Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

કન્વેન્શન પ્રથમ વાર લખાયો પછી એમાં ઉમેરવામાં આવેલ નવા ભાગ, એ પ્રોટોકોલ છે.
The Human rights Act: the Protocols

પ્રોટોકોલ વિગતવાર

કન્વેન્શન પ્રથમ વાર લખાયો પછી એમાં ઉમેરવામાંઆવેલ નવા ભાગ, એ પ્રોટોકોલ છે.

પ્રોટોકોલ 1 કલમ 1: સંપત્તિનું સંરક્ષણ
'સંપત્તિ' નો અર્થ ઘણો વ્યાપક છે. તેમાં શેર, પેન્શન, નેશનલ ઇન્શ્યોરન્સના ભરણાં ભરીને મેળવેલ બેનિફિટ તેમ જ કોઇના ઉપર દાવો કરવાનો અધિકાર સુધ્ધાં આવી જાય છે.

આ કલમ કહે છે કે સરકાર અથવા જાહેર વહીવટીતંત્ર તમારી સંપત્તિ તમારી પાસેથી ન લઈ શકે સિવાય કે કાયદો એમ કરવાનું વિધાન કરે અને એમ કરવાનું જાહેર હિતમાં હોય. તમારી સંપત્તિ લઈ લેવામાં આવે ત્યારે તમે વળતર માગી શકો છો.

કલમ એમ પણ કહે છે કે સરકાર અથવા જાહેર વહીવટીતંત્ર તમે તમારી સંપત્તિનું શું કરો છો તેના પર પ્રતિબંધ ન લાવી શકે, સિવાય કે એવો કાયદો હોય જે તેઓને આવું કરવાની છૂટ આપે અને તેમ કરવા પાછળ સારૂં એવું કારણ હોય. જો કે, તમને વેરા કે દંડ ભરવા દબાણ લાવવા અર્થે તમારી સંપત્તિ ઉપર કબજો મેળવવાના સરકાર યા જાહેર વહીવટીતંત્રના અધિકારને આ કલમ અસર નથી કરતી.

પ્રોટોકોલ 1 કલમ 2 : શિક્ષણનો અધિકાર
આ કલમ દરેકને શાળાએ જવાનો અને યુનિવર્સિટી અથવા કોલેજમાં અરજી કરવાનો અધિકાર આપે છે, પરંતુ કોને પ્રવેશ આપવો એ નક્કી કરવામાં શાળાઓ અને કોલેજોને રોકતી નથી. તે કહે છે કે શિક્ષણનું ઘોરણ વાજબી હોય એ વાતની સરકારે ખાતરી કરવી જોઇએ. આ બાબત ખાનગી તેમ જ સરકારી શાળાઓને લાગુ પડે છે.

આ કલમ કહે છે કે સરકારે અને શાળાઓએ બાળકના માતાપિતાના ધાર્મિક મંતવ્યો અને અન્ય ગંભીર આસ્થા-માન્યતાઓનો આદર કરવો જોઇએ, પરંતુ બાળકોને અમુક ચોક્કસ પ્રકારનું શિક્ષણ મળવું જ જોઇએ એમ માગવાનો અધિકાર નથી આપતી.

પ્રોટોકોલ 1 કલમ 3 : મુક્ત ચૂંટણીઓનો અધિકાર
આ કલમ કહે છે કે સરકારે વાજબી અંતરાયે ચૂંટણીઓ રાખવી જોઇએ અને ગુપ્ત મતદાન દ્વારા જ ચૂંટણીઓ થવી જોઇએ. આ કલમ લોકોને મત આપવાનો અને ચૂંટણીઓમાં ઊભા રહેવાનો અધિકાર આપે છે; જો કે આ અધિકાર પર કેટલાક પ્રતિબંધો છે. કલમ એમ નથી કહેતી કે કયા પ્રકારની ચૂંટણી-પદ્ધતિનો સરકારે ઉપયોગ કરવો જોઇએ. કેદીઓને મતદાન કરવા ઉપરના સંપૂર્ણ પ્રતિબંધને પડકારવા માટે એક કેદીએ આ કલમનો ઉપયોગ કર્યો છે.

પ્રોટોકોલ 6 કલમ 1 અને 2, પ્રોટોકોલ 13, મૃત્યુદંડની નાબૂદી
છટ્ઠા પ્રોટોકોલે બ્રિટનમાં મૃત્યુદંડને નાબૂદ કર્યો છે, પણ યુદ્ધ કાળે યા યુદ્ધ ફાટી નીકળવાનું હોય તેવે વખતે મૃત્યુદંડની સજાની જોગવાઇ અસલમાં ચાલુ રાખી હતી. જો કે, તાજેતરમાં જ બ્રિટને પ્રોટોકોલ 13ની કલમ 1 માં સહી કરી છે જે મૃત્યુદંડની સંપૂર્ણપણે મનાઇ કરે છે, તેથી હવે તે કોઇ પણ સમયે ન વાપરી શકાય.

વધુ મદદ

લિબર્ટી
માનવ અધિકાર ધારા વિશે સામાન્ય માહિતી માટે લિબર્ટીની "યોર રાઇટ્સ" માર્ગદર્શિકા જુઓ જે પબ્લિક લાઇબ્રેરીઓમાંથી મળી શકે છે, અથવા લિબર્ટીની વેબસાઇટ જુઓ. જો માનવ અધિકારોના કોઇ ખાસ મુદ્દા અંગે તમને મદદ જોઇતી હોય તો લિબર્ટીની કાનૂનલક્ષી હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો. તે સોમવારે અને ગુરૂવારે સાંજે 6.30 થી 8.30 સુધી અને બુધવારે બપારે 12.30 થી 2.30 સુધી ચાલુ હોય છે.

[email protected] પર લિબર્ટીને ઇમેઇલ કરો.

ફોનઃ 0845 123 2307

લિબર્ટીની વેબસાઇટઃ http://www.yourrights.org.uk/

આ પરિપત્ર વિશે

આ શ્રેણીમાં પત્રિકાઓ તમારા કાયદેસરના અધિકારોની રૂપરેખા આપે છે. તે કાયદાની સંપૂર્ણ માર્ગદર્શિકાઓ નથી તેમ જ તમને યા કોઇ પરિસ્થિતિને કાયદો કેવી રીતે લાગુ કરાશે એનું માર્ગદર્શન આપવાનો હેતુ નથી. પત્રિકાઓમાં નિયમિત સુધારા-વધારા થતા રહે છે પરંતુ આ મુદ્રણ થયા બાદ કાયદો બદલી પણ ગયો હોય, તેથી આમાંની માહિતી ખોટી નીવડે યા જૂની થઇ ગઇ હોય. તમને સમસ્યા હોય તો એને ઉકેલવાનો ઉત્તમ માર્ગ મેળવવા માટે તમને અધિક માહિતી યા વ્યક્તિગત સલાહની જરૂર પડશે. આવી સલાહના મૂળ માટે ‘વિશેષ સહાય’નું પાનું જુઓ.

This document was provided by Community Legal Service Direct, September 2006, www.clsdirect.org.uk