક્ષકોને બરતરફ કરવામાં આવે છે, અને AIDS વિશેના વ્યાપક ડરને લીધે ઘણાં માબાપો HIV-પોઝીટીવ બાળકોને શાળામાં દાખલ થતાં રોકવા માટે અંતિમવાદી પગલાં તરફ વળે છે.

સેવાઓ

સેવાઓ પુરી પાડનારાઓ પણ ભેદભાવ કરી શકે છે, ખાસ કરીને સ્વાસ્થ્ય કાળજી બાબત. ઉદાહરણો જનરલ પ્રેક્ટીશનર, સર્જન, નર્સ કે ડેન્ટીસ્ટ HIV-ગ્રસ્ત યા સંભવિત HIV-પોઝીટીવ દર્દીઓનો ઉપચાર કરવાનું નકારે, એમને માટેની સ્વાસ્થ્ય કાળજીનું ધોરણ નીચું રાખે, યા ચેપ ઉપર અંકુશ મેળવવા માટે બિનજરૂરી પગલાં લે. સ્વાસ્થ્ય કાળજીમાં લાંછન અને ભેદભાવને પહોંચી વળવા માટેનું એક સંસાધનોનું પેક NAT પાસે છે. વધારે માહિતી માટે www.areyouhivprejudiced.org ની મુલાકાત લો

HIV લાંછન અને ભેદભાવનો પ્રભાવ શું છે ?

HIV અને AIDSગ્રસ્ત લોકો સામે દોષારોપણ અથવા અપશબ્દ કરવાથી આ મહામારીને ભૂગર્ભમાં જવાની ફરજ પડે છે અને તે થકી ચેપના ફેલાવા માટેના અનૂકૂળ સંજોગો ઊભા થાયછે.

આનાં કારણ છે :

  • લાંછન અને ભેદભાવને લીધે વ્યક્તિઓ પોતાની તેમ જ અન્યોની સુરક્ષા માટે પરીક્ષણ કરાવતા અચકાય અને જાણકારી મેળવતા અચકાય તે કારણથી, HIV અટકાવવાના અને કાળજી પુરી પાડવાના કાર્યક્રમોની અસરકારકતા જોખમમાં મુકાય છે.
  • અગાઉથી જ લાંછનના ભોગ બનેલ સમુદાયોને ગેરલાભ તો થતો જ હોય, તેવા લોકોને આ લાંછન અને ભેદભાવથી વધારે ભોગવવું પડે છે.
  • HIV અને AIDSગ્રસ્ત લોકો યા આ ચેપ લાગેલો છે એવી ધારણાનો ભોગ બનેલ લોકો પ્રત્યે જો ભેદભાવ થાય તો એ એના મૂળભૂત માનવ હક્કોનો ભંગ ગણાશે, ખાસ કરીને ભેદભાવથી મુક્ત રહેવાનો અધિકાર.

HIV લાંછન અને ભેદભાવ સામે પ્રતિક્રિયા

પૂર્વગ્રહોનો સામનો કરે અને લોકોના અધિકારોને સુરક્ષિત રાખે એવી શ્રેણીબદ્ધ નીતિઓનો અમલ એ જ HIV લાંછન અને ભેદભાવ સામેની અસરકારક પ્રતિક્રિયા કહેવાશે.

હાલનું ભેદભાવ-વિરોધી કાયદાનું માળખું

ભેદભાવ-વિરોધી કાનૂન હાલમાં ત્રણ મુખ્ય અંગ ધરાવે છે અને તે છે લિંગ, વર્ણ તથા ડિસૅબિલિટીને લગતા કાયદા. આ ત્રણ કાયદા છે 1975નો Sex Discrimination Act – જાતીય ભેદભાવ નિવારણનો કાયદો, 1976નો Race Relations Act – વર્ણભેદ નિવારણનો કાયદો, તથા 1995નો Disability Discrimination Act – પંગુતા સામેના ભેદભાવ નિવારણનો કાયદો (જે નજીકના ભવિષ્યમાં બદલવામાં આવશે, નીચે જુઓ).

એ ઉપરાંત, 2003ના એમ્પ્લોયમેન્ટ ઈક્વાલીટી (સેક્યુઅલ ઓરીએન્ટેશન) રેગ્યુલેશન્સ –રોજગારમાં લૈંગિકતા વિષયક સમાનતાના ધારા – નામના નિયમો ડિસેમ્બર 2003થી નોકરી/રોજગારમાં તથા વ્યવસાયલક્ષી તાલીમમાં લૈંગિકતા આધારિત ભેદભાવ ઉપર પ્રતિબંધ મૂકે છે. ધર્મ અથવા માન્યતાના આધારે થતા ભેદભાવને રોકવા માટે પણ નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે

કાયદામાં વિકાસ

2003નો પંગુતા સામેના ભેદભાવ નિવારણનો ધારો – Disability Discrimination Bill 2003 ડિસૅબિલિટી ડિસ્ક્રિમિનેશન બીલ –ને 2005ની વસંત ઋતુમાં કાયદાનું રૂપ મળ્યું છે અને ડિસેમ્બર 2005થી એની કેટલીક કલમો કાયદેસરથી અમલમાં મુકાશે. અત્યારના કાયદામાં જે ફેરફારો દાખલ કરાયા છે તે HIV ગ્રસ્ત લોકોના કાનૂની હક્કોમાં કાંઇક સુધારા લાવશે. ખાસ કરીને, HIV નું નિદાન થાય એ જ સમયથી તરત જ કાનૂની રક્ષણ આ નવા કાયદાથી મળી શકશે. ભૂતકાળમાં કાયદો ફક્ત એવાને જ આવરી લેતો કે જેમાં HIV ના લક્ષણો દેખાવા લાગ્યા હોય યા જેને અગાઉ AIDS નું નિદાન થયું હોય યા લક્ષણો પણ દેખાઇ ચૂક્યા હોય.

મે 2004માં સરકારે સમાનતા અને માનવ અધિકારો – ઇક્વાલીટી એન્ડ હ્યુમન રાઈટ્સ– ના એકલ કમીશન (CEHR) સ્થાપવા બારામાં શ્વેતપત્ર બહાર પાડેલ, અને મસલત તાજેતરમાં જ સમાપ્ત થઇ છે. પ્રસ્તાવિત CEHRહાલની ત્રણ સમાનતા કમીશનની જવાબદારીઓ લેશે; ધ કમીશન ફોર રેસીઅલ ઇક્વાલીટી (CRE), ધ ડિસેબિલિટી રાઈટ્સ કમીશન (DRC) અને ધ ઇક્વલ ઓપોર્ચ્ચુનીટીઝ કમીશન (EOC), અને હ્યુમન રાઈટ્સ એક્ટ માટે પણ સંસ્થાનિક આધાર પુરો પાડશે. સરકારનો ઇરાદો છે કે 2007સુધીમાં CEHR ની સ્થાપના થઇ જાય, 2008/2009સુધીમાં હાલના અન્ય કમીશનોનો એમાં સમન્વય થઇ જાય.

જો કે, હજી પણ અમુક ક્ષેત્રો એવા છે જેમાં સુધારા થઇ શકે છે. ભેદભાવ-વિરોધી કાયદા સરળતાથી સમજી શકાય અને સહેલાઇથી અમલ કરી શકાય એવા હોવા જોઇએ.

અત્યારના કાયદા લિંગ, વર્ણ તથા ડિસૅબિલિટી આધારિત ભેદભાવને વિભિન્ન રીતે જુએ છે અને વિભિન્ન સ્તરે સંરક્ષણ પુરૂ પાડે છે. CEHRની સ્થાપના અને ભેદભાવ નિવારણનો ધારો – Disability Discrimination Bill –એ આગળ ધપવાનું વિશાળ પગલું છે તો છે જ, પરંતુ એ પૂરતુ નથી અને ભેદભાવના અન્ય ક્ષેત્રોમાં અસંગતતા જેમની તેમ રહેશે. આમાંના બધા જ કાયદાઓને સંયોજીત કરી એક સિંગલ ઇક્વાલીટી એક્ટમાં ઘડવો જોઇએ, જેથી કરીને ભેદભાવ સામે વ્યક્તિઓને રક્ષણ તેમ જ એમ્પ્લોયરોની, જાહેર સંસ્થાઓની અને સામાન તથા સેવાઓ પૂરી પાડનારાઓની આવા ભેદભાવ ટાળવાની ફરજો એ બધું એક જ જગાએ સંકલિત હોય. સિંગલ ઈક્વાલીટી એક્ટ બારામાં NATની ઝુંબેશ વિશે અધિક જાણકારી માટે http://www.nat.org.uk/documents/KIS.pdf પર જુઓ.

શિક્ષણ

HIV ગ્રસ્ત લોકો અને એ વાયરસ દ્વારા સર્વાધિક અસરગ્રસ્ત સમુદાયો સામે લાંછન અને ભેદભાવને ઘટાડવા યા મટાડવા માટે શિક્ષણ અગત્યનો ભાગ ભજવે છે. ત્રણ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમોને પ્રાથમિકતા અપાવી જોઇએઃ જાહેર, વ્યાવસાયીક અને કેન્દ્રિત શિક્ષણ.

આમ જનતામાં HIV વિશે જાણકારી જાળવવા અથવા વધારવા માટે જાહેર શિક્ષણની જરૂરિયાત છે. ઉપરાંત, સ્વાસ્થ્ય કાળજીના માળખામાં ભેદભાવની માત્રા વધારે હોવાથી એ ક્ષેત્રના કાર્યકર્તાઓના શિક્ષણને પ્રાથમિકતા આપેલ છે, અને એ જ રીતે અન્ય વ્યાવસાયીક સમૂહોના શિક્ષણને પણ. જાહેર અને વ્યાવસાયીક શૈક્ષણિક કાર્યક્રમોને ચોક્કસ સમુદાયો અથવા વસ્તીઓ તરફથી આધારની આવશ્યકતા છે; ઉદાહરણ રૂપે: શાળાઓ, ધાર્મિક સમુદાયો યા કાર્યસ્થાનો, અથવા વાયરસથી વિશેષ પ્રમાણમાં અસરગ્રસ્ત થયેલ સમૂહો, જેમકે આફ્રિકન અને GAY સમુદાયો.

HIV-વિશે માહિતી આપીને, લાંછન અને ભેદભાવના પ્રભાવના દૃષ્ટાંત આપીને અને ભેદભાવ સામે ટક્કર ઝીલવાના માર્ગો પુરા પાડીને, HIV લાંછન અને ભેદભાવને પડકારી શકાય એ માટે NAT દ્વારા ARE YOU HIV PREJUDICED? –શું તમો HIV બારામાં પૂર્વગ્રહ ધરાવો છો? – નામની ઝુંબેશ આકાર પામી છે. આ ઝુંબેશના ભાગરૂપે બે શિક્ષણ પેક બનાવવામાં આવ્યા છે, એક કાર્યસ્થાનમાં ભેદભાવને પહોંચી વળવા માટે અને એક પ્રાથમિક સ્વાસ્થ્ય કાળજીના માળખા માટે (દા. ત. GP, દંતચિકિત્સકો). ભેદભાવને પહોંચી વળવા તેમ જ નવા કાનૂની ચોકઠા હેઠળ રહેવા અર્થે આ બન્ને પેક જે તે પ્રબંધમાં માહિતી, વિચારો અને સારી કાર્યપ્રણાલીની માર્ગદર્શિકાઓ પૂરા પાડે છે.

સામૂદાયીક ગતિશીલતા

HIV અને AIDS દ્વારા સૌથી વિષેશ અસરગ્રસ્ત સમુદાયોમાંથી લોકો ભાગ લે અને એનું પ્રતિનિધિત્વ થાય એવા નેટવર્કસ (મંડળો) અને સંસ્થાઓને વિકસાવવા જોઇએ.

HIVભેદભાવ રોકવા, પડકારવા અને નાબૂદ કરવા માટે આવશ્યક એવા સામાજીક અને રાજકીય બદલાવ લાવવા અર્થે ભૂતકાળમાં આ નેટવર્કસ અને સંસ્થાઓએ કાર્ય કરી અગત્યની ભૂમિકા ભજવી છે.

HIV લાંછન અને ભેદભાવ ઉપર NATના કાર્યક્રમ વિશે અધિક માહિતી માટે www.areyouhivprejudiced.orgની મુલાકાત લો.

This document was provided by The National AIDS Trust, July 2005. www.nat.org.uk